________________
૧૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મેરબી ભગવાન મહિલનાથ સ્ત્રી હતા છતાં તેમણે તીર્થકરપદ પ્રાપ્ત કર્યું હતું. આ એક મહાન આદર્શ છે. કેટલાક પુરુષો અહંકારને કારણે સ્ત્રીઓને તુચ્છ સમજે છે, પરંતુ ભગવાન મલ્લિનાથનું જીવનચરિત્ર એવા અહંકારી પુરૂષોને સચોટ બધપાઠ આપે છે કે, પુરુષોએ અહંકાર કરવાની જરાપણુ આવશ્યકતા નથી. સ્ત્રીઓ પણ પુરુષોથી બુદ્ધિ તથા જ્ઞાનમાં જરાપણ ઊતરતી નથી. સ્ત્રીઓ તીર્થંકરપદ જે મોટામાં મોટું પદ છે તેને પણ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ જીવનચરિત્રમાંથી એક મહત્ત્વની વાત એ પણ પ્રકટ થાય છે કે, જેનશાસનની સંઘરચના કેટલી બધી વ્યવસ્થિત હતી. જેનશાસનની સંધરચનામાં પુરુષના જેટલે જ સ્ત્રીઓને પણ અધિકાર આપવામાં આવ્યો છે. ભગવાન શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – चउविहे समणसंघे पण्णत्ते तंजहा समणाए, समणीय, सावगाए, साविगाए य ।
અર્થાત-શ્રમણસંઘ ચાર પ્રકારને છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ચારેય સંઘના પ્રતિનિધિ છે. જો કે આ સંઘરચનામાં સ્ત્રી-પુરુષનો ભેદ બતાવવામાં આવેલ છે, પરંતુ સંઘની દૃષ્ટિએ સ્ત્રી અને પુરુષ–બનેને સમાન અધિકાર આપવામાં આવેલ છે. જેટલો અધિકાર સંઘમાં પુરુષને છે તેટલે જ અધિકાર સંઘમાં સ્ત્રીને પણ છે. આ પ્રમાણે જેનશાસનની ચતુર્વિધ સંઘની રચનાનું ઘણું જ મહત્ત્વ છે. સ્ત્રીઓ પુરુષોની માફક કર્મબંધનોથી મુક્ત થઈ મેણે પણ જઈ શકે છે એ વાત ભગવાન મલ્લિનાથના જીવન-ચરિત્રમાંથી મળે છે. આ વાત ઘણી જ મહત્ત્વની છે. વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રીઓને આટલે બધો અધિકાર આપવામાં આવ્યો હોય એમ જણાતું નથી. પરંતુ જેને સંસ્કૃતિમાં સ્ત્રીઓને પુરુષોની માફક મોક્ષે જવાની પણ શકિત છે એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ધાર્મિક વાતોમાં સ્ત્રી તથા પુરુષમાં કેઈપણ પ્રકારને ભેદ નથી, પરંતુ બન્નેને સમાન અધિકાર છે.
ભગવાન મલ્લિનાથના જીવન-ચરિત્રમાંથી જનસમાજને કેવો સદુપદેશ આપી સન્માર્ગ ઉપર લાવવો જોઈએ એ વાતને પણ બોધ મળે છે. જે કે ભગવાન મલિનાથ તીર્થકર હતા છતાં તેમણે પિતાના ચરિત્રદ્વારા જનસમાજને સબોધ કે અને કેવી રીતે આપવો એ સ્પષ્ટરૂપે બતાવ્યું છે. મકાન બનાવવા માટે લાકડાનાં બારી-બારણું તૈયાર કરવા છતાં તેમને ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો એ વાતને કારીગર જ બરાબર જાણી શકે છે, આ જ પ્રમાણે ઉપદેશ આપવાની બધી સામગ્રી પ્રસ્તુત હોવા છતાં, જનસમાજને કઈ વાતને ઉપદેશ ક્યારે આપ એ વાત તે મહાપુરુષ જ જાણે છે.
ભગવાન મલ્લિનાથ વિષયલોલુપી છે રાજાઓને ઉપદેશ આપી સન્માર્ગ ઉપર લાવવા ચાહતા હતા. પરંતુ તેમને લાગ્યું કે, આ વિષયલોલુપી રાજાઓ કેવળ ઉપદેશથી સમજવાના નથી. તેમને તો સક્રિય પ્રયોગદ્વારા જ ઉપદેશ આપવાની જરૂર છે એમ લાગવાથી ભગવાને મોહનગૃહની તથા દુર્ગધય પુતલીની રચના કરાવી. આ પ્રકારના ઉપાયદ્વારા ભગવાને તે વિષયલોલુપી છે રાજાઓને સક્રિય ઉપદેશ આપી સન્માર્ગે ચડાવ્યા. આ કથનને એ અર્થ નથી કે, જનસમાજને સબંધ કેવળ દુર્ગધમય પુતલીની રચના કરવાથી જ આપી શકાય છે. પરંતુ આ પ્રયોગદ્વારા આપણને એ જાણવાનું પ્રાપ્ત થાય છે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જોઈને જનસમાજને સદ્ધ આપો આવશ્યક છે. અને આ પ્રમાણે દ્રવ્ય,