SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના-વિચાર. ૧૮૧ થયું? તેમને અધ્યવસાયરૂપ ભાવમન તો હોય જ છે, એટલા માટે મનમાં સંકલ્પને કારણે પેદા થતાં દુઃખ તેમને પણ હોય જ છે. દુઃખ મનમાં સંકલ્પને કારણે જ પેદા થાય છે. કેટલાક લોકો કહે છે કે, અમારે અમુક પ્રકારનાં દુઃખ સહેવાં પડે છે. પરંતુ તે દુઃખો આવ્યાં કયાંથી ? મનમાં સંકલ્પથી જ તે દુઃખો પેદા થયાંને ? એટલા માટે મનમાં ખરાબ સંકલ્પોને સ્થાન આપવું જોઈએ નહિ. મનમાંથી ખરાબ સંકલ્પવિકલ્પોને બહાર કાઢી મનને પરમાત્માના ધ્યાનમાં પરોવવું જોઈએ. આમ કરવાથી દુઃખના સંસ્કારે જ સમૂળા નષ્ટ થઈ જશે. જ્યારે સંસ્કાર જ નષ્ટ થઈ જશે તે પછી દુઃખ કયાંથી પેદા થશે? જ્યારે બીજ જ બળી જશે તો પછી વૃક્ષ કેવી રીતે પેદા થઈ શકશે? આ પ્રમાણે પરંપરાએ સેવાનું ફળ સર્વ દુઃખોથી મુક્તિ મળે તે જ છે. જે કોઈ બધાં દુઃખોથી મુક્ત થવા ચાહતા હશે તે જ વૈયાવૃત્ય-સેવા કરશે. સેવાધર્મને સ્વીકાર કરવામાં શાશ્વત સુખ મળે છે. સેવાધર્મનું મહત્ત્વ સમજી તમારા જીવનને સેવામય બનાવો અને સર્વગુણને પ્રાપ્ત કરે તો તેમાં સ્વ–પરનું કલ્યાણ જ રહેલું છે. વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૪ આસો સુદી ૮ શનિવાર પ્રાર્થના મહિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ” પિતા “પરભાવતી”મયા તિનકી કુમારી, મલિલ જિન બાલ બ્રહ્મચારી | ટેક છે -શ્રી વિનયચંદ્રજી કુંભ, ચોવીશી તો મલિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં સંક્ષેપમાં ભગવાન મલિનાથનું જીવન-ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ભગવાન મલિનાથનું આ પ્રાર્થનામાં જે સંક્ષિપ્ત જીવન-ચરિત્ર આપવામાં આવ્યું છે તે શ્રી જ્ઞાતાસૂત્રમાં આઠમા અધ્યયનમાં વિસ્તૃતરૂપે કહેવામાં આવ્યું છે. આ ચરિત્રને કોઈ જ્ઞાની ગુરુ પાસે સમજવામાં આવે તો જ બરાબર સમજમાં આવી શકે. કોઈ વિશેષ બુદ્ધિશાળી વ્યક્તિની વાત બીજી છે, પરંતુ સાધારણ માણસ જે ગુરૂની સહાયતા લીધા વિના, આ ચરિત્રને સમજવા લાગે તે તે ચરિત્રના ગૂઢ અર્થ સમજી ન શકે. ભગવાન મલ્લિનાથના જીવન-ચરિત્રને પૂર્ણ વિચાર તો કોઈ પૂર્ણ પુરુષ જ કરી શકે. અપૂર્ણ પુરુષ તો અપૂર્ણ વિચાર જ કરી શકે. જો કે આ પ્રાર્થના વિષે હું અનેકવાર બેલી ચૂક્યો છું, છતાં મને તે હમેશાં એમ જ લાગ્યા કર્યું છે કે, મેં તે વિષે અત્યારસુધી જે કાંઈ કહ્યું છે તે અપૂર્ણ જ કહ્યું છે. જ્યારે હું મારી દૃષ્ટિએ ભગવાન મલ્લિનાથનું ચરિત્ર જોઉં છું અને તેમાં અનેક વિશેષતાઓ જોઉં છું તો પછી કોઈ વિશેષ દૃષ્ટિવાળાને આ ચરિત્ર કેવું વિશેષતાયુક્ત જણાતું હશે ? આ પ્રમાણે ભગવાન મલિનાથનું જીવનચરિત્ર ઘણું જ વિશેષતાપૂર્ણ છે અને તે ચરિત્રને પૂર્ણરૂપે કહેવાનું મારામાં સામર્થ નથી. છતાં યથાશક્તિમતિ તે ચરિત્ર ઉપર થડે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરું છું.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy