________________
૧૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારખી
અત્રે એક ચર્ચાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્ઞાન તેા ઉત્તરાત્તર વધતું જાય છે અને મુદ્ધિ વિકસિત થતી જાય છે એટલા માટે જ્ઞાન વધ્યા પહેલાં જે કાંઈ જોવામાં તથા જાણુવામાં આવ્યું હતું તે શું ખાટું હતું? આ કથનના ઉત્તર એ છે કે, પહેલાં હૃદય સરળ હાય અને વસ્તુને નિષ્કપટભાવે માનતા હોઈએ, અને પછી જ્ઞાનમાં વૃદ્ધિ થવા છતાં વસ્તુને સમભાવે માનવામાં આવતી હોય, અર્થાત્ જ્ઞાન વધ્યા પહેલાં પણ સમભાવ રાખવામાં આવ્યા હાય, તેા તે દશામાં પહેલાં જાણવામાં આવેલું ખાટું નથી, પરંતુ તે પણ સત્ય જ છે. પહેલાં જે જાણવામાં આવ્યું હતું તે પણ જ્ઞાન જ હતું અને હવે જે જાણવામાં આવે છે તે પણ જ્ઞાન જ છે. કારણ કે સમભાવ તે તે જ છે. સમકિત ખેન્દ્રિયમાં પણ હોય છે. એટલા માટે એમ ન માનવું જોઈએ કે, હવે જ્ઞાન વધવાથી હું ખીજાં જાણવા લાગ્યા છું અને પહેલાં જે જાણવામાં આવ્યું હતું તે અજ્ઞાન હતું. બુદ્ધિના ક્ષયેાપશમથી આજે જે વસ્તુ જે રૂપમાં જોવામાં આવે છે તે વસ્તુ બુદ્ધિને અધિક ક્ષયાપશમ થવાથી બીજા રૂપમાં જોવામાં આવે છે; પરંતુ સમભાવ તે જ છે, એટલા માટે પહેલાંનું જોવું—જાણવું પણ જ્ઞાનમાં જ છે, અજ્ઞાન નથી. હૃદય સમ અને સત્યમય હોવાને કારણે જે કાંઈ જોવામાં આવે છે તે અજ્ઞાન નથી, પરંતુ જ્ઞાન જ છે. સમકિત અને મિથ્યાત્વ વચ્ચેનું અંતર જાણવા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે:—
माई मिच्छादिट्ठी: अमाई सम्मादिट्ठी
અર્થાત્—કપટભાવ ન રાખવા એ જ સમભાવ છે અને કપટભાવ રાખવે એ જ મિથ્યાત્વ છે. એટલા માટે કાઈ પ્રકારને ખોટા વિચાર મનમાં ન લાવતાં જ્ઞાનપ્રાપ્તિ કરવામાં અગ્રેસર રહેવું જોઇએ.
કહેવાને। આશય એ છે કે, શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન બન્ને પક્ષ છે, પરંતુ ઉપકારી શ્રુતજ્ઞાન જ છે. બધાં જ્ઞાન શ્રુતજ્ઞાનને આશ્રિત છે. આ પ્રમાણે જ્ઞાન, દર્શીન તથા ચારિત્રમાં બધાં સદ્ગુણાને સમાવેશ થઇ જાય છે. આત્મા જ્યારે સગુણસંપન્ન બની જાય છે ત્યારે તેને માટે કાંઈપણ કરવાનું બાકી રહેતું નથી. જ્યારે આત્મા સગુણાને પ્રાપ્ત થાય છે ત્યારે જીવાત્માને શેા લાભ થાય છે એ વિષે ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન પુછતાં ભગવાન કહે છે કે, જીવાત્મા સર્વગુણુસંપન્ન થવાને કારણે અપુનરાવૃત્ત ગતિ અર્થાત્ મેાક્ષને પામે છે. પૂર્ણતાનું ફળ પૂર્ણ જ મળે છે. કહ્યું પણ છે કેઃ—
पूर्णाय पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।
અર્થાત્પૂર્ણતાને પ્રાપ્ત થવાથી પૂર્ણતા જ મળે છે. અપુનરાવૃત્તિ અર્થાત્ પુન વતે પ્રાપ્ત ન થવાથી પછી શારીરિક કે માનસિક કાઇ પ્રકારનાં દુઃખા પેદા થવા પામતાં જ નથી. જે અપુનરાવૃત્ત ગતિ–મેાક્ષને પ્રાપ્ત કરી લે છે તે શરીર તથા મનને કારણે પેદા થનારાં દુઃખાથી મુક્ત થઈ જાય છે, કારણ કે દુઃખનું કારણ શરીર તથા મન જ છે અને અપુનરાવૃત્ત ગતિમાં શરીર તથા મન રહેવા પામતાં નથી અને એ કારણે મુક્તાત્માને શારીરિક તથા માનસિક દુઃખ પણ ત્યાં સહેવાં પડતાં નથી.
ઉપર્યુક્ત કથન ઉપરથી કાઈ એમ માની ન બેસે કે, એકન્દ્રિય જીવને મન હતું નથી એટલા માટે તેમને દુઃખ પેદા થતું નથી. એકેન્દ્રિય જીવને દ્રવ્ય મન ન હોય તે શું