________________
—
–
ચાતુર્માસ ]
સમ્યત્વ પરાક્રમ–૪૪ મે બોલ
[ ૧૭૯
અવધિજ્ઞાન, મન પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન એવાં પાંચ ભેદ છે. આ પાંચ જ્ઞાનેમાંથી પ્રથમનાં ચાર જ્ઞાન તે ક્ષાયોપથમિક છે અને અંતિમ પાંચમું જ્ઞાન ક્ષાયિક છે. આ પાંચેય પ્રકારનાં જ્ઞાનને પ્રત્યક્ષ તથા પક્ષ એ બે ભેદોમાં પણ વિભક્ત કરવામાં આવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન પક્ષ છે અને બાકીનાં ત્રણેય જ્ઞાન પ્રત્યક્ષ છે. આ ત્રણેય પ્રત્યક્ષ જ્ઞાનનાં પણ બે ભેદ છે. એક વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ અને બીજું સકલ પારમાર્થિક પ્રત્યક્ષ. અવધિજ્ઞાન અને મનઃપર્યાય જ્ઞાન એ બન્ને વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે અને કેવલજ્ઞાન એ સકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
મતિજ્ઞાનને અતિપૂર્વક હોવાને કારણે મતિજ્ઞાન કહે છે અને આભિનિબેધિક જ્ઞાન પણ કહે છે. મતિજ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી પેદા થાય છે. આ જ્ઞાન કેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી બધાંને હોય છે. આ જ્ઞાન જ્યારે મિથ્યાત્વથી યુક્ત હોય છે ત્યારે તે અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે, અને જ્યારે સમકિતથી યુક્ત હોય છે ત્યારે તે સમ્યજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અજ્ઞાનરૂપે ત્યારે પરિણમે છે કે જ્યારે જ્ઞાનાવરણીયને ક્ષયોપશમ થવાની સાથે મિથ્યાત્વનો ઉદય થાય છે. જ્ઞાનાવરણીયને ઉદય થવાને કારણે આ જ્ઞાન અજ્ઞાન કહેવામાં આવતું નથી, પરંતુ મિથ્યાત્વના ઉદયને કારણે જ આ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે મિથ્યા જ્ઞાનાવરણયનો ઉદય થવાથી પદાર્થોનું જ્ઞાન તો થાય છે પરંતુ મિથ્યાત્વનો ઉદય થવાને કારણે પદાર્થોનું જ્ઞાન વિપરીત થાય છે. મિથ્યાત્વનો ઉદય થવાથી સુલટી વસ્તુ પણ ઉલટી જાણવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાચ સ્વચ્છ તથા સફેદ હોવા છતાં જે તે કાચની પાછળ કોઈ બીજા રંગવાળી ચીજ હોય તો તે કાચ પણ તેવા જ રંગને જોવામાં આવે છે. સફેદ કાચ બીજા રંગને જોવામાં આવે એમાં કાચને દોષ નથી, પરંતુ બીજી ચીજની ઉપાધિને દોષ છે. આ જ પ્રમાણે જ્ઞાનાવરણીય ક્ષયોપશમ થવા છતાં મિથ્યાત્વને ઉદય થવાને કારણે સુલટી વસ્તુ પણ ઉલટી ભાસે છે, અને આ કારણે તે જ્ઞાન પણ અજ્ઞાન કહેવામાં આવે છે.
શ્રુતજ્ઞાનમાં સાંભળવાની શક્તિ છે અને મતિજ્ઞાનમાં મનન કરવાની શક્તિ છે. આ ઉપરથી કઈ એવો પ્રશ્ન પૂછી શકે છે, જેમને તેન્દ્રિય નથી તેઓ કેવી રીતે સાંભળી શકે અને શાસ્ત્રમાં મતિજ્ઞાન તથા મુતજ્ઞાન બધાંને હોય છે એમ કહ્યું છે તે આ શંકાનું શું સમાધાન છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શાસ્ત્રમાં બે પ્રકારની ઇન્દ્રિયો કહી છે. દ્રવ્યેન્દ્રિય અને ભાન્દ્રિય. આ બન્ને પ્રકારની ઈન્દ્રિો બધાં જીવોને હોય છે. સંસારમાં એવો એક પણ જીવ નથી કે જેને બેન્દ્રિય અને ભાવેન્દ્રિય સર્વથા ન હોય. એટલા માટે અત્રે જે ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષે કહેવામાં આવ્યું છે તે ભાવઈન્દ્રિયજનિત જ્ઞાન સમજવું જોઈએ.
કેવલજ્ઞાન-સ્થાપનારૂપ છે અને શ્રુતજ્ઞાન સાંવ્યવહારિક છે. આપણને શ્રુતજ્ઞાનથી જ લાભ થાય છે. કેવલજ્ઞાની બધુંય જોઈ-જાણું લે છે, પરંતુ તેઓ જે કાંઈ જુએ છે તે ઉપદેશમાં તે શ્રુતજ્ઞાનમાં જ પરિણત થાય છે, અને આમ થવાને કારણે જ તે કેવલજ્ઞાનીનું જોયેલું બીજાને માટે લાભકારી થઈ શકે છે. આ પ્રમાણે શેષ ચાર જ્ઞાન શ્રુતજ્ઞાનને આશ્રિત છે અને એટલા માટે આપણે શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.