________________
૧૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરબી
सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्य : અર્થાત-સેવાધર્મ મહાત્માઓને માટે પણ અગમ્ય છે. જનસેવા કરતી વખતે મનમાં કઈ પ્રકારને દુર્ભાવ કે ધૃણાભાવ લાવવો જોઈએ નહિ. જે કોઈ જનસેવા પરમાત્માની સેવા માનીને કરે છે તેમના મનમાં કોઈ પ્રકારના દુર્ભાવ કે ધૃણભાવ આવી જ શકતો નથી. આ પ્રમાણે જે વ્યક્તિ નિઃસ્વાર્થભાવે જનસેવા કરે છે તે વ્યક્તિ સેવાધારા મહાન લાભ પ્રાપ્ત કરે છે. સેવાનું ફળ બતાવતાં શાસ્ત્રમાં તો કહ્યું છે કે, સાચી સેવાકારા તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે અને પરિણામે સર્વગુણસંપન્નતા જીવનમાં પ્રગટે છે. હવે સર્વગુણસંપન્નતા વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે
બોલ શુમાલીસ (४४) सव्वगुणसम्पन्नयाएणं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત-હે ભગવાન! સર્વગુણ પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે
सव्वगुणसम्पनयाएणं अपुणरावत्तिं जणयइ, अपुणरावत्तिं पत्तएणं जीवे सारीराणं माणसाणं दुक्खाणं नो भागी भवइ ॥४४॥
અર્થાત-જ્ઞાનાદિ સર્વગુણની પ્રાપ્તિ થવાથી સંસારમાં પુનઃ આવવું પડતું નથી અને સંસારમાં પુનરાગમન થતું ન હોવાથી તે જીવાત્મા શારીરિક અને માનસિક દુ:ખથી મુક્ત થાય છે. સર્વ ગુણોનું ભિન્ન ભિન્ન વર્ણન કરવું મુશ્કેલ છે એટલા માટે સંગ્રહનયની દષ્ટિએ સમુઐયરૂપે સર્વગુણસંપન્નતાથી જીવને શો લાભ થાય છે એવો પ્રશ્ન અત્રે પૂછવામાં આવ્યો છે. જે પ્રમાણે કોઈ વસ્તુની વાનગી દ્વારા હજારે કે લાખો મણ ચીજને સેદે થઈ શકે છે, તે જ પ્રમાણે સર્વગુણોને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર–આ રત્નત્રયમાં સંગ્રહ કરી લેવામાં આવ્યા છે અને એમ કહેવામાં આવ્યું છે કે, જ્ઞાન, દર્શન તથા ચારિત્રમાં-રત્નત્રયમાં-બધાં ગુણોનો સમાવેશ થઈ જાય છે.
જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જાણવી એ જ્ઞાનગુણ છે. વસ્તુનું કેવળ જ્ઞાન કરી લેવાથી જ કામ ચાલી શકતું નથી. એટલા માટે બીજો દર્શન ગુણ કહેવામાં આવ્યો છે. જે વસ્તુ જેવી છે તે વસ્તુની તે જ પ્રમાણે શ્રદ્ધાન કરવી અર્થાત માનવી એ દર્શનગુણ અર્થાત સમકિતગુણ છે. વસ્તુનું જ્ઞાન કે શ્રદ્ધાન કરવા માત્રથી પણ કામ ચાલી શક્યું નથી. એટલા માટે ત્રીજે ચારિત્ર–ગુણ કહેવામાં આવ્યો છે. જે વસ્તુને જે પ્રમાણે જાણે છે તથા માને છે તે જ પ્રમાણે વ્યવહાર કરવો એ ચારિત્રગુણ છે.
શાસ્ત્રમાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રનાં પણ ભેદ બતાવવામાં આવેલ છે. જ્ઞાનગુણનાં મુખ્યત્વે પાંચ ભેદ બતાવવામાં આવેલ છે. આ ઉપરથી અત્રે કોઈ એવી શંકા કરે કે, જ્યારે કઈ વસ્તુને જાણવાનું નામ જ્ઞાન છે તો પછી જ્ઞાનનાં ભેદ શા માટે કરવામાં આવ્યાં ? આ કથનને ઉત્તર એ છે કે, જ્ઞાન તે વાસ્તવમાં એક જ છે, પરંતુ કર્મોને પશમ તથા ક્ષયની ભિન્નતાને કારણે જ્ઞાનનાં પણ ભેદ કરવામાં આવેલ છે. જ્ઞાનનાં મતિજ્ઞાન, શ્રુતિજ્ઞાન,