________________
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ–૪૩ મે બેલ
[ ૧૭૭
સમ્યકત્વ પરાક્રમ બાલ સેંતાલીસમે (ચાલુ)
પરમાત્માના શરણે જવાનો અને આત્માનો ઉદ્ધાર કરવાનો એક માર્ગ સેવામાર્ગ પણ છે. સેવામાગે ચડી આત્માને ઉદ્ધાર કેવી રીતે થાય છે એ વાત નંદિસેન મુનિના દષ્ટાન્તમાંથી મળે છે. નંદિસેન મુનિએ સેવાને જે માર્ગ લીધે હતા તે આપણું માટે આદર્શ છે. મુનિની સેવા આદર્શ હતી.
નંદિસેન મુનિ તે રાગી સાધુવેશધારી દેવને પિતાના ખંભા ઉપર ઉપાડી નગરમાં લાવ્યા. નગરજને તે રોગી દેવના શરીરમાંથી નીકળતી દુર્ગન્ધને કારણે વિરોધ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આવા રેગીને નગરમાં લઈ જઈ બીજાને રેગી બનાવી શકાય નહિ. નગરજનને વિરોધ જોઈ મુનિની સ્થિતિ કેવી કઢંગી બની ગઈ હશે? આ વિપરીત અવસ્થામાં મુનિના મનમાં અનેક પ્રકારનાં તર્ક વિતર્કો પેદા થાય એ સ્વાભાવિક છે. પરંતુ તેમણે કઈ પ્રકારનાં ખોટાં તર્કવિતર્ક ન કર્યો પરંતુ સમભાવે નગરજનનાં વચન સાંભળતા રહ્યા. મુનિએ મનમાં વિચાર કર્યો કે, હું નગરજનોને પણ દુઃખી કરી શકું નહિ અને આ રોગી સાધુની સેવા પણ કરવી છોડી શકે નહિ. હે પ્રભો ! આવી વિકટ સ્થિતિમાં હું શું કરું ?
નંદિસેન મુનિ આ પ્રમાણે મનમાં વિચાર કરી રહ્યા હતા. એટલામાં સાધુવેશધારી દેવે પણ વિચાર કર્યો કે, “ આવી વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં પણ સેવાભાવ વિષે આ મુનિના હૃદયમાં પહેલાંના જેટલો જ દઢ વિશ્વાસ છે. વાસ્તવમાં આ મુનિવરની સેવાભાવના અતિ ઉચ્ચ છે. ઇન્દ્ર મહારાજે આ મુનિની સેવાની જેવી પ્રસંશા કરી હતી તેવીજ તેમની સેવા પ્રશંસાપાત્ર છે.” આ પ્રમાણે વિચાર કરી તે સાધુરૂપધારી દેવ, સાધુવેશને ત્યાગ કરી પિતાના વાસ્તવિક રૂપમાં નીચે ઊતર્યો અને મુનિના પગે પડી કહેવા લાગ્યો કે, હે મુનિપુંગવ! આપની સેવાભાવનાની પ્રશંસા ઇન્દ્ર મહારાજે કરી હતી તેવા જ આપ સેવામૂર્તિ છો. આપે સેવા-સુશ્રુષા દ્વારા દેવને પણ જીતી લીધા છે. સેવા કરનાર દેવોને પણ જીતી શકે છે. આ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
'देवा वि तं नमस्सन्ति जस्स धम्मे सया मणो અર્થાત–જેમનું મન ધર્મમાં સદા અનુરક્ત છે તેમને દેવો પણ નમસ્કાર કરે છે. વૈયાવૃત્ય-સેવા કરનાર વ્યક્તિની આગળ દેવ પણ નતમસ્તક થઈ જાય છે, તો પછી સાધારણ લેકે સેવાભાવીને નમસ્કાર કરે તેમાં આશ્ચર્ય શું? સેવાભાવી વ્યક્તિએ મનમાં કઈ પ્રકારનું છળકપટ રાખવું ન જોઈએ તેમજ સેવા કરતી વખતે કોઈ પ્રત્યે ધૃણુ–ભાવ પણ રાખવો ન જોઈએ. જેમના મનમાં વિકાર ભાવ હેતું નથી તેમની સેવા દેવો પણ કરે છે. એટલા માટે મનને પવિત્ર રાખે.
નંદિસેન મુનિના મનમાં કપટભાવ ન હતો તેમ ઘણુભાવ પણ ન હતો એ કારણે તેમની સેવાવૃત્તિ સફલીભૂત થઈ. કથામાં નંદિસેન મુનિના જીવન-ચરિત્ર વિષે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ તે બધી વાતોને વિસ્તારના ભયે અત્રે ન કહેતાં સંક્ષેપમાં એટલું જ કહેવું ઉચિત જણાય છે કે,
૨૩