________________
૧૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારખી
માત્મા પ્રત્યે પ્રાર્થના જ શા માટે કરવામાં આવત ? આ ઉપરથી અત્રે ઉપસ્થિત થાય છે કે, જો પરમાત્મા પ્રત્યે ઉત્તમ સમાધિ આપે એવી આવે છે તે શું જૈનશાસ્ત્ર પરમાત્માને કર્તા તરીકે માનતા નથી એ વાત ખાટી છે?
ખીજી શૂકા એ પ્રાર્થના કરવામાં
આ કથનના ઉત્તર એ છે કે, જે પ્રમાણે ધડાને અનાવનાર તરીકે કુંભારને કર્તા માનવામાં આવે છે, તે જ પ્રમાણે જો પરમાત્માને કર્તા તરીકે માનવામાં આવે તે એ વાત તે બુદ્ધિ, તર્ક તથા ન્યાયથી પ્રતિકૂલ છે. પરંતુ પરમાત્મા નિમિત્તરૂપે કર્તા છે એ વાતને સ્વીકાર કરવામાં વાંધા જણાતા નથી. કુંભાર ઘડાને બનાવે છે પરંતુ જ્યારે તેને ચાક, ઈંડ આદિની સહાયતા પ્રાપ્ત થાય છે ત્યારે જ તે ઘડાતે બનાવી શકે છે. આ પ્રમાણે કુંભાર ધડાના કર્તા છે પરંતુ સાથે સાથે ચાક, દંડ આદિ પણ ધડાના નિમિત્તરૂપે કર્યાં છે. આ જ પ્રમાણે કુંભારની માફક મુખ્ય કર્તા તે। આત્મા જ છે. પરંતુ જે પ્રમાણે ધડા બનાવવામાં ચાક–દંડ આદિ નિમિત્ત કર્તા છે તે જ પ્રમાણે પરમાત્મા પણ નિમિત્ત કર્તા છે. આ વાતની સાક્ષી અનેક શાસ્ત્રો દ્વારા આપી શકાય એમ છે. જો પરમાત્મા નિમિત્તરૂપે કર્તા ન હત તે હે પ્રભુ!! મને ઉત્તમ સમાધિ આપે! ' એ પ્રકારના શાસ્ત્રમાં ઉલ્લેખ આવત નહિ. આ શાોલ્લેખ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, પરમાત્મા નિમિત્તરૂપે કર્તા છે અને એ જ કારણે ભક્તજન પેાતાની લઘુતાને પરિચય આપી પરમાત્માને સંબોધીને કહે છે કે, “ હું પ્રભા ! તું કરૂણાનિધાન તથા દીનબન્ધુ છે એટલા માટે મારી પ્રાર્થનાનેા સ્વીકાર કરી મારાં કષ્ટો દૂર કરે. હું સંસારની અગ્નિમાં બળી રહ્યો છું ! મને સંસારાગ્નિમાંથી ઉગારે. સંસારાગ્નિમાંથી બચાવવા માટે હે પ્રભુ!! તું જ સમર્થ છે. હે પરમાત્મા ! હું અનંત અવશુણાના ભડાર છું, એટલા માટે મારા અવગુણા ઉપર હું વિચાર કરું છું તે મને નિરાશા થાય છે પરંતુ જ્યારે હું તારા અધમેહારકનું બિરુદ વિષે વિચાર કરું છું ત્યારે મને અનેક નિરાશાઓમાં પણ તારા તરફથી આશાનું એક કિરણ મળે છે. હે પરમાત્મા ! તું અશરણને શરણ છે, હું તારા શરણે આવેલા છું, મારું રક્ષણ કરો. ’
શીતલ ચંદનની પરે, જપતા નિશદિન જાપ; વિષય કષાયની ઊપની, મેટા ભવદુ:ખ તાપ.
‘હે પ્રભો ! જે પ્રમાણે અગ્નિના તાપથી ખળતા માણસ બહાર નીકળવાની ઈચ્છા કરે છે તે જ પ્રમાણે હું પણ વિષયકષાયની આગમાંથી બહાર નીકળવા ચાહું છું.'
પરમાત્મા નિમિત્તરૂપે સંસારાગ્નિમાંથી બહાર કાઢનાર છે. પ્રત્યેક કામમાં નિમિત્તની સહાયતા હૈ।વી આવશ્યક છે. નિમિત્તની સહાયતા વિના કાઇ કામ થઈ શકતું નથી. ઉપાદાન કે કર્તા ગમે તે હેા પરંતુ કામ કરવા માટે નિમિત્ત તે। હાવું જ જોઇએ. કુંભાર હાય અને માટી પણ હાય, પરંતુ ચાક કે દંડની સહાયતા વિના ઘડા બની શકે નહિ. આ જ પ્રમાણે ભક્ત કહે છે કે, “ હે પ્રભ!! તારા શરણે આવ્યા વિના અને તારી સહાયતા વિના હું આ સંસારાગ્નિમાંથી બહાર નીકળી શકું નહિ. એટલા માટે હું તારા શરણે આવેલ છું. તું મને સંસારાગ્નિમાંથી બહાર કાઢ.
t
..
પરમાત્માના શરણે જવાથી આત્માના ઉદ્ધાર કેવી રીતે થાય છે એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવું છુંઃ—