SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ ચાતુર્માસ ] પ્રાર્થના-વિચાર વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ ભાદરવા સુદી ૧૩ ગુરુવાર પ્રાર્થના શ્રી “દરથ” નૃપતિ પિતા, “નન્દા થારી માય; રામ રામ પ્રભુ મેં ભણી, શીતલ નામ સુહાય. જય જય જિન ત્રિભુવન ધણી. ૧ –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પરમાત્માનો જય જયકાર થાઓ એમ કહેવામાં આવ્યું છે. જે હદયથી પરમાત્માને જય ચાહવામાં આવે તે પછી પિતાની ઈચ્છાને છોડી દેવી જોઈએ. આત્મા અનંતકાળથી પિતાનો જય ચાહે છે અને તે માટે જ કામ-ક્રોધાદિનો આશ્રય લે છે. પણ આ પ્રયત્નથી આત્માને સફળતા મળી નથી અને તેનો જયકાર થયો નથી. એટલા માટે પિતાના જયની ઈચ્છા છેડી પરમાત્માના માં જ પોતાનો વિજય રહેલો છે એમ માની પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ કે, “હે પ્રભ! મને જય મેળવતાં અનન્તકાળ ચાલ્યો ગયો, છતાં મને જ્ય મળ્યો નહિ. ઊલટો હું કામ-ક્રોધાદિમાં ફસાઈ ગયે એટલા માટે હું મારા જયની ઈચ્છા છોડી તારે જ જય ચાહું છું. તારો જય ચાહવામાં કામ-કોધાદિને જરાપણ સ્થાન નથી. પણ ત્યાં તો ક્ષમા, શક્તિ અને નિર્લોભતાને જ સ્થાન છે. એ ક્ષમાદિ ગુણોની મને પ્રાપ્તિ થાય એટલા માટે હે પ્રભો! હું તારો જ જય ચાહું છું. હે પ્રભો ! મારામાં એવી ભાવના દઢ થાય કે, જ્યાં હું ક્ષમા, નિર્લોભતા આદિ ગુણને જોઉં ત્યાં તારો જ જય થઈ રહ્યો છે એમ માની પ્રસન્ન થાઉં. આવા સદ્દગુણો તરફ ઠેષ કરવો એ તારો દેષ કરવા સમાન છે અને સદ્દગુણો તરફ પ્રેમ રાખવો એ તારી સાથે પ્રેમ કરવા બરાબર છે એમ માની સદ્દગુણોને જોઈ હું દ્વેષ ન કરું, પણ સદ્દગુણ જોઈ તારે જય માનું એ વાતનું મને હમેશાં ધ્યાન રહે. આ પ્રમાણે હે પ્રભુ ! તારા જયમાં જ મારે જય રહેલે છે એમ માનું તે તેમાં મારું કલ્યાણ જ છે.” ભક્તજનના આ કથન ઉપરથી કાઈ એમ કહે કે, જેનશાસ્ત્ર ઇશ્વરને કર્તા તરીકે સ્વીકારતા નથી તો પછી આ પ્રાર્થનામાં પરમાત્માને કર્તા કહીને શા માટે સંબોધન કરવામાં આવ્યું છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે, કે જેમણે જેન દૃષ્ટિનો અભ્યાસ કર્યો છે તે સારી રીતે જાણી શકે છે કે, ઈશ્વરને કર્તા કહેવા એ ઠીક છે કે નહિ? જેન સિદ્ધાંત અનેકાન્તવાદથી યુક્ત છે. અનેકાન્તવાદની દૃષ્ટિએ પરમાત્મા કેઈ અપેક્ષાએ કર્તા પણ છે અને કેઈ અપેક્ષાએ કર્તા પણ નથી. આ વાતનું પ્રમાણ એ છે કે, આપણે સામાયિક કરતી વખતે લેગસ્સના પાઠમાં બેલીએ છીએ કે – ___आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दितु। चन्देसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु। આ પાઠમાં કહેવામાં આવ્યું છે કે, હે પ્રભો ! મને ઉત્તમ સમાધિ આપો ! જે પરમાત્મા કાંઈ આપતા જ ન હોત તે “હે પ્રભો! મને ઉત્તમ સમાધિ આપો !” એવી પર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy