________________
૧૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ મોરબી
કરે છે. તે પ્રજાને સડાન સેવક છે. આપણે લાકે તેમની જ પાસા ની
હતી
?
વાત સહેતાં પણ ફટકાર મળે છે અને નહિ સહેતાં પણ ફટકાર મળે છે. જે સેવક સ્વામીની પાસે ઊભો રહે છે તે સ્વામી તેને નિર્લજ કહે છે અને દૂર ઊભો રહે છે તે કામને ચોર કહે છે. આ પ્રમાણે સ્વામીની સમીપ ઊભા રહેવાથી પણ ઉપાલંભ મળે છે અને દૂર ઊભા રહેવાથી પણ ઉપાલંભ મળે છે. આ બધી વાતોને કારણે જ એમ કહેવામાં આવ્યું છે કે, સેવાધર્મ યોગીઓને માટે પણ અગમ્ય છે. સેવાકાર્ય કરવું બહુ જ કઠિન છે. મહાન કાર્યનું ફળ પણ મહાન મળે છે. સાચી સેવા કરવાથી તીકરપદની પ્રાપ્તિ થાય છે. તીર્થકરપદને પ્રાપ્ત કરવું એ જ સેવાનું મહામાં મહાન ફળ છે.
જે વ્યક્તિ ઉપર સેવાને જેટલે ભાર છે તે વ્યક્તિ પિતાની શક્તિ પ્રમાણે જેટલી વધારે સેવા કરે છે તે તેના પ્રમાણમાં મોટે સેવક છે. રાજા મહારાજા પણ એક રીતે પ્રજાના સેવક જ છે. કારણ કે, તેમની ઉપર પ્રજાની સેવા કરવાનો ભાર રહેલું છે. પ્રજાની સેવા કરવી એ રાજા-મહારાજાને ધર્મ છે. જે રાજા મહારાજા પ્રજાની સેવા કુશળતાપૂર્વક
લેકે તેમની જ પ્રશંસા કરીએ છીએ કે જેઓ વધારેમાં વધારે સેવા કરે છે. જે પ્રમાણે પ્રજાની સેવા કરવી એ રાજાનું કર્તવ્ય છે તે જ પ્રમાણે રાજાની સેવા કરવી એ પ્રજાનું કર્તવ્ય છે. રાજ્યના નીતિ-નિયમનું બરાબર પાલન કરવું એ જ રાજાની સેવા કરવા બરાબર છે. તમે લેકે જ્યારે ન્યાય-નીતિનું બરાબર પાલન કરે, પરધનને ધૂળ સમાન અને પરસ્ત્રીને માત સમાન માને ત્યારે જ એમ કહી શકાય કે તમે રાજાની સેવા કરી રહ્યા છે. જો તમે પરધનને ધૂળ સમાન અને પરસ્ત્રીને માતાસમાન માનવાની ન્યાય—નીતિ જીવનમાં અપનાવો તો તમે જનસમાજની તથા પિતાની સેવા પણ કરી શકશે, અને સાથે સાથે આત્મકલ્યાણ પણ સાધી શકશે. જે તમારામાં પરધનને લૂંટવાની કે પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ફેંકવાની ભાવના ન હોય તે તમને દેવ પણ સેવાધર્મથી ચલિત કરી શકે નહિ, કારણ કે તે દિશામાં તમારામાં સાચી સેવાભાવના પ્રગટી હશે. જેનામાં સાચી સેવાભાવના હોય છે તેમને જેમ નંદિસેન મુનિને દેવ વિચલિત કરી ન શકો તેમ દેવ વિચલિત કરી શક્તા નથી.
સેવા કરવી એ પણ તપ છે. વૈયાવૃત્ય-સેવાને આત્યંતર તપમાં ગણવામાં આવેલ છે. બાહ્ય તપ કરતાં આત્યંતર તપદ્વારા આત્માની વિશેષ શુદ્ધિ થાય છે. મહાવીર ભગવાને તપની મહિમા ખૂબ બતાવેલ છે. તપશ્ચરણદ્વારા આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે. આત્માનું કલ્યાણ કરવા માટે તપશ્ચરણ કરવું એ પણ અમેઘ સાધન છે. જે વ્યક્તિ તમાર્ગને અપનાવી પિતાની તથા જગતની સેવા કરે છે તે સ્વ-પરનું કલ્યાણ સાધી શકે છે. સેવા એ તે આત્મા અને પરમાત્મા વચ્ચે સંબંધ જોડનારી સાંકળ છે. આ સેવાની સાંકળદ્વારા આત્મા અને પરમાત્મા વચ્ચે સંબંધ બાંધે છે તેમાં કલ્યાણ જ રહેલું છે.