________________
- થાઈ કા.
*
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૪૩ મો બોલ [ ૧૭૩ પ્રમાણે વિચાર કરી તેમણે દેવને કહ્યું કે, આપ નગરમાં જ ચાલે તો? દેવે જવાબમાં કહ્યું કે, મારા પગમાં ચાલવાની શક્તિ હોત તો મારે તમારી સહાયતાની પણ જરૂર ન રહેત. નંદિસેન મુનિએ કહ્યું કે, મારા પગ પણ આપના જ છે ને ? આપ મારા ખંભા ઉપર બેસી જાઓ. હું તમને ઉપાડીને નગરમાં લઈ જઈશ. દેવે ઉત્તર આપ્યો કે, મારા હાથમાં પણ શક્તિ નથી એટલા માટે હું તમારા ઉપર કેવી રીતે ચડી શકું ? નંદિસેન મુનિએ . કહ્યું કે, કાંઈ વાંધે નહિ, હું પોતે જ તમને મારા ખંભા ઉપર ઉપાડી લઈશ.
જે સાચો સેવક હોય છે તે પોતાની શક્તિને બીજાની જ માને છે અને પિતાના તન-મનને પણ બીજાની સેવા કરવા માટે સમર્પિત કરી દે છે. જે સેવાને આ આદર્શ જનસમાજના હૃદયમાં અંક્તિ થઈ જાય તો આ સંસાર પણ સ્વર્ગ બની જાય.
નંદિસેન મુનિએ તે દેવને પિતાના ખંભા ઉપર ઉપાડી લીધા. તે દેવે નંદિસેન મુનિને સેવાની પ્રતિજ્ઞાથી ચલિત કરવા માટે પોતાના શરીરમાંથી દુર્ગન્ધમય રક્ત તેમજ પરૂની ધારા વહેવડાવી, પરંતુ નાદિસેન મુનિ સેવાની ભાવનાને દઢ કરતાં તે દેવના દુર્ગન્ધમય શરીરને નગરમાં ઉપાડીને લઈ ગયા. દેવના શરીરમાંથી નીકળતી દુર્ગધને કારણે તથા તે દેવની પ્રેરણાથી પ્રેરિત થઈ નગરજનો નંદિસેન મુનિને કહેવા લાગ્યા કે, તમે આવા રેગી માણસને નગરમાં લઈ જઈ શકે નહિ. નાદિસેન મુનિએ નગરજનેને કહ્યું કે, તમારું કથન ઠીક છે પરંતુ રોગી શરીરને નિરોગી બનાવવું અને રોગી શરીરની સેવા કરવી એ પણ કર્તવ્ય જ છે.*
તીર્થકર બનવું તે બધાંયને ગમતું હશે, પરંતુ તીર્થંકરપદ પ્રાપ્ત કરવા માટે સેવા કરવી ગમે છે કે નહિ તે જુઓ. સેવાકાર્ય કેટલું બધું કઠિન હોય છે તે વિષે કહ્યું છે કે
मौनान्मूक : प्रवचनपटुर्वातुलो जल्पको वा, क्षान्त्या भिरुयदि न सहते प्रायशो नाभिजातः । धृष्ट : पार्श्व वसति नियतं दूरतश्च प्रगल्भ :
सेवाधर्म : परमगहनो- योगिनामप्यगम्य: ॥ આ લેકનો સાર એ છે કે, સેવાધર્મ મોટા મેટા યોગી મહાત્માઓને માટે પણ અગમ્ય હોય છે. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કવિ કહે છે કે, જ્યારે સેવક ચૂપ રહે છે ત્યારે સ્વામી તેને મૂંગો કહે છે. સ્વામીનું આ કથન સાંભળી સેવક મનમાં વિચારે છે કે, મારાથી કઈ અનુચિત શબ્દ બોલાઈ ન જાય એટલા માટે હું ચૂપ રહેતે હતો પરંતુ ચૂપ રહેવાથી સ્વામી મંગે કહે છે એટલા માટે મારે બેલિવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સેવક બેલવા લાગે છે. તે સ્વામી કહે છે કે, સેવક તો બડબડ બહુ કરે છે, ચૂપ રહેતો જ નથી. આ પ્રમાણે સેવક ચૂપ રહે છે તો તેને મૂંગે કહેવામાં આવે છે અને બેલે છે તેને તે બકવાદી કહેવામાં આવે છે. જે સેવક સ્વામીની કઈ વાત શાંતિપૂર્વક સહી લે છે તે સ્વામી તેને ડરપોક કહે છે અને સ્વામીની વાત સાંભળી સામે જવાબ આપે છે તે સ્વામી તેને કુલહીન કહે છે. આ પ્રમાણે સેવકને સ્વામીની
* ન દિસેન મુનિના ઉદાહરણના બાકીના ભાગ માટે આગળ પાનું ૧૭૭ જુઓ,