SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ મોરબી નંદિસેન નામના એક મુનિ બહુ જ સેવાભાવી હતા. તેમની સેવાની પ્રશંસા ઈન્દ્રલેકમાં પણ પહોંચી અને ઈન્દ્ર પણ દેવસભામાં નદિસેન મુનિની સેવાની પ્રશંસા કરતાં કહ્યું કે, રાજકુમાર હોવા છતાં નંદિસેન મુનિ એવી સેવા કરે છે કે એના જેવી સેવા કરવી એ બીજાને માટે મુશ્કેલ જ છે. ઈન્દ્રનાં આ પ્રશંસાત્મક વચન સાંભળી એક દેવે વિચાર કર્યો કે, ઈન્દ્ર મહારાજ દેવોની સામે મનુષ્યની આટલી બધી પ્રશંસા શા માટે કરે છે? મારે તે સેવાભાવી મનુષ્યની પરીક્ષા કરવી જોઈએ. નંદિસેન મુનિ આખરે મનુષ્ય છે અને મનુષ્યના નાકમાં દુર્ગન્ધ જાય છે, એટલા માટે દુર્ગન્ધદ્વારા તેમને ગભરાવી મૂકવા સ્વાભાવિક તેમજ સરળ છે. આ પ્રમાણે વિચાર કરી તે દેવે નંદિસેન મુનિની સેવાભાવનાની પરીક્ષા લેવાને દઢ નિશ્ચય કર્યો. તે દેવ એક સાધુ સ્વાંગ ધારણ કરી નંદિસેન મુનિની જ્યાં સ્થિરતા હતી તેની પાસેના જંગલમાં સૂઈ ગયો. તે દેવે પિતાના શરીરને એવું ણ બનાવી દીધું કે, તેના શરીરના છિદ્રોમાંથી રક્ત-પરૂ વહેતું હતું. તે રા–પરૂમાંથી અસહ્ય દુર્ગન્ધ નીકળતી હતી. આ પ્રમાણે રેગી સાધુને સ્વાંગ ધારણ કરી તે દેવે નન્દિસેન મુનિની પાસે એવા સમાચાર મોકલાવ્યા કે, પાસેના જંગલમાં એક સાધુ ખૂબ જ બીમાર પડી ગયા છે. તેની કેઈસેવા કરનાર નથી અને એ કારણે તેઓશ્રી બહુ જ કષ્ટ ભોગવી રહ્યા છે. નન્દિસેન મુનિને આ સમાચાર મળતાં જે પોતે તે રોગી સાધુની સેવા કરવા માટે રવાના થયા. જતાં જતાં તેઓશ્રી મનમાં વિચારવા લાગ્યા કે, “મારા એ સદ્દભાગ્ય છે કે, મને સાધુ-સેવા કરવાનો આ અવસર મળ્યો છે. આ પ્રમાણે વિચાર કરી નંદિસેન મુનિ રેગી સાધુની સેવા કરવા માટે જંગલમાં ગયા. તેઓશ્રી તે કપટી વેશધારી રોગી સાધુની તરફ જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ રેગ-પરૂની દુર્ગધ પણ વધારે વધારે આવતી ગઈ. પરંતુ નંદિસેન મુનિ તે અસહ્ય દુર્ગધેથી ન ગભરાતાં રેગી સાધુની સમીપ પહોંચી ગયા. નંદિસેન મુનિને આવતા જોઈ તે સાધુરૂપધારી દેવ નારાજ થઈને કહેવા લાગ્યો કે, તમે આટલા બધા મોડા કેમ આવ્યા? હું કેટલું બધું દુઃખ સહી રહ્યો છું તેની તમને કાંઈ ખબર નથી ? સેવાભાવી નામ ધારણ કરી, સેવા કરવાના સમયે આટલે બધો વિલંબ કરે છે ? આ પ્રમાણે સાધુરૂપધારી દેવ નંદિસેન મુનિને ઉપાલંભ આપવા લાગ્યો. જો કે તે દેવે પિતાનું શરીર ધૃણોત્પાદક બનાવ્યું હતું અને તેના શરીરમાંથી અસહ્ય દુર્ગન્ધ પણ નીકળતી હતી, છતાં નંદિસેન મુનિ દુર્ગધથી નહિ ગભરાતાં તે દેવની સેવા કરવા માટે તેમની પાસે ગયા. પરંતુ દેવની પાસે આવતાં દેવ તે ઉો નારાજ થઈ મુનિને ઉપાલંભ આપવા લાગ્યું. દેવને ઉપાલંભ સાંભળી નંદિસેન મુનિ તેમની ઉપર જરાપણું કુદ્ધ ન થયા પરંતુ વિલંબ થવાને કારણે ક્ષમા માંગવા લાગ્યા અને સેવા કરવાની આજ્ઞા આપવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. નંદિસેન મુનિની વાત સાંભળી દેવે કહ્યું કે, જોતા નથી મારું શરીર કેવું કૃશ, દુર્બળ અને અસ્વસ્થ બની ગયું છે! શરીરની સેવા કરવા સિવાય તમને બીજી શી આજ્ઞા આપવાની છે ? દેવની આજ્ઞા સાંભળી મુનિએ મનમાં વિચાર્યું કે, “જે હું નગરમાં દવા લેવા જઈશ તે આવાગમનમાં ઘણો વિલંબ થઈ જશે.” આ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy