________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ-૪૩ મા ખેલ
[ ૧૭૧
જૈનશાસ્ત્રોમાં તીર્થંકર પદ્મથી કોઈ મોટું પદ માનવામાં કે કહેવામાં આવેલ નથી. આ પદ બીજા કાઈ પુણ્યના ફળ સ્વરૂપ મળે છે એવું આ ૭૩ ખેલમાં ક્યાંય મારા જોવામાં આવ્યું નથી, પરંતુ વૈયાનૃત્ય-સેવાથી જ આ મહાફળ મળે છે એમ કહેવામાં આવ્યું છે. ભગવાને સેવાનું ફળ આટલું બધું બતાવ્યું છે. જે સેવાનું આવું મહાફળ પ્રાપ્ત થાય છે તે સેવા કરવામાં જો કાઇ કૂડકપટને વ્યવહાર કરે તે। એ તેની કેવી મૂર્ખતા કહેવાય ! જે સેવામાં છળકપટ કરે છે તે ગુલામીની સેવા કરે છે એમ સમજવું જોઈ એ. જે કાઇ પેાતાની કાઈ પ્રકારની સેવાને પરમાત્માની સેવા માનીને સેવા કરે છે, તે સેવા કરવામાં છળકપટને વ્યવહાર કરી શકે જ નહિ.
સેવા અનેક પ્રકારે થાય છે. ગ્રન્થામાં કહ્યું છે કે, ભરતજી તથા બાહુબલજી પૂર્વજન્મમાં પાંચસે મુનિએની સેવા કરતા હતા. તે મુનિએની બહિરંગ સેવા ભરતજી કરતા હતા અને અન્તરંગ સેવા બાહુબલજી કરતા હતા. આ સેવાના પરિણામે બાહુબલજીને શારીરિક બળ મળ્યું અને ભરતજીને ઋદ્ધિ-સંપદાનું બળ મળ્યું. સેવાનું આ ફળ બહિરંગ છે. સેવા દ્વારા જે ખીજું ફળ મળે છે તે ફળ તે ઘણું જ મહાન્ છે અને તેને માટે ભગવાને કહ્યું જ છે કે, વૈયાનૃત્ય--સેવા કરનાર તીર્થંકરનામગેાત્ર ખાંધે છે. ભગવાન ઋષભદેવને માટે પણ એમ કહેવામાં આવે છે કે, તેમણે જીવાનન્દવૈદ્યના ભવમાં એક મુનિની ધણી જ સેવા કરી હતી અને તે સેવાનું તેમને મહાફળ મળ્યું હતું.
શાસ્ત્રમાં જ્યારે મુનિને માટે પણ સેવા કરવાનું ખતાવવામાં આવેલ છે, ત્યારે તમારે સેવાકાર્યને કેટલું બધું અપનાવવું જોઈએ તેને વિચાર તમે પાતે જ કરી શકેા છે. કેટલાક લોકાને સામાયિક-પાષધ આદિ ધાર્મિક ક્રિયા કરવાની તા હાંશ હોય છે, પરંતુ સેવાનું કાર્ય કરવા પ્રત્યે અરુચિ હોય છે. અને જો કાઈ રાગીની સેવા કરવાને પ્રસંગ સાંપડે છે ત્યારે તેમને મુશ્કેલી જણાય છે. રાગી ઊલ્ટી-ઝાડા પણ કપડાંમાં જ કરી દે છે અને કાઈવાર રસ્તામાં ચક્કર ખાઈ પડી પણ જાય છે. આવા રોગી માણસની સેવા કરવી કેટલી મુશ્કેલ છે! છતાં જે સેવાભાવી લોકેા રાગીની સેવાને પરમાત્માની સેવા માની સેવા કરે છે તેમની ભાવના કેટલી બધી ઉચ્ચ હશે તેને પણ ખ્યાલ આવી શકે છે.
વાસ્તવમાં આ અખિલ સંસાર સેવાને કારણે જ ટકી રહ્યો છે. આ સંસારમાં જ્યારે સેવાભાવના એછી થઇ જાય છે ત્યારે તે ઉત્પાત થવા લાગે છે અને જ્યારે સેવાભાવનાની વૃદ્ધિ થવા પામે છે ત્યારે આ જ સંસારસ્વર્ગ સમાન બની જાય છે. એટલા માટે સેવાકા કરવામાં જરાપણ ઉપેક્ષા કરવી ન જોઇએ તેમજ સેવામાં છળકપટ પણ કરવું ન જોઇએ. જે વ્યક્તિ, માતાપિતા અથવા બીજા કાઇ માણસની સેવા કરવામાં ફૂડ કપટને વ્યવહાર કરવા છતાં પોતાને સેવાભાવી સેવક કહેવડાવે છે તે વાસ્તવમાં સેવક નથી પણ ઢાંગી છે. સાચેા સેવક તેા તે જ છે કે જે સેવા કરવામાં ફૂડકપટ કરતા નથી તેમજ સેવા કરવા પ્રત્યે ધૃણાભાવ બતાવતા નથી. સેવા કરવામાં ઘૃણાભાવ રહે તે। સાચી સેવા થઈ જ ન શકે.
મુનિને માટે કેટલી સીમા સુધી સેવા કરવાનું વિધાન બતાવવામાં આવેલ છે તે બતાવવા માટે એક જૈન ઉદાહરણ આપી સમજાવવાના પ્રયત્ન કરું છુંઃ