________________
૧૭૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[મેરબી
તેંતાલીસમ બેલ (૪૩) વૈચાવ મેતે ! બીજે ફ્રિ નાયરી - અર્થાત-હે ભગવાન! વૈયાવૃત્ય અર્થાત સેવાથી જીવાત્માને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કે –
वैयावच्चेणं तित्थयरनामगोत्तकम्मं निबन्धइ । ४३। અર્થાત–વૈયાવૃત્ય-સેવા કરનાર વ્યક્તિ તીર્થંકરનામગોત્ર કર્મ બાંધે છે.
વૈયાવચ્ચ-વૈયાવૃત્યને વ્યાવહારિક ભાષામાં-સેવા કહેવામાં આવે છે. વૈયાવૃત્ય એટલે સેવા. કેટલાક લેકે સેવા કરવી એ હકું કામ છે એમ માને છે. પરંતુ જ્ઞાની લેકે કહે છે કે, સેવાને હલકું કામ માનનાર વાસ્તવમાં પોતે જ હલ્ક રહે છે, અર્થાત તે ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત થતું નથી. સેવા એ હલકું કામ નથી, એ તો મહાન કામ છે. સેવા કરનારે મનમાં એમ માનવું જોઈએ કે, હું જે સેવા કરું છું તે પરમાત્માની જ સેવા કરું છું. આ પ્રમાણે માનીને જે સાધુ સ્વયંસેવકની માફક સેવા કરે છે તેમને માટે ભગવાને કહ્યું જ છે કે વૈયાવૃત્ય–સેવા કરનાર તીર્થકરના માત્ર બાંધે છે. જ્યારે બીજાની સેવા કરર્તી વખતે હું પરમાત્માની સેવા કરું એમ માનવામાં આવે છે ત્યારે તે સેવા કેઈ અને ખી-અનુપમ જ થાય છે.
કેટલાક લેકે સેવાના નામે બહારથી સેવાનો હેંગ બતાવે છે અને અંદરથી સાચી સેવા કરતા નથી. આવા લેકે વિષે જ્ઞાનીજનો કહે છે કે જેઓ કૂડકપટ કરી વાસ્તવમાં સેવા કરતા નથી પરંતુ સેવા કરવાને ટૅગ કરે છે, તે લેકે પરમાત્માની સેવા કરતા નથી પરંતુ ગુલામીની સેવા કરે છે. સાચી સેવામાં કોઈ દિવસ કૂડકપટને વ્યવહાર કરવામાં આવતો જ નથી. શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારની સેવા બતાવતાં કહ્યું છે કે –
(૨) આવિવા, (૨) ૩ઃ૨-ચારશ, (૩) ઘેર-ઘેથાવ, (૪) તવણી-વૈયાવચ, () સેવ-વૈયાવચ, (૬) નિહા-વૈયાવચ, (૭) જાવ, (૮) ૩૦-વૈયાવચ, (૨) સંઘ-વૈયાવચ, (૨૦) સાધર્મી વૈયાવચા
અર્થાત–સેવા દશ પ્રકારની છે –(૧) આચાર્યની સેવા, (૨) ઉપાધ્યાયની સેવા, (૩) સ્થવિરની સેવા, (૪) તપસ્વીની સેવા, (૫) શિષ્યની સેવા, (૬) ગ્લાન–રોગીની સેવા, (૭) ગણુની સેવા, (૮) કુલની સેવા, (૯) સંઘની સેવા, અને (૧૦) સહધર્મની સેવા.
આ દશ પ્રકારની સેવા બતાવવામાં આવેલ છે. આમાંથી આચાર્યની સેવા કરવાથી શું લાભ થાય છે? એ બતાવતાં કહેવામાં આવ્યું છે કે, આચાર્યની સેવા કરવાથી પ્રતિક્ષણ અનન્ત કર્મોનો ક્ષય થાય છે અને આખરે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે પ્રત્યેક વૈયાવૃત્ય-સેવા વિષે પ્રશ્નોત્તર કરવામાં આવેલ છે. અત્રે ગૌતમ સ્વામીએ સમુચ્ચયરૂપે વૈયાવૃત્ય-સેવાના ફલ વિષે ભગવાનને પ્રશ્ન પૂછયો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે, સેવા કરનાર તીર્થંકરનામગોત્ર કમને બાંધે છે.