SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ] સખ્યત્વ પરાક્રમ-૪૩ મો બેલ [૧૬૯ શાસ્ત્રમાં પરમાત્માનું સ્વરૂપ ઘણું જ વિસ્તાર–પૂર્વક બતાવવામાં આવેલ છે અને સાથે સાથે પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ બતાવવામાં આવેલ છે. શાસ્ત્ર કહે છે કે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે માત્ર પોતાના અન્તઃકરણને શુદ્ધ બનાવવું આવશ્યક છે. આત્માને બીજી વસ્તુઓની સાથે જે સંબંધ છે તે સંબંધ તે દૂરનો છે, પરંતુ પરમાત્માનો સંબંધ તે ઘણો જ સમીપનો છે. તેમ છતાં આત્મા સમીપના સંબંધને ભૂલી જઈ દૂરના સંબંધને પકડી બેઠો છે એ કેવી ગંભીર ભૂલ છે ! આ દુર્લભ માનવશરીર પ્રાપ્ત કરીને પણ જે આ ભૂલ દૂર કરવામાં ન આવી તે પછી તે ભૂલ કયારે દૂર થઈ શકશે? માનવ તે જાણે ઈશ્વરને સાક્ષાત પ્રતિનિધિ જ છે. આ માનવ શરીર શા માટે મળ્યું છે અને આત્મા શું કરી રહ્યો છે એ વિષે વિચાર કરવામાં આવે તે આત્માની ભૂલ તરતજ જણાઈ આવે. ભક્તજન આત્માની આ ભૂલને દૂર કરવા માટે જ પરમાત્માના શરણે જઈ પ્રાર્થના કરે છે કે, “હે પ્રભો ! મારી આ ભૂલ દૂર થાય એ જ હું ચાહું છું, બીજું કાંઈ ચાહત નથી.' પાપને કારણે આત્મા આ પ્રકારની જે ભૂલ કરે છે તે ભૂલ પરમાત્માની પ્રાર્થના દ્વારા દૂર થઈ જાય છે. શાસ્ત્રમાં પણ _____ तहारूवाणं अरिहन्ताणं भगवन्ताणं नामगोयस्स समणिया महाफलं । આ પ્રમાણે જ્યારે પરમાત્માના નામગોત્રનું સ્મરણ કરવા માત્રથી મહાફલ પ્રાપ્ત થાય છે, તો પરમાત્માની પ્રાર્થના કરવાથી તથા પરમાત્મ-ચિંતન કરવાથી કેટલું બધું ફલ પ્રાપ્ત થઈ શકે ? આ વાતને દૃષ્ટિમાં રાખીને જ ભક્તજન કહે છે કે, “હે પ્રભો ! જે પાપને કારણે મારાથી ભૂલ થઈ રહી છે તે ભૂલથાપન-પાપને દૂર કરવા માટે જ હું તારી પ્રાર્થના કરી રહ્યો છું.” આ પ્રમાણે પરમાત્માના શરણે જવાથી અને તેમની પ્રાર્થના કરવાથી આત્માનું કલ્યાણ થયા વગર રહેતું નથી. પરમાત્મા અશરણના શરણુ છે. શરણાગતને અવશ્ય શરણ આપે છે. પરમાત્મા કેવા છે તે વિષે કહ્યું છે કે અષ્ટ ગુણા કરી ઓળખે રે જોતિ સ્વરૂપ ભગવન્ત. અર્થાત–પરમાત્માએ આઠ કર્મોને નષ્ટ કરી આત્મસ્વરૂપ પ્રકટાવ્યું છે. આવા પરમાત્માના શરણે જવામાં એકાન્તરૂપે કલ્યાણ જ રહેલું છે. પરમાત્માના શરણે ગયા વિના આત્માનું કલ્યાણ થઈ શકે નહિ. ભગવદ્ભાષિત સૂત્રમાં પણ આત્માને કલ્યાણના માર્ગે જવાને ઉપદેશ આપવામાં આવ્યો છે એટલા માટે હવે શાસ્ત્રવચન દ્વારા કલ્યાણને માર્ગ બતાવવામાં આવે છે – સમ્યકત્વ પરાક્રમ–બેલ તેંતાલીસ જે સાધુ, સાધુવેશને ધારણ કરી કર્તવ્યપાલનમાં તત્પર રહે છે તે આત્મકલ્યાણ સાધે છે. સાધુવેશની શોભા વાસ્તવમાં સેવામાં રહેલી છે. નીતિકારેએ સેવાને પરમ ધર્મ માનેલ છે. સેવા પણ તપમાર્ગ છે. એટલા માટે વૈયાવૃત્ય (સેવાભાવ) વિષે ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે૨૨
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy