________________
૧૬૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી કરવો જોઈએ કે, મહાન ચક્રવતી પણ પિતાની ઋદ્ધિ-સંપદાનો ત્યાગ કરી જે વેશ ધારણ કરે છે તે જ વેશ મને પણ મળેલો છે, એટલા માટે મારે આ સાધુવેશની વિરૂદ્ધ કે તેને કલંક લાગે એવું કોઈ કામ કરવું ન જોઈએ. સાધુવેશની પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવાનો ભાર અમારી ઉપર પણ છે અને તમારી ઉપર પણ છે. કારણ કે તમે લેકે પણ ચતુર્વિધ તીર્થમાંના એક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
चउविहे संघे पण्णत्ते तंजहा समणाए, समणीए, सावगाए, साविगाए य ।
અર્થાતસાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે. એટલા માટે તમારે પણ એવું કંઈપણ કામ કરવું ન જોઈએ કે, જેને કારણે સંઘ કે શાસનની પ્રતિષ્ઠાને કલંક લાગે. તમારે તો સંઘ અને શાસનની પ્રતિષ્ઠા અને કીર્તિ વધવા પામે એવાં જ સુકાર્ય કરવાં જોઈએ.
જેમણે સાધુવેશ ધારણ કર્યો છે તેમણે એમ વિચારવું ન જોઈએ કે, હવે મારે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી, પરંતુ તેમણે એમ વિચારવું જોઈએ કે, બીજા લકે ભલે પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થઈ જાય પણ હું મારા કર્તવ્યને છોડી શકું નહિ.
શાસ્ત્રકારોએ જનસમાજને આ’ કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. આ કલ્યાણના માર્ગે જઈ અનેક સાધકોએ સ્વ-પરનું કલ્યાણ સાંધ્યું છે અને અનેક સાધકે કલ્યાણ સાધી રહ્યા છે. કલ્યાણના માર્ગે ચડી બધા લેકે સ્વ-પરનું આત્મકલ્યાણ કરે એ જ હૃદયગત ભાવના છે.
વ્યાખ્યાન : સંવત ૧૯૯૪ ભાદરવા સુદ ૧૧ સોમવાર
પ્રાર્થના કાકંડી” નગરી ભલી હે, શ્રી “સુગ્રીવ નૃપાથ; રામ” તસુ પટરાણી હો, તસ સુત પરમ કૃપાલ.
શ્રી સુવાધ જિનેશ્વર વદિયે હે. ૧
- -વિનયચંદ્રજી કે ભટકત ચોવીશી.
શ્રી સુવિધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્મા અને પરમાત્મા વચ્ચે જે અંતર છે તે અંતરને દૂર કરવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. આત્મા પિતાને ભૂલી જઈ, સંસારનાં પદાર્થોના ભ્રમમાં પડી જઈ દિનરાત સાંસારિક પદાર્થોની જ ઝંખના કર્યા કરે છે. પર પદાર્થોમાં રમણ કરવું અને સ્વ-પદાર્થને ભૂલી જવો એ જ આત્માની ભૂલ છે. આ ભૂલને ભૂલી જવા માટે આત્માએ પરમાત્માના શરણે જવું જોઈએ. પરમાત્માના શરણે જવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે.