________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૪૨ મો બોલ
[ ૧૬૭ રવાનું કારણ પૂછતાં તે શ્રાવિકાએ કહ્યું કે, મને વિષ્ણુએ ડંખ માર્યો છે અને ખની અસહ્ય પીડાને કારણે રાઈ રહી છે. આ કથન સાંભળી લેકેએ કહ્યું કે, જ્યારે વિષ્ણુએ ડંખ માર્યો ત્યારે તમે શાત કેમ બેસી રહ્યા? શ્રાવિકાએ ઉત્તર આપ્યો કે, હું તે વખતે સામાયિકમાં બેઠેલી હતી એટલે સામાયિકમાં કેમ રાઈ શકું ! આ પ્રમાણે તે શ્રાવિકા વિષ્ણુએ ડંખ માર્યો છતાં સામાયિકમાં મનને મજબૂત કરી બેસી રહી અને પિતાના અધ્યવસાયને દઢ રાખી શકી. આ પ્રમાણે વેશ આપત્તિકાલમાં અધ્યવસાયને નિશ્ચલ રાખે છે.
આજે સામાયિકને નિરપગી માનવામાં આવે છે અને કેટલાક લેકે સામાયિકક્રિયાની વિરુદ્ધ પણ લે છે, પરંતુ વાસ્તવમાં સામાયિકની વિરુદ્ધ કહેનાર લેકે ભૂલ કરે છે. કોઈ આપત્તિના સમયે સામાયિકધારા અધ્યવસાય નિશ્ચલ રહે છે. કેટલાક લોકોને સામાયિક-ક્રિયા સામાન્ય લાગે છે પરંતુ વાસ્તવમાં સામાયિક કેવી જીવનસાધક છે તે તે વખત આવ્યે ખબર પડે છે. જેઓ સામાયિક બરાબર નિયમિતરૂપે કરે છે તેઓ સામાયિકો પ્રભાવ કેવો હોય છે તે જાણી શકે છે. ઉદાહરણ તરીકે ચેરે હમેશાં આવતા નથી છતાં તિજોરીને હમેશાં તાળું દેવામાં આવે છે. જ્યારે તિજોરીને હમેશાં તાળું દે છે ત્યારે જ ચોર ચોરી કરવા આવે છે છતાં ધનની રક્ષા થઈ શકે છે. આ જ પ્રમાણે વેશથી પણ આપત્તિકાલમાં અધ્યવસાયની રક્ષા થાય છે એટલું જ નહિ પણ સાધુલિંગ પાંચેય સમિતિએનું પાલન કરાવવામાં સમર્થ થાય છે. સાધુવેશની મહત્તા બતાવતાં ભગવાને આગળ કહ્યું છે કે, સાધુવેશને ધારણ કરનાર સાધુ, પ્રાણી, ભૂત, જીવ, સવ આદિ બધાં પ્રાણીઓને વિશ્વાસપાત્ર બની જાય છે. આ સાધુવેશને ધારણ કરનાર સાધુ નિષિદ્ધ ઘરમાં પણ નિઃસંકોચ થઈ જઈ શકે છે. આજે સાધુવેશધારી લેકે ઉપર જે અવિશ્વાસ પેદા થએલો જોવામાં આવે છે તેનું કારણ કેઈક બીજું હશે, પરંતુ સાધુવેશ તે વિશ્વાસ પેદા કરવામાં સાધનભૂત જ છે.
સુવિહિત સાધુવેશ ઉપાદ્ધિને અલ્પ કરવામાં સાધનભૂત બને છે અને તે કારણે અનેક પ્રકારની ઝંઝટ પણ દૂર થઈ જાય છે. વેશધારી અલ્પ ઉપાદ્ધિ જ રાખી શકે છે અને આ પ્રમાણે તે અધિક સામાન સાચવવાની ઝંઝટોથી બચી જાય છે. સાધુવેશ છવને જિતેન્દ્રિય બનવાને પણ મૂક સંદેશ સંભળાવે છે. આ પ્રમાણે સાધુવેશ વિપુલ તપ–સંયમ આદિ સદ્દગુણોની પ્રાપ્તિ કરાવે છે તથા સદ્દગુણોનું સંરક્ષણ કરવામાં પણ સાધક નીવડે છે.
સુવિહિત સાધુવેશદ્વારા પેદા થતાં અનેક ગુણોમાંના પ્રત્યેક ગુણ વિષે અત્રે વિચાર કરવા માટે ઘણું સમયની આવશ્યકતા રહે છે, એટલા માટે સમુચ્ચયરૂપે અત્રે એટલું જ કહેવામાં આવે છે કે, સુવિહિત સાધુવેશદ્વારા અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે, અને જે લેકે સુવિહિત સાધુવેશને ધારણ કરી તેની પ્રતિષ્ઠા તેમજ રક્ષા કરે છે તેઓ પિતાનું તથા બીજાઓને આત્મકલ્યાણ સાધી શકે છે.
વળી સ્થવિર–વેશ ધારણ કરવો એ તે પરમાત્માના દરબારમાં બેઠક પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરવા સમાન છે. દરબારમાં બેસનાર લોકોએ પણ વેશના વિષે સાવધાની રાખવી પડે છે, તો પછી શું પરમાત્માના દરબારમાં બેસવા માટે વેશની સાવધાની રાખવી ન જોઈએ ? અવશ્ય રાખવી જોઈએ. સાધુવેશને સ્વીકાર કરી પ્રત્યેક સાધુએ એ વાતને વિચાર