SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરબી તાના ગુણવાળો હોય, પરંતુ જ્યાં સુધી તે સાધુલિંગ ધારણ ન કરે ત્યાં સુધી તેને પ્રકટમાં સાધુ કહી કે માની શકાય નહિ. એટલા જ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે –ો &િા પોચા–સ્ત્રો ઢિ પ્રયોગનમ્ ! અર્થાત–લેકમાં લિંગનું પ્રયોજન છે. લિંગથી એક તો સુવિહિત સાધુ માનવામાં આવે છે અને બીજું લિંગથી જ્ઞાન, દર્શન તથા ચારિત્રની પણ રક્ષા થાય છે. રજોહરણ તથા મુખવસ્ત્રિકા ની રક્ષા માટે જ રાખવામાં આવે છે. આ પ્રમાણે સાધુલિંગ પ્રશસ્ત છે. સાધુઓની પાસે જે કઈ ચીજ હોય તે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની રક્ષા માટે જ હોવી જોઈએ. જે ચીજ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ઘાતક હેાય તેવી એક પણ ચીજ સાધુ પિતાની પાસે રાખી ન શકે તેમ પિતાની પાસે રાખવી પણ ન જોઈએ. સાંભળ્યું છે કે, વાંકાનેરના મહારાજા સાહેબ એકવાર આપણી સમાજના નાગજી સ્વામીની પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે, “મહારાજશ્રી ! આપની પાસે કઈ કઈ ઉપાદ્ધિ છે?” નાગજી સ્વામીએ પિતાનાં બધાં ઉપકરણે બતાવી દીધાં. સ્વામીનાં ઉપકરણે જોઈ મહારાજા સાહેબ બહુ જ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે સાધુની પાસે જેટલી ચીજો હેવી જોઈએ તેટલી જ ચીજો તમારી પાસે છે. કહેવાનો આશય એ છે કે, સાધુલિંગ પ્રશસ્ત છે. એટલા માટે સાધુની પાસે ગુણ પેદા કરનારી ચીજે જ રહી શકે, અવગુણ કનારી ચીજે સાધુની પાસે રહી શકે નહિ. સાધુની પાસે એવી જ ચીજ હોઈ શકે કે જે ચીજ બીજા કોઈને ગમે ત્યારે બતાવવામાં સાધુએને મનમાં સંકોચ કરે ન પડે. ઉદાહરણ તરીકે, જો કોઈ સાધુ પાસે અરીસો કે દાંતીય હોય તે તે ચીજ બતાવવામાં સાધુને સંકોચ થાય અને તે ચીજ જઈને લેકે પણ સાધુને ઉપહાસ કરે. અરીસો કે દાંતી રાખવો એ સાધુને માટે વર્યું છે. આથી વિપરીત જે સાધુની પાસે શાસ્ત્ર હોય તો શાસ્ત્ર બતાવવામાં સાધુને કોઈ પ્રકારના સંકેચમાં પડવું ન પડે. શાસ્ત્ર એ તો સાધુતાનું ચિહ્ન તેમજ ભૂષણ છે. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહેતા હતા કે, શાસ્ત્ર એ તે જૈન સાધુને શણગાર છે. પ્રશસ્ત લિંગ ધારણ કરવાથી આત્મામાં વિશુદ્ધતા આવે છે તથા વિશુદ્ધતા વધવા પામે છે. પ્રશસ્ત સાધુલિંગથી સમકિતાદિ ગુણની વૃદ્ધિ થાય છે તથા આ ગુણોમાં આત્મા સ્થિર થાય છે. સુવિહિત વેશ તે જ સાધુ ધારણ કરી શકે છે કે, જેનામાં સમકિતાદિ ગુણ હેય છે. સાધુવેશથી સમકિતાદિ ગુણોની રક્ષા તથા વૃદ્ધિ થાય છે. સ્થવિરકલ્પીનો વેશ ધારણ કરવાથી બીજે છે લાભ થાય છે એ બતાવતાં ભગવાને કહ્યું છે કે, આપત્તિકાલમાં સાધુવેશ અધ્યવસાયને નિશ્ચલ રાખે છે. આપત્તિકાલમાં વેશ અધ્યવસાયને કેવી રીતે નિશ્ચલ રાખે છે એ વાત વિષે વિચારતાં મારા સ્વાનુભવનું અત્રે સ્મરણ થઈ આવે છે -- ઘડનદીમાં એક શ્રાવિકા સામાયિકમાં બેઠી હતી. સામાયિકના સમયે એક વિષ્ણુએ તે સ્ત્રીને ડંખ માર્યો. વિષ્ણુએ ડંખ માર્યો છતાં તે શ્રાવિકા સામાયિક પૂર્ણ ન થઈ ત્યાં સુધી ચૂપચાપ બેસી રહી, પરંતુ સામાયિક પૂર્ણ થતાં જ તે બૂમ પાડી રોવા લાગી. લેકેએ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy