________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ– ૨ મો બેલા
[ ૧૬૫
મુક્ત થવાના માર્ગે લઈ જાય છે અને કેઈક સમયે તે આત્માને પતિત થતાં પણ બચાવી લે છે. સાધુવેશ તો પ્રમાદરૂપી શસ્ત્રાસ્ત્રોનાં આઘાતથી બચવા માટે બખ્તરનું કામ કરે છે.
કેટલાક લેકે આધ્યાત્મિકતાને નામે સાધુવેશાદિની ઉપેક્ષા કરે છે પરંતુ આ તેમની ભૂલ છે. ભગવાને આપણું કલ્યાણ માટે જ સાધુવેશ ધારણ કરવાનું બતાવ્યું છે. સાધુવેશ ધારણ કરવાથી શો લાભ થાય છે? એ વાત તો અનુભવગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી, એટલા માટે ભગવાને કહ્યું છે કે, સાધુવેશ ધારણ કરવાથી જ આત્માને લઘુતાનો અનુભવ થાય છે. ' કહેવાનો આશય એ છે કે, સાધુવેશ ધારણ કરવાથી જીવાત્મા દ્રવ્ય તેમજ ભાવથી હકે બની જાય છે. દ્રવ્યથી તે તે ઉપકરણદિના ભારથી હલકે થઈ જાય છે અને ભાવથી પ્રમાદભારથી હલ થઈ જાય છે. શાસ્ત્રમાં સાધુ માટે જેટલાં ઉપકરણાદિ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે તેથી વિશેષ ભંડેપકરણદિને સાધુ પોતાની પાસે રાખી શકે નહિ. અને એટલા જ માટે સાધુ દ્રવ્યથી ઉપકરણદિના ભારથી હલકા બની જાય છે. સાધુની પાસે એવી કઈ ચીજ ન હોવી જોઈએ, કે જેના વિષે તેઓ પૂછવાથી જવાબ આપી ન શકે. સાધુની પાસે જે કઈ ચીજ હોય તે ચીજ સંયમમાં સહાયક અને મતલબની હોય. મતબલ વિનાની કોઈ પણ ચીજ સાધુની પાસે હોવી ન જોઈએ. જે ચીજદ્વારા ઈન્દ્રિયોના વિષયેનું પોષણ થાય અને સાધુતાનો હાસ થાય એવી ચીજ સાધુ રાખી શકે નહિ. સાધુ તે સંયમને સહાયક થાય અને સાધુતાની પુષ્ટિ થાય એવી જ ચીજ રાખી શકે અને તે પણ શાસ્ત્રવિહિત પરિમાણમાં. આ પ્રમાણે સાધુ દ્રવ્યથી અનેક ઉપકરણની ઉપાધિથી મુક્ત થઈ હલકે થઈ જાય છે અને ભાવથી ક્રોધાદિ કષાયનો ત્યાગ કરી હલકે થઈ જાય છે. સાધુલિંગને ધારણ કરનાર કોઈ વ્યક્તિ જે કદાચિત ક્રોધ કરવા લાગે તો શ્રાવક સાધુને એમ કહી શકે કે, મહારાજ ! આપ સાધુ છે તે તમે ક્રોધ કરે એ ઉચિત કહી ન શકાય. અમે તે ગૃહસ્થ છીએ, પરંતુ આપ તે ક્રોધાદિને જીતનાર સાધુ છો એટલા માટે તમે ક્રોધ કરે એ ઉચિત ન કહેવાય. આ પ્રમાણે શ્રાવકેના કથન માત્રથી ક્રોધ ન કરનાર સાધુ પણ કષાયથી બચી જાય છે અને સાધુવેશ હોવાને કારણે ક્રોધ, વિષય, કષાય, નિદ્રા આદિ પ્રમાદોથી બચી જાય છે. સુવિહિત સાધુવેશને કારણે જીવાત્મા પાપ તથા પ્રમાદથી બચી જાય છે અને કર્મગુરુતાના ભારથી હલકા બની જાય છે.
સાધુવેશ પ્રમાદને જિતવા માટે ધારણ કરવામાં આવે છે, પ્રમાદને વધારવા માટે નહિ. સરકાર પોતાના સીપાઈઓને શસ્ત્ર આપે છે તે વૈરી ઉપર વિજય મેળવવા આપે છે, વૈરીઓથી પરાજિત થવા માટે સરકાર સીપાઈઓને શસ્ત્ર આપતી નથી. આ જ પ્રમાણે સુવિહિત વેશ પણું પ્રમાદને જિતવા માટે પહેરવામાં આવે છે. આ સિવાય સાધુવેશ સાધુતાનું ચિહ્ન છે એટલા માટે પણ ધારણ કરવામાં આવે છે. જેમણે સાધુવેશ ધારણ કર્યો નથી તેઓ વ્યવહારમાં સાધુ કહેવાતા નથી. પ્રકટ વ્યવહારમાં તેઓ જ સાધુ કહેવાય છે કે જેમણે સાધુલિંગ ધારણ કર્યું હોય છે. ઉદાહરણ તરીકે કઈ પોલીસને માણસ હોય પરંતુ જો તે પિોલીસને પટ્ટો ન પહેરે તો કઈ તેને પોલીસ માનશે નહિ તેમજ તેને હુકમ પણ માનશે નહિ. ભલે તે પિલીસને છુપી પોલીસ માનવામાં આવે. પરંતુ પોલીસને પટ્ટો પહેર્યા વિના તેને પ્રકટરૂપે પોલીસને માણસ માની ન શકાય. આ જ પ્રમાણે કઈ અંદરથી ભલે સાધુ