SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી તે પહેલાંના દિવસે રાત્રે મને એવી ટાઢ લાગી કે ખૂબ ગોદડાં ઓઢવા છતાં પણ ઠંડી ઓછી ન થઈ, ત્યારે મારા માસીયાઈ ભાઈએ મને કહ્યું કે, કાલે તે દીક્ષા લેવાની છે અને આજે આવી કડકડતી ઠંડી લાગે છે તો પછી દીક્ષા લીધા બાદ ટાઢને કેવી રીતે રહી શકશે મેં જવાબમાં કહ્યું કે, કાલની વાત કાલે જોઈ લેશું. આજે તે મને બહુ જ ટાઢ લાગી રહી છે અને માનો કે આ ઠંડી મારી પરીક્ષા કરી રહી છે. - બીજે દિવસે મેં દીક્ષા લીધી. એ જ રાતના સમયે નદી કિનારે આવેલા એક મંદિરમાં અમે વાસ કર્યો. મંદિરનું દ્વાર નદીની સન્મુખ હતું અને ત્યાંથી સૂસવાટા કરતે પવન ફૂંકાતે હતા. મારા શરીર ઉપર કેવળ એક ગાતી–પછેડી હતી અને ઓઢવા માટે એક ચાદર હતી. એાઢવાનાં સાધને આટલાંજ હોવા છતાં મને ઠંડી લાગી નહિ અને રાત્રે નિદ્રા પણ એવી આવી ગઈ કે, રાત્રિ પૂરી ક્યારે થઈ તેની ખબર પણ ન પી જે કે ટાઢ તો તે દિવસે પણ પહેલાં જેટલી જ હતી. ડાં વસ્ત્રો પહેરવા છતાં મને ટાઢ ન લાગી તેનું કારણ વિચારતાં મારા મનમાં એવો વિચાર કું કે, કાલે હું સાધુલિંગમાં ન હતો તેથી ઘણાં ગોદડાં ઓઢવા છતાં મારી ટાઢ ઓછી ન થઈ અને આજે હું સાધુલિંગમાં છું અને તે કારણે આટલાં થોડાં વસ્ત્રો પહેરવા છતાં મને ટાઢ ન લાગી. આ સાધુવેશને જ પ્રતાપ છે. જ્યારે મેં દીક્ષા લીધી ત્યારે મારી ઉંમર વધારે ન હતી, છતાં મને એમ લાગતું હતું કે મારા મસ્તક ઉપરનો ભાર ઊતરી ગયો છે. જ્યારે નાની ઉંમરમાં પણ, સાધુવેશ ધારણ કરવાથી લઘુતાને અનુભવ થયો તે પછી જેઓ છ ખંડની ઋદ્ધિ-સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લેતા હશે તેમને લઘુતાનો કેવો અનુભવ થતો હશે! આ પ્રમાણે સાધુવેશ ધારણ ન કરવાથી જીવ ઉપર સંસારને ભાર રહે છે, પરંતુ સાધુવેશ ધારણ કરવાથી જીવ હલ્ક–લઘુ બની જાય છે. સાધુવેશ ધારણ કરવાથી જીવાત્મા હલ્ક બની જાય છે એ વાતનું પ્રમાણ બતાવતાં ભગવાન કહે છે કે, જ્યારે આત્મા હકે થાય છે ત્યારે તે પ્રમાદરહિત બની જાય છે. જે કે, પ્રમત્ત અવસ્થા છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે પરંતુ અહીં જે પ્રમાદરહિત હેવાનું કહેવામાં આવ્યું છે તેનો અર્થ એ છે કે, આત્મા સાધુલિંગ ધારણ કરતાં જ મદ, વિષય, કષાય આદિ પ્રમાદથી પૃથક્ થઈ જાય છે. સાધુલિંગ ધારણ કરવાથી જીવાત્મા પ્રમાદનું સેવન કરતાં અચકાય છે, અને કદાચ પ્રમાદનું સેવન થઈ જાય તે સાધુવેશનું ધ્યાન આવતાં જ તે પ્રમાદને ત્યાગ કરી દે છે. દાખલા તરીકે પ્રસન્નચન્દ્ર ઋષિએ સાતમા નરકમાં જવા યોગ્ય સંકલ્પ કર્યા હતાં, પરંતુ જ્યારે તેમણે પિતાના મસ્તક ઉપર હાથ મૂકે ત્યારે હું સાધુવેશમાં છું એવું ભાન થતાં જ તેઓ મૂળ સ્થિતિમાં આવી ગયા. તે રાજર્ષિ પણ આખરે સુવિહિત વેશના પ્રભાવે જ મૂળ સ્થિતિએ આવી શક્યા. સાધુવેશે જ તેમને નરકમાં જતાં બચાવ્યા. આ પ્રમાણે સાધુવેશ ધારણ કરવાથી આત્મા લધુતાને પામે છે. જો કે ભગવાને એ તે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ જે સાધુવેશ ધારણ કરવા છતાં પણ પોતાના પરિણામને સારાં રાખે નહિ તે તેની મતિ પ્રમાણે જ ગતિ થાય છે, પરંતુ સાધુવેશ આત્માને સ્થિર કરવામાં ઘણીવાર સહાયક બને છે અને એ જ કારણે એમ કહેવામાં આવ્યું છે કે, સાધુવેશ ધારણ કરવાથી આત્મા લઘુતાને પામે છે અને લઘુતાશીલ બની જીવાત્મા અપ્રમાદી બને છે. જો કે સાધુવેશ ધારણ કરતાં જ પ્રમાદ સર્વથા છૂટી જતો નથી, પરંતુ વેશ પ્રમાદથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy