SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૪૨ મો બોલ [ ૧૬૩ અત્રે સાધનદશા વિષે પ્રશ્ન પૂછવામાં આવે છે. સાધનદશા વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે – બેતાલીસમો બેલ (૪૨) રિજે મસ્તે ! નવે બિયર? અર્થાત–હે ભગવાન! સ્થવિર કલ્પના રૂપથી જીવને શું લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું છે કે – पडिरूवयाएणं लाघविय जणयइ लहुभूएणं जीवे अप्पमत्ते पागडलिंगे विसुद्ध समत्ते सत्त समिइ समत्ते पाण-भूय-जीव-सत्तेसु विससणिज्ज रूवे अप्पडिलेहे जिइंदिए विउलतव समिइ समन्नागए यावि भवइ ॥४२॥ ભાવાર્થ –પ્રતિરૂપતા (આદર્શતા-સ્થવિર કલ્પી–ની આંતર અને બાહ્ય ઉપાધિરહિત દશા) વડે જીવ લઘુતા-નમ્રતાને પામે છે, અને તે લઘુશીલ જીવ અપ્રમત્તપણે પ્રશસ્ત અને પ્રકટ ચિન્હોને ધારણ કરે છે. વળી તેવો જીવ નિર્મળ, સમ્યક્ત્વી અને સમિતિ સહિત બને છે તથા સર્વ જીવોને વિશ્વાસરૂપ જિતેન્દ્રિય અને વિપુલ તપશ્ચર્યાથી યુક્ત પણ થાય છે. ભગવાન કહે છે કે, પ્રતિરૂપતાથી અર્થાત્ સ્થવિરકપીને આદર્શ વેશ ધારણ કરવાથી જીવમાં હલ્કાપણું-લઘુતા–આવે છે. આત્મા ઉપાધિથી પિતાને શક્તિશાળી માને છે, પરંતુ જ્ઞાની કહે છે કે, ઉપાધિથી છવ શક્તિશાળી થતું નથી પરંતુ ભારી બને છે. જ્યારે જીવાત્મા પ્રતિરૂપ અર્થાત સ્થવિરકપીનું રૂપ ધારણ કરે છે ત્યારે તેનામાં હકાપણું આવે છે અને ભારીપણું મટી જાય છે. આ જ કારણે ચક્રવતી રજાએ છ ખંડના રાજ્યનું આધિપત્ય છોડી દઈ અને ધન્ના શાલિભદ્ર જેવા ઋદ્ધિમંત લકે પણ ઋદ્ધિસિદ્ધિને ત્યાગ કરી આ સાધુવેશને અપનાવતા હતા. આત્મામાં સાધુવેશ ધારણ કરવાથી લઘુતા આવવાને કારણે જ સમૃદ્ધ લેકે ઋદ્ધિસિદ્ધિનો ત્યાગ કરતા હતા. આ સાધુવેશમાં એવું તે શું છે? એ વાત તમે લેકે જો બરાબર સમજી શક્તા ન હે તે એટલું તો અવશ્ય માનો કે, મગનો ચેન તિઃ સ ચાઃ અર્થાત જે માગે મહાન પુરુષ ગયા છે તે સન્માર્ગ ઉપર આપણે પણ ચાલવું જોઈએ. સાધુવેશ ધારણ કરવાથી શું લાભ થાય છે એ વિષે એમ વિચારે કે, કઈ માણસ અંદરથી ગમે તેવો સાધુ હોય પરંતુ જે તેણે સાધુપણાનો વેશ ધારણ કર્યો ન હોય તો શું તમે તેને સાધુ માનશે? તમે તેવા સાધુ માણસને સાધુ માનશે નહિ તેમજ વંદન પણ કરશો નહિ. જો કે કેવળ સાધુવેશ ધારણ કરવાથી કેઈ સાધુ બની શકતો નથી. પરંતુ નિશ્ચયનું કામ નિશ્ચયમાં થાય છે અને વ્યવહારનું કામ વ્યવહારમાં થાય છે. વ્યવહારમાં લિંગનું હોવું આવશ્યક માનવામાં આવ્યું છે અને એટલા જ માટે ગૌતમ સ્વામીએ સ્થવિર કપી સાધુનું લિંગ ધારણ કરવાથી આત્માને શો લાભ થાય છે. એવો પ્રશ્ન ભગવાનને પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને સાધુવેશ ધારણ કરવાથી એક લાભ તે એ બતાવ્યો કે, સાધુવેશ ધારણ કરવાથી જીવાત્મામાં લધુતા આવે છે. સાધુવેશમાં કેવી શક્તિ રહેલી છે એ વિષે મને પણ એક સ્વાનુભવ થએલો છે. જ્યારે મેં સાધુદીક્ષા લીધી ત્યારે શિયાળો હતો અને ઠંડી ખૂબ પડતી હતી. દીક્ષા લીધી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy