SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારી જંગમાં સમાવેશ થઈ જાય છે. સાંસારિક લેાકેા તે, કાષ્ટ સારી ચીજ જોઇને પ્રસન્ન થાય છે અને નિકૃષ્ટ વસ્તુ જોઇને તે પ્રત્યે ધૃણાભાવ પ્રગટ કરે છે; પરંતુ જે લેાકેા જગત શિરામણિ પરમાત્માના સાચા ભક્ત છે તે સારી વસ્તુ ઉપર રાગ કે મમત્વભાવ અને ખરાબ વસ્તુ ઉપર દ્વેષભાવ રાખતા નથી; કારણ કે વર્ગ તથા નરકવાળા જગના જે શિામણિ પરમાત્મા છે તેમના ભક્તને જગત્ની સારી કે ખરાબ વસ્તુ ઉપર રાગદ્વેષ કરવાનું કાઇ કારણ નથી. જો જગમાં સ્વર્ગને સ્થાન આપવામાં આવે અને નરકને બાતલ કરી દેવામાં આવે તે શું જગત્ત્ને ‘ જગત્ ' કહી શકાય ? સ્વર્ગ-નરક હાવાને કારણે જ જગત્ત્ને ‘જગત્ કે સંસાર' કહેવામાં આવે છે. પિંડ હેાવાને કારણે જ બ્રહ્માંડ છે. એટલા માટે સંસારમાં ખરાબ વસ્તુ કે ખરાબ માણસ શા માટે છે એમ કહી જ કેમ શકાય? તમે તમારા શરીર પ્રત્યે પણ જરા દ્રષ્ટિપાત કરેા તે તમને જણાશે કે, શરીરમાં પણ જે અશુચિ ગણવામાં આવે છે તે મલ-મૂત્ર પણ છે, અને મલ-મૂત્ર હાવાને કારણે જ શરીરનું કામ ચાલી રહ્યું છે. જો શરીરમાં મલ-મૂત્ર રહેવા ન પામે તેા કા વિત જ રહી ન શકે. જો કે મલમૂત્ર જોવા માત્રથી ધૃણાભાવ પેદા થાય છે પરંતુ શરીરની સ્થિતિ માટે અશુચિરૂપ મલ– મૂત્રની પણ આવશ્યકતા રહે છે. એટલા માટે શરીરમાં મલ-મૂત્ર શા માટે છે એવા પ્રશ્ન જ ઉપસ્થિત થઈ શકતા નથી. આજ પ્રમાણે નરક શબ્દ કર્ણકટુ કે ખરાબ લાગતા હોય, પરંતુ જ્ઞાનીજના કહે છે કે, જગતની સ્થિતિ માટે નરકનું હોવું પણ આવશ્યક છે. જગના શિશમણિ પરમાત્મા છે અને પરમાત્મા રાગદ્વેષ રહિત છે, તેા પછી જગજીવાએ પણ રાગદ્વેષથી રહિત હોવાના જ પ્રયત્ન કરવા જોઈ એ. સંસાર પ્રત્યે સમભાવ રાખવેા એ જ રાગદ્વેષથી રહિત થવાના સરળમાર્ગ છે. જો હૃદયમાં સમભાવ રાખવામાં આવે તે જગત કે જગજીવા પ્રત્યે રાગદ્વેષ પેદા થવાનું કાઇ કારણ નથી. જો કાઈ પ્રત્યે રાગદ્વેષ પેદા ન થાય પણ સમભાવ પેદા થાય તે જગત શિરામણ પરમાત્માના દર્શન સહજ રીતે થઈ શકે છે. કેટલાક લેાકા વિષમ દિષ્ટ રાખીને પણ પરમાત્માનાં દર્શન કરવા ચાહે છે અને પેાતાને મહાત્ મનાવવાના પ્રયત્ન કરે છે. પરંતુ આમ કરવું એ ગભીર ભૂલ છે. વિષમ દૃષ્ટિ રાખવાથી પરમાત્માનાં દર્શીન કદાપિ થઈ શકતાં નથી. વિષમ દૃષ્ટિને દૂર કરવા માટે જ શાસ્ત્રમાં ધપદેશ આપવામાં આવ્યા છે. શાસ્ત્રના ઉપદેશ-શ્રવણથી વિષમ દૃષ્ટિ કેવી રીતે દૂર થાય છે અને સમષ્ટિ કેવી રીતે પેદા થાય છે એ વાત હવે શાસ્ત્રદ્રારા સમજાવું છુંઃ— સમ્યક્ત્વ પરાક્રમ—બાલ બેતાલીસમે આત્મા જ્યારે ઉચ્ચ સ્થિતિને પામે છે ત્યારે તે બધાં સાધનેાના ત્યાગ કરી દે છે. સાધ્ય સિદ્ધ થયા બાદ સાધનાનેા ત્યાગ કરી દેવા ઠીક છે, પરંતુ જો સાધ્ય સિદ્ધ કર્યાં પહેલાં જ સાધતેને પરિત્યાગ કરી દેવામાં આવે તે મુશ્કેલી પેદા થાય છે. સાધનાને ત્યાગ તે આખરે કરવા પડે જ છે. પરંતુ સાધ્ય સિદ્ધ કર્યા બાદ જ સાધનાને ત્યાગ કરવામાં આવે તા લાભપ્રદ છે. એટલા માટે સાધ્યને સિદ્ધ કરી સાધનેાના પ્રપ ંચથી બચવું જોઇએ. સાધ્યને સિદ્ધ કરવા માટે સાધનેાની આવશ્યકતા માનવામાં આવી છે, એટલા માટે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy