________________
ચાતુર્માસ ] પ્રાર્થના–વિચાર.
[ ૧૬૧ સાધુ તે જિનકલ્પી પણ હોય છે અને સ્થવિરકલ્પી પણ હોય છે, એટલા માટે જે કઈ જિનકપીને જ સાધુ માને અને વિકલ્પીને સાધુ ન માને તે તે વિરાધક છે. તે જ પ્રમાણે જે સ્થવિરકપીને જ સાધુ માને અને જિનકલ્પીને સાધુ ન માને તે તે પણવિરાધક છે. બન્ને પ્રકારના સાધુઓને સાધુ માનવાની ઉદારતા રાખવી જોઈએ, તુચ્છતા રાખવી ન જોઈએ. ભગવાને જિનકલ્પી તથા સ્થવિરક૯પી બન્નેને સાધુ કહ્યા છે. ભગવાને કહ્યું છે કે, સ્થવિરક૯પી સાધુ વિના સંઘની સેવા થઈ શકે નહિ. સ્થવિરકલ્પી સાધુ ઉપર સંઘની સેવાને ભાર રહેલું છેએટલા માટે સંઘની સેવા બરાબર થઈ શકે એ વ્યવહાર સ્થવિરકલ્પી સાધુએ રાખવો જોઈએ. સ્થવિરકલ્પી સાધુ ઉપર સંઘનો ભાર રહે છે પરંતુ એ ભાર વહન કરવામાં શ્રાવકને સહકાર હેવો આવશ્યક છે. જે કઈ સાધુ ઉન્માર્ગે જતા હેય તે તેમને સન્માર્ગ બતાવો એ શ્રાવકનું કર્તવ્ય છે. જે સાધુ બગડે તે સંસાર બગડી જાય અને સાધુ સુધરે તે સંસાર સુધરી જાય. સંસારનું કલ્યાણ કરવાનું કામ સાધુઓના હાથમાં છે. સાધુઓને સુધાર કરવા માટે શ્રાવકે એ પણ પિતાનો સુધાર કરવો પડશે. જ્યાં સુધી શ્રાવકે પોતે સુધરશે નહિ ત્યાં સુધી તેમની અસર સાધુઓ ઉપર પડી શકશે નહિ. જનસમાજનું કલ્યાણ કરવું એ સરળ નથી. જનસમાજનું કલ્યાણ કરવા માટે સાધુઓએ સુધરવું પડશે અને સાધુઓને સુધારવા માટે શ્રાવકેએ સર્વપ્રથમ સુધરવું પડશે. સંક્ષેપમાં જીવન-સુધાર કરવામાં જ સૌનું કલ્યાણ રહેલું છે એટલા માટે પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનને સુધાર કરી પિતાનું તથા બીજાઓનું કલ્યાણ કરે એજ મંગલકામના છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ ભાદરવા સુદ ૧૦ રાવનાર
પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને દૂધણી, અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણું; મુઝ હેર કરે, ચંદ્ર પ્રભુ! જગજીવન અંતરજામી, ભવદુઃખ હરા, સુનિયે અરજ હમારી ત્રિભુવન સ્વામી.
–વિનયચંદ્રજી કુંભટ ચાવીશી.
ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્તજને પરમાત્માને “જગત શિરોમણિ” તરીકે સંબોધન કરી જય જયકાર કરે છે. જગત શિરોમણિ” શબ્દમાં ઘણો જ ગૂઢાર્થ રહે છે. જે પ્રમાણે % પાબ્દના ઉચ્ચારણમાં પંચ પરમેષ્ટિ મંત્રનું રહસ્ય સમાઈ જાય છે તે જ પ્રમાણે “જગત શિરોમણિ” સંબોધનમાં પરમાત્માના પર્યાયવાચી બધાં નામેનો સમાવેશ થઈ જાય છે.
“જગત” શબ્દમાં સકલ સંસારને સમાવેશ થઈ જાય છે. સ્વર્ગ–નરક આદિને પણ
૨૧