SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારી આ જ પ્રમાણે ભગવાન મહાવીરે તથા ભગવાન પાર્શ્વનાથે બન્નેએ એક જ મેાક્ષને માર્ગ બતાવ્યા છે. પરતુ બન્નેએ પેાતાના સાધુને માટે આવશ્યકતાનુસાર કલ્પ–મર્યાદા બાંધી હતી. ભગવાન પાર્શ્વનાથના સાધુએને અસ્થિતકહપી કહેવામાં આવ્યા છે અને ભગવાન મહાવીરના સાધુએને સ્થિતકલ્પી કહેવામાં આવ્યા છે. ભગવાન પાર્શ્વનાથે તથા ભગવાન મહાવીરે કાલ આદિના વિચાર કરીનેજ ૫–મર્યાદા બાંધી હતી. મર્યાદા બાંધવામાં તેમને પક્ષપાત કરવાનું કાઈ કારણ ન હતું. ભગવાને જે મર્યાદા બાંધી છે તે મર્યાદાનું શક્તિઅનુસાર અવશ્ય પાલન કરવું જોઇએ. જો પેાતાનામાં શક્તિ હોય અને વનમાં વસ્ત્ર વિના રહી શકાતું હાય તે! એ અવસ્થામાં જિનકલ્પી રહેવું ઉચિત છે. પરંતુ જો પોતાનામાં શક્તિ ન હોય તો સ્થવિરકલ્પનું પાલન કરવું જોઇએ. સ્થવિરકલ્પના સામાન્ય અર્થ એ છે કે, પોતે સંયમમાં સ્થિર રહે અને ખીજાને પણ સંયમમાં સ્થિર રાખે. વિરકલ્પીના આચારવિચાર, આહાર-વિહાર જ એવા હાવા જોઇએ કે જેથી પોતે સંયમમાં સ્થિર રહી શકે અને ખીજાને પણ સંયમમાં સ્થિર રાખી શકે. સ્થવિરકલ્પી તથા જિનકલ્પી એ બન્નેમાં અંતર છે એ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવવાના પ્રયત્ન કરૂં છું:- માનેા કે, એક ગાય વાછરડાવાળી છે અને બીજી ગાય વાછર્યા વિનાની છે. કદાચ એક વાઘ બન્ને ગયા ઉપર આક્રમણ કરે તે વાછરડા વિનાની ગાય તે પૂછડું ઉંચું કરી ભાગી જાય છે પરંતુ વાછરડાવાળી ગાયને તે પેાતાની તથા વાછરડાની– બન્નેની રક્ષા કરવાની હેાય છે. તે ગાય વાધથી પેાતાના બચ્ચાને બચાવે છે અને જ્યારે વાધ દૂર ભાગી જાય છે ત્યારે તે ગાય વાછરડાને મેાઢા આગળ કરી ચાલે છે. વાછરડાને સાથે લઈ ચાલવાને કારણે તે ગાયની ગતિ મંદ થઈ જાય એ સ્વાભાવિક છે. આમ હોવા છતાં આ સંસાર કેવળ વાછરડાવાળી ગાયેાથી કે કેવળ વાછરડાવિનાની ગાયેાથી જ ચાલી શકતા નથી, પરંતુ બન્ને પ્રકારની ગાયેાની સંસારમાં જરૂર રહે છે. આ જ પ્રમાણે સાધુ તે સ્થવિરકલ્પી પણ હોય છે અને જિનકલ્પી પણ હેાય છે. આ બન્ને પ્રકારના સાધુએમ એક તેજિનકલ્પી—કેવળ પોતાના આત્માનું જ કલ્યાણ કરે છે, અને બીજા—સ્થવિરકપી–પેાતાની સાથે બીજાનું પણ કલ્યાણ કરે છે. જેમનામાં શક્તિ હોય છે તેઓ વનમાં જઈને નગ્ન રહી શકે છે, અને અદ્રિપાણિ હોય તેા કરપાત્રમાં કાઈ એક ગૃહસ્થને ત્યાંથી ભેજન લઈને ભાજન કરી શકે છે. જેએ આ પ્રમાણે આત્મકલ્યાણ કરે છે તેમને માટે મેાક્ષ પણ સમીપ છે. પરંતુ જેમનામાં આવી શક્તિ હોતી નથી તેએ સ્થવિરકલ્પી થઇ આત્મકલ્યાણની સાથે સંસારને પણ સુધાર કરતાં વિચરે છે, એટલા માટે જિનપીની અપેક્ષાએ સ્થવિરકલ્પીને મેક્ષે જવામાં વિલંબ થાય એ સ્વાભાવિક છે. જિનકલ્પી તથા સ્થવિરી બન્નેનું ધ્યેય તે એક જ (મેાક્ષે જવાનું) હોય છે; પરંતુ મેક્ષે જવાની ગતિમાં અંતર હોય છે. જિનકલ્પીની અપેક્ષાએ સ્થવિરપીની મેક્ષે જવાની ગતિ મંદ હોય છે. શાસ્ત્રમાં સ્થવિરકલ્પની દશ મર્યાદાએ બતાવવામાં આવી છે. આ બધી મર્યાદાનું વર્ણન કરવાને અત્યારે અવકાશ નથી એટલા માટે સંક્ષેપમાં હું એટલું જ કહું છું કે, સ્થવિરકલ્પી સાધુ, દશ પ્રકારની મર્યાદાઓનુ સમુચિતરૂપે પાલન કરતાં પેાતાનું તથા બીજાનું કલ્યાણ કરીને મેાક્ષને પામે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy