________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–૪૨ મો બોલ
[ ૧૫૯
ભગવાન ઋષભદેવ તથા ભગવાન મહાવીરના સાધુઓ માટે સ્થિત કલ્પ બતાવવામાં આવેલ છે. જેમકે એક રોષકાળ પૂર્ણ થઈ ગયા બાદ તે જ સ્થાને સાધુએ રોકાવું કે નહિ તે એને માટે એમ કહેવામાં આવ્યું છે કે, ભગવાન ઋષભદેવ તથા ભગવાન મહાવીરના શાસનના સાધુઓ એક શેષકાળ પૂર્ણ થઈ ગયા બાદ તે જ સ્થાને કાઈ ન શકે, કારણ કે તેમને માટે તે સ્થાને વધારે રોકાવું મર્યાદા વિરુદ્ધ છે. જે આ પ્રકારની કોઈ મર્યાદા બાંધવામાં ન આવત તે વારંવાર કલેશકંકાસ થાત તથા મર્યાદાનું પાલન કરનાર સાધુઓનું સ્થાન મર્યાદાનું પાલન નહિ કરનાર સાધુઓ લઈ લેત. આ અવ્યવસ્થાને દૂર કરવા માટે સાધુઓને એવી મર્યાદા બતાવવામાં આવી છે કે, તેઓ એક શેષકાળથી વિશેષ એક સ્થાને
કાય નહિ. આ જ પ્રમાણે ચાતુર્માસ માટે પણ મર્યાદા બાંધવામાં આવી છે. શાસ્ત્રમાં ઉત્તમ, મધ્યમ તથા જઘન્ય એમ ત્રણ પ્રકારનાં ચાતુર્માસ કહેવામાં આવ્યાં છે. ચાતુર્માસ– ક૯૫ માટે એમ કહેવામાં આવ્યું છે કે, ચાતુર્માસનાં જેટલા દિવસ એક સ્થાને રહ્યા હોય તેથી બમણું દિવસ બીજે સ્થાને રહ્યા બાદ તે સ્થાને આવી શકે છે, તે પહેલાં આવી શકાય નહિ.
કેટલાક લેકે કલ્પ સંબંધમાં કહે છે કે, કલ્પ-મર્યાદામાં શું પડયું છે ? આ પ્રમાણે કહેનાર લોકોએ સમજવું જોઈએ કે, મહાપુરુષોએ જે કલ્પ-મર્યાદા બતાવી છે તે સહેતુક હેવાથી વ્યર્થ હોતી નથી. મર્યાદા બાંધવી વ્યર્થ છે એમ જેઓ કહે છે તેઓ મર્યાદાનું પાલન કરી ન શકવાને કારણે જ વ્યર્થ કહે છે, બાકી વાસ્તવમાં મર્યાદા બાંધવી વ્યર્થ નથી. મર્યાદા બાંધવા પાછળ તે મહાન ઉદ્દેશ તથા આશય રહેલું હોય છે.
શેષકાળ તથા ચાતુર્માસની મર્યાદા જેમ બાંધવામાં આવી છે, તે પ્રમાણે વસ્ત્ર, પાત્ર, ભજન, સ્થાન આદિની પણ મર્યાદા બતાવવામાં આવેલ છે. આ મર્યાદા ભગવાન ઋષભદેવ તથા ભગવાન મહાવીરના સાધુઓ માટે જ છે. શેષ તીર્થકરના સાધુઓ માટે આવી મર્યાદા નથી. આ કથન ઉપરથી કોઈને એવી શંકા થાય કે, આમ કેમ ? આમાં તો એક પ્રકારના પક્ષપાત જણાય છે ! તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તે મહાપુરુષોએ કઈ પ્રકારનો પક્ષપાત કર્યો નથી, પરંતુ પિતાના જ્ઞાનમાં જઈને આવશ્યકતાનુસાર જ પરિવર્તન કરેલ છે. આવશ્યકતાનુસાર જ મર્યાદા બાંધવી ઉચિત છે એ વાત એક લૌકિક ઉદાહરણ દ્વારા સમજાવું છું –
એક શેઠને બે પુત્રો હતા. બન્ને પુત્રનાં લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં. બન્ને પુત્રવધૂએમાં એક વહુ તે જોઈ વિચારીને કામ કરે છે અને પોતાના કામની મર્યાદા પણ રાખે છે, પરંતુ બીજી પૂત્રવધૂ તો ઉટપટાંગ કામ કરે છે અને કોઈ પ્રકારની મર્યાદા રાખતી નથી. બીજી પુત્રવધૂની અવ્યવસ્થિત કાર્યપ્રણાલી જેઈ શેઠે તે પુત્રવધૂ માટે એવી મર્યાદા બાંધી દીધી કે, તે અમુક રકમથી વધારે ખરચ કરી શકે નહિ. પહેલી પુત્રવધૂ પહેલેથી જ સમજીવિચારીને મર્યાદાપૂર્વક કામ કરતી હતી એટલા માટે તેને એવી છૂટ આપવામાં આવી કે તે ઈચ્છાનુસાર ખરચ કરી શકે છે. શેઠે આ પ્રમાણે મર્યાદા બાંધીને શું કાંઈ અનુચિત કર્યું ? શેઠે એકને માટે મર્યાદાની આવશ્યકતા સમજી, તો તેને માટે મર્યાદા બાંધી દીધી અને બીજી માટે મર્યાદા બાંધવાની આવશ્યકતા ન લાગી તે તેને માટે મર્યાદા બાંધી નહિ. શેઠના હૃદયમાં કોઈના પ્રત્યે પક્ષપાત નથી. આમ છતાં કોઈ શેઠને પક્ષપાતી કહે છે તે તેની ભૂલ છે.