________________
* *
*
* *
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૪૧ મે બેલ
[ ૧૫૭ આ પ્રશ્નમાં સારા ભાવનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, ચૌદમા ગુણસ્થાનની શૈલેશી અવસ્થા વ્યવહારમાં તો સ્વતઃ અને નિશ્ચયમાં કરવાથી પ્રાપ્ત થાય છે. પ્રત્યેક ક્રિયા કર્તાના કરવાથી જ થાય છે. કર્તાના કર્યા વિના કોઈ ક્રિયા થઈ શકતી નથી. પરંતુ કેટલીક ક્રિયાઓ તો એવી હોય છે કે જે સમજમાં આવી જાય છે અને કેટલીક ક્રિયાઓ સમજમાં આવી શકતી નથી. ઉદાહરણ તરીકે પેટમાં જે દૂધ જાય છે તે રસભૌગ અને ખલેભાગમાં પરિણત થઈ જાય છે. જો કે આ પરિણતિ આત્માની શક્તિદ્વારા જ થાય છે, પરંતુ શું આ પરિણતિ કેવી રીતે અને કયારે થઈ એ વાત જલ્દી સમજમાં આવી જાય છે ? આત્માની શક્તિ વિના તો શરીરમાં આ પરિણમન ક્રિયા થઈ શકતી જ નથી. કોઈ મૃત શરીરના પેટમાં દૂધ કોઈપણ ઉપાયે પહોંચાડવામાં આવે તો શું તે દૂધ રસભાગ તથા ખલભાગમાં પરિણત થઈ શકશે ? નહિ. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આત્માની શક્તિ વિના શરીરમાં કઈ પ્રકારની પરિણુમનક્રિયા થઈ શકતી નથી; છતાં જે પ્રમાણે પરિણતિક્રિયાની ખબર આત્માને પડતી નથી, તે જ પ્રમાણે જ્યારે જીવાત્મા તેરમાં ગુણસ્થાનમાં જાય છે ત્યારે આ સદ્દભાવ-પ્રત્યાખ્યાનની સ્થિતિની પરિણતિ પણ વ્યવહારમાં સ્વતઃ જ થાય છે, પરંતુ નિશ્ચયથી તે કરવાથી જ થાય છે. આ પ્રશ્ન પણ તે અંતિમ અવસ્થાને લગતો જ છે. સદ્દભાવના પ્રત્યાખ્યાન પણ આત્માના કલ્યાણ માટે કરવામાં આવતી અંતિમ ક્રિયા છે. આ ક્રિયા કર્યા બાદ આત્માએ કઈ ક્રિયા કરવાની હોતી નથી. આ વાત ભલે આપણે જોઈ કે જાણું શકતા ન હોઈએ પરંતુ જ્ઞાની મહાત્મા તે આ વાત જુએ તથા જાણે જ છે.
વ્યાકરણની દૃષ્ટિએ આ પ્રશ્ન કર્તાને પણ લાગુ પડે છે. કોઈ વાત કર્તા પ્રત્યે હોય છે તો કોઈ વાત ભાવ પ્રત્યે પણ હોય છે. વ્યાકરણમાં કહ્યું પ્રયોગ તથા ભાવપ્રયોગમાં અંતર બતાવવામાં આવ્યું છે, પરંતુ આ અંતર બધાની સમજમાં આવી શકતું નથી. તું પ્રયોગ તથા ભાવપ્રયોગમાં શું અંતર છે એ બતાવવા માટે એક ઉદાહરણ પણ આપવામાં આવેલ છે કે, દેવદત્ત ચોળા પકાવે છે. આ ઉદાહરણને બે રીતે કહી શકાય. ક/પ્રયોગમાં તો દેવદત્ત ચળા પકાવે છે એમ કહેવાશે અને ભાવપ્રયોગમાં દેવદત્ત દ્વારા ચોળા પકવાય છે એમ કહેવાશે. આ ઉદાહરણમાં કહેવાનો આશય તે એક જ છે, પરંતુ કહેવાના આશયને બે રીતે કહી શકાય છે. આ જ પ્રમાણે સદ્દભાવ–પ્રત્યાખ્યાનના પ્રશ્ન વિષે પણ કÚપ્રયોગ તથા ભાવપ્રયાગને ઉપયોગ થઈ શકે છે. પરંતુ પ્રસ્તુત પ્રશ્નમાં કર્તાપ્રયાગને ઉપયોગ કરવામાં આવ્યો છે અર્થાત એમ કહેવામાં આવ્યું છે કે, આ ક્રિયા પણ આત્માના કરવાથી જ થાય છે. જે આત્મા ન કરે તો ક્રિયા પણ થઈ શકે નહિ... આ વાતને બતાવવા માટે જ સદ્દભાવ–પ્રત્યા
ખ્યાનથી જીવાત્માને શું લાભ થાય છે એમ પૂછવામાં આવ્યું છે. અહીં કતું પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ ક્રિયા વ્યવહારમાં સ્વતઃ જ થાય છે.
તમારા લેકેની સમજમાં કોઈ વાત ન આવે તો તમે મને પૂછી શકો છો. જે વાત તમને સમજવામાં નહિ આવતી હોય તે વાતને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ અને જો તેમ છતાં સમજમાં ન આવે તે સૂત્ર–સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ રાખી એમ માનો કે, જિન ભગવાને જે કાંઈ પ્રરૂપ્યું છે તે સત્ય જ છે. અમે છદ્મસ્થ હોવાને કારણે તે સત્ય વાતને