SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ રબી બૂત કર્યો. આ પ્રમાણે જનસમાજની નૈતિક ભૂમિકા તૈયાર કર્યા બાદ ભગવાને આત્મકલ્યાણ સાધવાને માર્ગ જનસમાજને બતાવ્યો. આત્મ-કલ્યાણ સાધ્યા વિના સાંસારિક બંધનોમાંથી મુક્તિ મળતી નથી. એટલા માટે ભગવાન પોતે આખરે દીક્ષિત બની પોતે આત્મ કલ્યાણ સાધે છે અને જનસમાજને પણ આત્મકલ્યાણને ઉપદેશ આપી તારે છે. ઋષભદેવ ભગવાન તીર્થકર હતા, અર્થાત્ ભગવાન પોતે સંસારસાગરને તરનારા તથા બીજાને તારનારા હતા. તીર્થકર ભગવાનની વાણી અમોઘ હોય છે. તેમની અમોઘવાણીનું શ્રવણ કરી છે આત્મકલ્યાણ સાધી સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થાય છે. તીર્થકર ભગવાનની વાણી કેવી અમેઘ તથા આત્મકલ્યાણ કરનારી હોય છે તે વાત હવે શાસ્ત્રારા સમજાવું છું. સમ્યકત્વ-પરાક્રમ-બેલ ૪૧ મે (ચાલુ) શાસ્ત્રમાં આત્મકલ્યાણ સાધવાનાં અનેક માર્ગો બતાવવામાં આવ્યાં છે. તેમાંના એક કલ્યાણમાર્ગ તરીકે સદ્દભાવ–પ્રત્યાખ્યાન પણ છે. સદ્દભાવ-પ્રત્યાખ્યાન શું છે અને તેનાથી જીવાત્માને શું લાભ થાય છે તે વિષે આગળ થોડો વિચાર કરવામાં આવ્યો છે. આજે તે વિષે જ થડે વિશેષ વિચાર કરવામાં આવે છે. સદ્દભાવ-પ્રત્યાખ્યાનનો અર્થ યશાભૂત પ્રત્યાખ્યાન અર્થાત સાચે ત્યાગ છે. સાચો અને અંતિમ ત્યાગ ત્યારે જ થઈ શકે કે જ્યારે સંસારનાં સમસ્ત બંધનોનો ત્યાગ કરી શૈલેશી અવસ્થા અર્થાત 'ચૌદમાં ગુણસ્થાનમી ભાવાવસ્થાને પામવામાં આવે. સદ્દભાવ-પ્રત્યાખ્યાનના પ્રશ્નને એક રીતે ચૌદમા ગુણસ્થાનને પામવાથી જીવાત્માને શું લાભ થાય એવો પ્રશ્ન પણ કહી શકાય. ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ અક્ષર અર્થાત ૩ ફુ ૩ ગોને ઉચ્ચાર થાય તેટલા સમય માત્રની જ હોય છે. આ અવસ્થા સાંવ્યવહારિક સકર્ણ નથી, અર્થાત વ્યાવહારિક વાણુમાં ઉતારી શકાય એવી નથી. છતાં ગૌતમ સ્વામીએ આ અવસ્થા વિષે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. શાસ્ત્રમાં પ્રારંભિક અવસ્થા માટે જેમ પ્રશ્ન કરવામાં આવ્યો છે તેમ અતિમ અવસ્થા વિષે પણ પ્રશ્ન કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન ઉપરથી એ વાત સ્પષ્ટ જણાય છે કે, મોક્ષને માટે ચૌદમાં ગુણસ્થાનનો પણ ત્યાગ કરવો પડે છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં પણ ભગવાનને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, હે પ્રભો ! જ્યારે જીવાત્મા ગને નિરોધ કરે ત્યારે તે કઈ અવસ્થાને પામે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે – जया जोगे निलंभित्ता सेलेसिं पडिवजइ। . तया कम्मं खवित्ताणं सिद्धिं गच्छइ नीरओ । दश० ४-२४ जया कम्म खवित्ताणं सिद्धिं गच्छइ नीरओ । तया लोगमत्थयत्थो सिद्धो भवइ सासओ ॥ दश० ४-२५ અર્થાત જ્યારે જીવાત્મા યોગને નિરોધ કરે છે ત્યારે શેલેશી અવસ્થાને પામે છે અને શૈલેશી અવસ્થાને પામ્યા બાદ કર્મોને ક્ષય કરી લેકના અગ્ર ભાગ ઉપર રહેલી શાશ્વત સિદ્ધગતિને પામે છે. કર્મો નષ્ટ થવાથી જીવાત્મા સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થઈ જાય છે. આ જ વાત આ સદ્દભાવ-પ્રત્યાખ્યાનના પ્રશ્ન વિષે સમજવાની છે. કેટલાક લેકે કહે છે કે, સદ્દભાવને અર્થ સારે ભાવ થાય છે અને પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ થાય છે તે શું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy