________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૪૧ મ બેલ
[ ૧૫૫ પિતા તરીકે પોતાની ફરજ બજાવવી તથા પુત્ર પુત્ર તરીકે પોતાની ફરજ બજાવવી એ ભગવાન ઋષભદેવના જીવનચરિત્ર ઉપરથી શિક્ષા મળે છે.
યુગલ્યા લેકે ભગવાનને કહેવા લાગ્યા કે, નાભિ રાજાએ અમને દુઃખમુક્ત કરવાને ઉપાય બતાવવાનું આપને કહ્યું છે. ભગવાને જવાબમાં કહ્યું કે, ભોગભૂમિને સમય સમાપ્ત થવા આવ્યો છે એટલે હવે કલ્પવૃક્ષારા ઈછાની પૂર્તિ થઈ શકશે નહિ માટે પુરુષાર્થ કરી જીવનનિર્વાહ કરવો જોઈએ. હવે પરાશ્રિત રહેવાથી જીવનનિર્વાહ થઈ શકશે નહિ. જીવનને નિર્વાહ કરવા માટે પ્રત્યેક પુરુષાર્થ કરી સ્વાવલંબી બનવું પડશે.
ભગવાન લોકોને કેવળ ઉપદેશ આપીને જ રહી ન ગયા પરંતુ અસિ, મસિ તથા કૃષિ આ ત્રણ પ્રકારની કલા દ્વારા કેવી રીતે જીવનનિર્વાહ ચલાવી શકાય તે પણ તેમણે કહી બતાવ્યું.
તમે લેકે કૃષિ કરવાના ધંધાને હલ્ક ધંધે માનો છો અને કૃષકોને પણ તુચ્છ સમજે છો, પરંતુ ભગવાને કૃષિકર્મને હકે ધંધે માન્ય નથી. કૃષિદ્વારા તે જગજીવોનું પાલનપોષણ થાય છે તો પછી કૃષિકમને હકે ધંધો કેમ કહી શકાય ? કૃષકાને તુચ્છ કે હલકા માનવા એ તે જે વૃક્ષની શીતલ છાયા નીચે આપણે શ્રમ દૂર કરીએ છીએ તે વૃક્ષ ઉપર આપણે કુઠારાઘાત કરીએ એના જેવી વાત છે. ખરી રીતે તો જગજજીવનું જીવન કૃષિ ઉપર જ આ ટકેલું છે અને એટલા જ માટે કર્મવીર ગાંધીજી પણ ભારત-દેશનો ઉદ્ધાર ખેતી દ્વારાગ્રામોદ્ધાર દ્વારા કરાવવા પ્રયત્ન કરે છે. સાંભળ્યું છે કે, વસ્તીગણત્રીના પત્રકમાં તેમણે પોતાનો ધંધો ખેતી તથા ભંગીનું કામ કરવાનું લખાવ્યું હતું. ભગવાન ઋષભદેવે લેકને કૃષિ કરવાનું કેવળ કહ્યું જ નહિ પરંતુ પોતે હળ હાંકીને ખેતી કરવાનું લેકને શીખવ્યું. જેનશાસ્ત્રના કથનાનુસાર સર્વ પ્રથમ ઋષભદેવ ભગવાને જ હળ હાંકી ખેતરને ખેડ્યું હતું અને બીજાપણ કર્યું હતું અને પછી બીજ લેકેએ ખેતીનું કામ શરૂ કર્યું હતું. આ પ્રમાણે કૃષિકલાને જન્મ થયો હતે.
ભગવાન ઋષભદેવે અસિ અર્થાત યુદ્ધકલા, મસિ અર્થાત ખેતી કરવાની કલા શીખવી લેકેને સ્વતંત્ર જીવન વ્યતીત કરવાનો સક્રિય ઉપદેશ સર્વપ્રથમ જનસમાજને આપ્યો હતો. પુરુષાર્થ કરી સ્વતન્ન-જીવન જીવવામાં જ કલ્યાણ રહેલું છે. પરાશ્રિત રહી જીવન પરાધીન બનાવવું એમાં અકલ્યાણ રહેલું છે. આ પ્રમાણે જીવનનું કલ્યાણ સાધવા માટે ભગવાને પુરુષને યોગ્ય ૭૨ તથા સ્ત્રી–ગ્ય ૬૪ કલાને આવિષ્કાર કર્યો. આ કલાના આવિષ્કારમાં જ્ઞાન-વિજ્ઞાન આદિ બધાને સમાવેશ થઈ જાય છે. ભગવાને પોતાની બ્રાહ્મી તથા સુન્દરી નામની કન્યાઓમાં એકને તો અક્ષરજ્ઞાન અને બીજીને અંક જ્ઞાન શીખવ્યું. આ બન્ને ચીજો બાહ્મી તથા સુન્દરી નામને હમેશને માટે અમર–પ્રસિદ્ધ બનાવી ગઈ. લિપિ બાહ્મીના નામથી તથા ગણિતવિદ્યા સુંદરીના નામથી પ્રસિદ્ધિ પામીઆ પ્રમાણે ઋષભદેવ ભગવાને કલાને આવિષ્કાર કરી કર્મયોગનો સંદેશ જગતને સર્વપ્રથમ સંભળાવ્યો.
ભગવાનની કલા-આવિષ્કારથી લેકે સ્વતંત્ર જીવન જીવવા લાગ્યા. જીવનનિર્વાહના પ્રશ્નનો ઉકેલ આવવાથી જનસમાજમાં શાન્તિ સ્થાપિત થઈ ગઈ. ભગવાન તો એજ ચાહતા હતા કે બધા લેકે આત્માનું કલ્યાણ કરી સુખ-શાન્તિને પામે. જે પ્રમાણે ઘરને મજબૂત બનાવવા માટે પાયાને સર્વ પ્રથમ મજબૂત બનાવવાની આવશ્યકતા રહે છે તે જ પ્રમાણે ભગવાને આત્મ કલ્યાણની ભૂમિકા તૈયાર કરવા માટે સર્વ પ્રથમ જનતાને નૈતિક પાયો મજ