________________
૧૫૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રડ
[ મોરબી
સમાપ્ત થવાની અણી ઉપર હોવાથી કલ્પવૃક્ષ યથાસમય ઉપર ઇચ્છિત ફળ આપતાં ન હતાં, અને ઈચ્છાપૂર્તિ ન થવાને કારણે યુગલ્લા છ સંકટગ્રસ્ત થઈ ગયા હતા. જીવનનિર્વાહ કરવાનો બીજો કોઈ ઉપાય આ યુગલ્યા જ જાણતા ન હોવાને કારણે તેઓ બહુ દુઃખ પામવા લાગ્યા. પિતાનું દુઃખ દૂર કરવા માટે એ બધા લોકો તેમના કુલગુરુ, નાભિ રાજા પાસે ગયા અને રાજાને પિતાની કરુણ કથા સંભળાવી.
સંસારમાં કલેકકંકાસ ત્યારે જ વધવા પામે છે કે જ્યારે જનસમાજને આવશ્યક્તા કરતાં પણ ઓછી ચીજ મળે છે. આ પ્રમાણે યુગલ્યા જીવોને જીવનનિર્વાહ કરવા માટે કલ્પવૃક્ષ યથેષ્ટ પરિણામમાં ઈચ્છિત સામગ્રી ન આપવાને કારણે સરળ સ્વભાવી યુગલ્યા જીવોમાં પણ કલેશ કંકાસ વધવા પામ્યો હતો. જીવનનિર્વાહની સામગ્રી પ્રાપ્ત કરવાને કારણે યુગલ્યા જીવો નાભિ રાજાને જીવનનિર્વાહનું દુઃખ દૂર કરવાનું નિવેદન કરવા લાગ્યા.
ગ્રન્થોમાં લખ્યું છે કે, લોકોનો પિકાર સાંભળી નાભિ રાજા પણ વિચારમાં પડી ગયા કે જનસમાજના જીવનનિર્વાહના પ્રશ્નને કેવી રીતે ઉકેલ આણું ? આખરે તેમણે લેકેને ઋષભકુમારની પાસે જવાનું કહ્યું અને આશ્વાસન આપ્યું કે કુમાર તમને કઈ તરણોપાય અવશ્ય બતાવશે.
બધા લેક ષભદેવ ભગવાનની પાસે ગયા અને પિતાની કરુણ કથા કહી સંભળાવી. ભગવાને કહ્યું કે, હું પિતાશ્રીની આજ્ઞા વિના કાંઈ કહી શકું નહિ. લેકે કહેવા લાગ્યા કે, પિતાએ તમારી પાસે મોકલ્યા છે અને હવે તમે પાછા પિતા પાસે મોકલે છે. આવી અવસ્થામાં અમારે શું કરવું? આ સાંભળી ભગવાને પૂછયું કે, શું પિતાએ તમારું દુઃખ દૂર કરવાનું મને કહેવડાવ્યું છે ? લેકએ ઉત્તર આપ્યો કે, નાભિ રાજાએ અમને તમારી પાસે મોકલ્યા છે અને કહ્યું છે કે, કુમાર જીવનનિર્વાહને કેઈ ઉપાય બતાવશે.
વ્યાવહારિક કામમાં જ્યારે ભગવાને પણ પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી પિતાભક્તિનો પરિચય આપ્યો તો શું તમારે વ્યાવહારિક કાર્યોમાં પિતાને અગ્રસ્થાન આપવું ન જોઈએ ? માતા-પિતા તથા ગુરુજનોના આદેશને આદર્શ માની આજ્ઞા શિરોધાર્ય કરવી એ તે ભારતવર્ષનું ભૂષણ મનાયું છે. પહેલાં ભારતવર્ષમાં પ્રત્યેક ભારતીયને એવી શિક્ષા આપવામાં આવતી હતી કે –
मातृदेवो भवः पितृदेवो भवः आचार्यदेवो भवः अतिथिदेवो भवः
અર્થાત–માતા-પિતા આચાર્ય તથા અતિથિ વગેરે દેવતુલ્ય છે એટલા માટે તેમની આજ્ઞાને શિરોધાર્ય કરવી ધર્મ છે.
પિતા પાલક-પોષક તથા આપણ નિયામક છે એટલા માટે આપણે ગમે તેટલા શક્તિસંપન્ન તથા બુદ્ધિ-સંપન્ન હોઈએ છતાં પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરવી એ યોગ્ય પુત્રની ફરજ છે. યોગ્ય પુત્રની યોગ્યતા પણ પિતાની આજ્ઞા શિરોધાર્ય કરવામાં રહેલી છે. ભગવાન ઋષભદેવ ઘણું સમર્થ હોવા છતાં તેમણે વ્યાવહારિક કામમાં પિતાને અગ્રસ્થાન આપ્યું હતું તે પછી આજના પુત્રે પિતાના પિતાની આજ્ઞાને અવગણે છે એ શું ઉચિત છે? પાલક–ષિક તથા નિયામક પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ સર્વથા અનુચિત છે. પિતાએ