SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના–વિચાર. [ ૧૫૩ વ્યાખ્યાન: સંવત ૧૯૯૪ શ્રાવણ વદી ૧૨ સોમવાર પ્રાર્થના શ્રી આદીશ્વર સ્વામી હે, પ્રણમ્ સિર નામી તુમ ભણી પ્રભુ અંતરયામી આપ; મેપર હેર કરી હો, મેટીજે ચિંતા મન તણું, મારાં કાટો પુરાકૃત પાપ. -શ્રી વિનયચંદ્રજી:કુંભટ વીશી શ્રી આદિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભારતવર્ષના પ્રત્યેક શાસ્ત્રમાં તથા પ્રત્યેક દર્શનમાં ભગવાન ઋષભદેવને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન ઋષભદેવને બધાં હિન્દુઓ માને છે. બીજા અવતારે વિષે તે કદાચ કઈ પ્રકારને મતભેદ પણ હોઈ શકે પરંતુ ભગવાન રાષભદેવના વિષયમાં તો કોઈ પ્રકારને મતભેદ નથી. જે સમસ્ત હિન્દુઓને એક જ ઝંડા નીચે આવવાનું કહેવામાં આવે તો એ વિષે હું નિશ્ચયપૂર્વક કહેવાની હિંમત કરું છું કે, બધા લેકે ભગવાન ઋષભદેવના ધર્મધ્વજ નીચે આવવાનો નિર્ણય કરે. કારણ કે ભગન ઋષભદેવને ધર્મધ્વજ અખંડ તથા અભિન્ન હોવાને કારણે પ્રત્યેક હિન્દુ નિઃસંકેચપણે આ ઝંડા નીચે આવી શકે છે. ભગવાન ઋષભદેવ ધર્મના આદિ સંસ્થાપક તથા જગતમાં શાંતિ સ્થાપિત કરનારાએમાં સર્વપ્રથમ હતા, એટલા માટે આર્યદેશમાં ભગવાન ઋષભદેવનું સ્થાન સર્વોચ્ચ છે. ભગવાન ઋષભદેવનું સ્થાન સર્વોચ્ચ હોવા માટે તેનાં બીજાં અનેક કારણો છે. પરંતુ એક કારણ એ પણ છે કે, જેનશાસ્ત્ર ઋષભદેવ ભગવાનને ધર્મના આદિ સંસ્થાપક તથા ઉદ્ધારક માને છે. શાસ્ત્રનું કથન છે કે, જ્યારે આર્યાવર્તમાં અઢાર કોડાડી સાગર વર્ષો સુધી ધર્મને વિચ્છેદ થઈ ગયો હતો અને પૃથ્વી ધર્મવિહીન જેવી બની ગઈ હતી ત્યારે ગરષભદેવ ભગવાને ધર્મને ઉદ્ધાર કર્યો હતો અને જગજજીવોને ધર્મનીતિને પગામ–સંદેશ સંભળાવ્યો હતું. જોકે ધર્મ અનાદિ છે, પરંતુ જ્યારે પૃથ્વીપટ ઉપર ધર્મ અપ્રસિદ્ધ બની જાય છે ત્યારે કઈ ને કઈ મહાપુરુષ ધર્મની પ્રસિદ્ધિ કરે છે. આ પ્રમાણે અપ્રસિદ્ધ ધર્મને પ્રસિદ્ધજગદ્રવ્યાપી ધર્મ બનાવે છે તે મહાપુરુષ તીર્થકર કહેવાય છે. ભગવાન ઋષભદેવ અપ્રસિદ્ધ થએલા ધર્મના આદિ ઉદ્ધારક હતા એટલે તેમને પ્રથમ તીર્થંકર કહેવામાં આવે છે. ભગવાન ઋષભદેવે ધર્મનો ઉદ્ધાર ક્યારે અને કેવી રીતે કર્યો ? એ વાત પણ સંક્ષેપમાં કહેવી ઉચિત જણાય છે. આ આર્યભૂમિ ધર્મના વિરહને કારણે જ્યારે કર્મભૂમિ મટી ભેગભૂમિ બની રહી હતી ત્યારે ભગવાન આદિનાથનો જન્મ થયો હતો. તે વખતે ભારત વર્ષમાં યુગલ્યા જ નિવાસ કરતા હતા. આ યુગલ જીવો બહુ જ શાન્ત, સરળ સ્વભાવી, અલ્પવિષયી તથા અલ્પકષાયી હતા. તેઓને ભોજન આદિ બનાવવાની ખટપટ કરવી પડતી નહિ. દશ પ્રકારના કલ્પવૃક્ષોઠારા તેમની ઈચ્છાની પૂર્તિ થઈ જતી હતી. પરંતુ ભેગભૂમિને કાલ ૨ ૦
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy