________________
૧૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
છતાં સંગ્રહનયની દૃષ્ટિએ બધા આત્મા એક છે. આ વાતને દૃષ્ટિમાં સૂત્રમાં કહ્યું છે કે ો ગાયા અર્થાત્ ‘ આત્મા એક છે. ' આજ પણ કરવામાં આવી છે કેઃ—
[ મારી
રાખીને જ શ્રી સ્થાનાંગ વાતની પુષ્ટિ વેદાન્તમાં
वाचारम्भणो विकारं मूत्तैकवसतां ।
અર્થાત્ ઘા, કુ જો આદિ જે વચન ખાલવામાં આવે છે તે માટીને વિકાર થવાને કારણે કહેવામાં આવે છે. ખરી રીતે તે એ બધાં ભિન્નભિન્ન વાસણા માટીમાંથી જ બનેલાં છે. આ જ પ્રમાણે સિદ્ધ કે સ'સારી આદિ ભેદે તા વિકારને કારણે પડેલાં છે; પરંતુ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ તે વાસ્તવમાં બધાં આત્માએ એક સરખા છે.
આ કથન ઉપરથી આપણે એ વિચારવું જોઇએ કે, આપણે માટીની સમાન જ રહેવું એ ઉચિત છે કે આપણા જીવનને વિશેષ ઉન્નત બનાવવું એ ઠીક છે? માટીમાંથી જ્યાં સુધી ઘડા બનાવવામાં આવતા નથી ત્યાંસુધી માટીને મસ્તક ઉપર ધારણ કરવામાં આવતી નથી. આથી વિપરીત માટીમાંથી ઘડાને બનાવ્યા પહેલાં માટીને પગતળે રગદોળવામાં આવે છે. પર’તુ જ્યારે માટીમાંથી ઘડે બનાવવામાં આવે છે ત્યારે જ ઘડાને મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે. આજ પ્રમાણે આત્મા જ્યાંસુધી સિદ્ધ, બુદ્ધુ તથા મુક્ત બનતા નથી ત્યાંસુધી તે સંસારમાં જ રખડ્યા કરે છે;, પરંતુ જેમ માટી કુંભારના હાથમાં જઈ ઘડાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારેજ ધડાને મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે, તેજ પ્રમાણે જ્યારે આત્મા પરમાત્માના શરણે જઈ એવભૂત બની જાય છે, અર્થાત્ ત્યાગની ચરમસીમાએ પહોંચી જાય છે અને સંપૂર્ણતાને પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, ત્યારે જ સંસારના ભ્રમણમાંથી છૂટા થાય છે અને ભવભ્રમણમાંથી મુક્ત થવાથી આત્મા કૃતકૃત્ય બની જાય છે. આત્મા સિદ્ધાવસ્થાને પામે તે માટે જ સદ્દભાવના પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. ભગવાને કહ્યું છે કે સદ્ભાવ પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્મા શેષ કમૈાશાને નાશ કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇ પરિનિર્વાણને પામે છે અને બધાં દુઃખાના અન્ત આણી ચરમસીમાએ પહોંચે છે.
ભગવાને જગતના કલ્યાણ માટે જે કાંઈ કહ્યું છે તે કથનને હૃદયમાં ઉતારી જીવનને સાર્થક કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ભગવાણીને જીવનમાં ઊતારવાથી જ આત્મકલ્યાણ થઇ શકે છે. વિચારને આચારમાં ઊતારવા એ કલ્યાણનો માર્ગ છે,