SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ]. સમ્યકત્વ પરાક્રમ–૪૧ મો બોલ [ ૧૫૧ સાત યુદ્વારા સમજવું જોઈએ. સાત ન દ્વારા તથા સપ્ત ભંગીકારા વસ્તુનું–સ્વરૂપ બરાબર સમજી શકાય છે. સાત દ્વારા વસ્તુનું સ્વરૂપ કેવી રીતે સમજવામાં આવે છે તે માટે એવો વિચાર કરે છે, નિગોદના જીવો અત્યારે કઈ સ્થિતિમાં છે? જીવ નિગોદ–અવસ્થામાં હોવા છતાં નભેદદ્વારા નિગોદના જીવને પણ અમુક અપેક્ષાએ સિદ્ધ પણ કહી શકાય, અને ચૌદમાં ગુણસ્થાન ઉપર સ્થિત આત્માને પણ નયભેદની દ્રષ્ટિએ અમુક અપેક્ષાએ સંસારી પણ કહી શકાય. પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે સાત દ્વારા સમજવું જોઈએ. આત્મકલ્યાણ કરવા માટે શબ્દાદિક નયનું અવલંબન લેવું જોઈએ અને પારસ્પરિક વ્યવહારને માટે શુદ્ધ વ્યવહારનયદ્વારા પણ કામ લેવું જોઈએ. સાધારણ રીતે આરોપ અને વિકલ્પથી પણ વસ્તુનું સ્વરૂપ સમજી શકાય છે, પરંતુ વસ્તુનું આંતરિક અને બાહ્ય સ્વરૂપ બરાબર સમજવા માટે સાત નયદ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. સાત નય, સપ્તભંગી, નિક્ષેપ આદિકારા વસ્તુ–સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવા છતાં પણ વસ્તુ સ્વરૂપ સમજવામાં ન આવે તો હદયમાં એવો વિશ્વાસ રાખવો જ જોઈએ કે, વીતરાગ જિનભગવાને જે કાંઈ કહ્યું છે તે સત્ય જ છે. આ પ્રમાણે જિનભગવાનના વચનમાં શ્રદ્ધા રાખવાથી ભગવાનની આજ્ઞાના આરાધક બની શકાય છે. કહેવાનો આશય એ છે કે, જ્યારે આત્માનું કલ્યાણ કરવું હોય ત્યારે મારા આત્મામાં અનંત શક્તિસામર્થ્ય છે, પરંતુ તે શક્તિસામર્થ્ય ઉપર કર્મવરણ આવી જવાને કારણે આત્માની શક્તિ પ્રચ્છન્ન છે; પરંતુ જ્યારે કર્મવરણ દૂર થઈ જશે ત્યારે આત્માને માટે કોઈપણ કાર્ય અસંભવિત નથી. ભક્તજનો આ પ્રમાણે વિચાર કરીને જ પરમાત્માને પ્રાર્થના કરે છે કે, “હે પ્રભો ! તારા નામમાં ઘણું મહત્ત્વ રહેલું છે. એક વાર પણ જે તારા નામનું શબ્દન દ્વારા પણ ઉચ્ચારણ કે રટણ કરવામાં આવે અને તારા નામ ઉપર અવિચલ વિશ્વાસ રાખવામાં આવે તો મારી સંગ્રહ-નયની શક્તિ પણ એવંભૂત બની જાય.” સંગ્રહનયની શક્તિ પણ એવભૂત બની શકે છે, પરંતુ તે માટે પ્રબલ પુરુષાર્થ અને સક્રિય પ્રયત્ન કરવાની આવશ્યકતા રહે છે. ક્રમશઃ પ્રયત્ન અને પુરુષાર્થ કરવાથી આત્મામાં સંગ્રહનયની દૃષ્ટિએ રહેલી શક્તિ પણ એવંભૂત બની જાય છે. કોઈ માણસ જે એકદમ પહાડ ઉપર ચડવા માટે કૂદકા મારવા લાગે તો તે નીચે પડી જશે પરંતુ જો તે પગથીએ પગથીએ પર્વત ઉપર ચડવા માંડે તો પર્વતના શિખર ઉપર પણ પહોંચી જશે. આ જ પ્રમાણે ક્રમશ: આત્મગુણને વિકાસ કરવાથી આત્મા ચૌદમાં ગુણસ્થાન ઉપર પણ પહોંચી શકે છે. શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ બધાં આત્માઓ એક છે. આત્માઓમાં પણ વિકસિત, . અવિકસિત, અર્ધવિકસિત એવા ભેદ છે. પરંતુ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ બધાં આત્માઓ એક છે. ઉદાહરણ તરીકે માટીમાંથી ઘડા, કુંજે આદિ અનેક પ્રકારનાં વાસણ બને છે પરંતુ માટીની દષ્ટિએ તો એ ભિન્ન ભિન્ન જણાતાં વાસણો પણ સમાન જ છે. આ જ પ્રમાણે આત્મતત્ત્વની દૃષ્ટિએ બધા આત્માઓ એક છે. જે પ્રમાણે માટીનાં ભિન્ન ભિન્ન વાસણ બને છે છતાં માટી સંગ્રહરૂપે બધામાં એક છે, તે જ પ્રમાણે જીવાત્માઓ ભિન્ન ભિન્ન હેવા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy