SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [મેરબી આ ઉપરથી અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્યારે બધી વાતને નિર્ણય બુદ્ધિદ્વારા જ થાય છે તે પછી શ્રદ્ધાની શી જરૂર છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે બુદ્ધિને સમ રાખવી અર્થાત વિવેકબુદ્ધિને પ્રગટાવવી એનું જ નામ શ્રદ્ધા છે. શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે – समयं त्ति मन्नमाणे एगया समया वा असमया वा समया होन्ति त्ति उविहाए । असमयं त्ति मन्नमाणे एगया समया वा असमया वा होन्ति त्ति उविहाए। ભાવાર્થ – કોઈ મનુષ્યમાં ભલે અધિક બુદ્ધિ ન હોય, છતાં જે તેની થોડી બુદ્ધિ પણ નિષ્પક્ષ અર્થાત્ સમ હોય તો તે મનુષ્યને માટે બધી વસ્તુઓ સમ બની જાય છે, પછી ભલે કઈ વસ્તુ વિષમ હોય તે પણ સમબુદ્ધિવાળાને સમવસ્તુધારા પેદા થતા લાભ પ્રાપ્ત થાય જ છે. ઉદાહરણ તરીકે માનો કે, કોઈ એક સાધુ મહારાજ ગોચરી માટે કોઈને ઘેર ગયા. તેમણે આહારપાણી વિષે પોતાની બુદ્ધિ અનુસાર નિર્ણય કરી લીધું. સાધુ મહારાજ તો સમબુદ્ધિપૂર્વક નિર્દોષ આહારપાણી લે છે. પરંતુ કદાચ આહારપાણ દૂષિત હોવા છતાં તે સાધુની સમબુદ્ધિમાં તે આહાર નિર્દોષ જણાયો હોય અને નિર્દોષ માનીને લીધો હોય તે પણ સમબુદ્ધિ હોવાને કારણે તે સાધુને દૂષિત આહાર લેવાને દોષ લાગી શકતે નથી એમ મનીપુરુષે કહે છે. કારણ કે તેનામાં સમભાવ છે અને તે આહારને પિતાની સમબુદ્ધિથી નિર્દોષ માને છે અને એટલા માટે તેને નિર્દોષનું જ ફળ પ્રાપ્ત થાય છે. છવાસ્થ સાધુ પિતાની બુદ્ધિ અનુસાર જ કોઈ વાતને નિર્ણય કરી શકે છે. તે આહાર કદાચ દોષયુક્ત હોય તો તે સર્વજ્ઞની દૃષ્ટિએ છે, પરંતુ તે સાધુની દૃષ્ટિએ તો તે આહાર નિર્દોષ જ છે, અને તે કારણે તેને કોઈ પ્રકારનો દોષ લાગી શકે નહિ. આથી વિપરીત, આહાર શુદ્ધ હોવા છતાં જે સાધુના મનમાં ગોચરી જતી વખતે એ ભાવ હોય કે, હું આહારની શુદ્ધિ-અશુદ્ધિ વિષે પૂછપરછ કરીશ તે કદાચ આહારપાણી અશુદ્ધ હશે તો હું આહારપાણીથી વંચિત રહીશ. આ પ્રમાણે સાધુ જે પિતાની બુદ્ધિને વિષમ રાખે તો જ્ઞાનીજનો કહે છે કે, એવા વિષમ બુદ્ધિવાળા સાધુને માટે તે નિર્દોષ આહાર પણ દૂષિત ગણાય છે. કહેવાનો આશય એ છે કે, જે પિતાનું હૃદય શુદ્ધ તથા બુદ્ધિ સમ હોય તો વિષમ વસ્તુઓનો લાભ પણ સમવસ્તુના જેવો અને જેટલું મળે છે. આથી વિપરીત, જે હૃદય અશુદ્ધ અને બુદ્ધિ વિષમ હોય તે સમવસ્તુનું પરિણામ પણ વિષમ વસ્તુઓના પરિણામ જેવું વિપરીત આવે છે. ઉપરના કથનને ભાવાર્થ એ છે કે, પોતાની બુદ્ધિને સમ રાખવી જોઈએ. પ્રત્યેક વાતને સમબુદ્ધિપૂર્વક અર્થાત્ વિવેકબુદ્ધિપૂર્વક વિચાર કરવાથી જ આત્માને યથેચ્છ લાભ મળી શકે છે. જ્ઞાનીજને કહે છે કે, પ્રત્યેક વાત ત્રણ કારણસર કરવામાં આવે છે. એક આત્મોન્નતિ કરવા માટે, બીજી કોઈની સાથે વ્યવહાર કરવા માટે અને ત્રીજી વસ્તુ–સ્વરૂપ સમજવા માટે. જ્ઞાની પુરુષો આ વિષે આગળ કહે છે કે, જે વસ્તુ–સ્વરૂપ સમજવું હોય તો
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy