SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૪૧ મા ખેલ [ ૧૪૯ કાંઇ ખાકી રહેતું નથી ત્યારે તેલની અન્તિમ ધારણને ચરમધારણ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે એક પછી એક પ્રત્યાખ્યાન કરતાં કરતાં ત્યાગ ચરમસીમા ઉપર આવે છે ત્યારે સદ્દભાવના પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. આ સદ્દભાવ–પ્રત્યાખ્યાન કર્યાબાદ કાઈ પણ પ્રકારનેા ત્યાગ કરવાને હાતા નથી. આ ત્યાગ જ અન્તિમ ત્યાગ હાય છે. ભગવાને ચૌદ ગુણસ્થાન બતાવ્યાં છે. ગુણસ્થાન એટલે આત્મિકગુણુને વિકાસક્રમ. આ ચૌદ ગુણસ્થાનમાંનું પહેલું ગુણસ્થાન ( મિથ્યાત્વ) તેા બધાંએ ભોગવવું પડે છે અથવા બધાંએ ભોગવ્યું છે તથા બધાં ભાગવી રહ્યા છે, કારણ કે આ પ્રાથમિક ભૂમિકા છે. જ્યારે આ પ્રાથમિક ભૂમિકાના જીવાત્મા અતિક્રમ કરે છે ત્યારે જ તે જીવાત્મા ઊધ્વગામી અને છે. પહેલા ગુણુસ્થાનને ત્યાગ કરી જીવ બીજા ગુણસ્થાન ઉપર જાય છે. બીજા ગુહ્યુસ્થાન ઉપર જવાની અવસ્થા વિષે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, જીવ એકદમ પહેલા ગુણસ્થાનમાંથી બીજા ગુણસ્થાન ઉપર જતેા નથી, પરંતુ પ્રથમ ગુણસ્થાન ઉપરથી ચેાથા ગુણસ્થાન ઉપર જાય છે અને પછી બીજા ગુણસ્થાન ઉપર આવે છે, જે પ્રમાણે ઊલટી થયા બાદ મેઢામાં તેને ઘેાડા સ્વાદ બાકી રહી જાય છે અથવા વૃક્ષ ઉપરથી ફળ નીચે પડતાં વચમાં થોડા વખત લાગે છે આ જ પ્રમાણે સાસ્વાદન–અવસ્થા વિષે સમજવું જોઇએ. ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. આ ગુરુસ્થાન ઉપર આવનારા જીવ કાઈમાં ભેદભાવ માનતા નથી. તે બધાને સમાન જ માને છે. જો કે આ મિશ્ર ગુણસ્થાન બીજા ગુરુસ્થાનથી ચડયાતું માનવામાં આવે છે, પરંતુ આ ગુણસ્થાનમાં મિત્ર-શકિત અવસ્થા હેાવાને કારણે શાસ્ત્રકારો મિશ્ર અવસ્થાને પણ અજ્ઞાનાવસ્થા જ કહે છે. કારણ કે તે ત્રીજા ગુણસ્થાન ઉપર આવેલા જીવ સત્યાસત્યને વિવેક કરી શકતા નથી. પીળું એટલું સાનુ અથવા ધાળુ એટલું દૂધ માનવાથી કાઇવાર ઠગાઇ જવાને પ્રસંગ સાંપડે છે. સેાનું પીળું હોય છે અને દૂધ ધાળુ હોય છે એ વાત સાચી, પરંતુ સેાનું પીળું હોવાથી બધી પીળી વસ્તુઓ સેાનું જ હાવું જોઈએ અથવા દૂધ સફેદ હેાવાથી બધી સફેદ વસ્તુએમાં દૂધ જ હાવું જોઇએ એ માન્યતા ખોટી તથા ભ્રામક છે. આ જ પ્રમાણે ત્રીજા ગુણસ્થાન ઉપર ચડેલા જીવ બધા દેવ ગુરુ તથા ધર્મને એક સરખા માને છે. આ તેનું અજ્ઞાન છે. સાચા તથા ખાટાની પારખ ન કરી શકવાનું કારણ તેનું અજ્ઞાન જ છે. આ અજ્ઞાન હાવાને કારણે જ ત્રીજા ગુણસ્થાનની અવસ્થાને અજ્ઞાનાવસ્થા કહેવામાં આવે છે. જ્યારે આત્મા પોતાના ગુણને થાડા વિશેષ વિકાસ કરે છે ત્યારે તે ત્રીજા ગુણસ્થાનને ત્યાગ કરી ચેથા ગુણસ્થાન ઉપર આવે છે. આ ગુણસ્થાનમાં આવવાથી જીવાત્મા ત્યાજ્ય તથા ગ્રાહ્ય વસ્તુ કઈ છે તેને વિવેક કરી શકે છે. જ્યારે જીવાત્મામાં કઈ વસ્તુ ત્યાજ્ય છે, કઈ વસ્તુ ઉપાદેય છે અને કયી વસ્તુ ઉપેક્ષણીય છે એ વાત જાણવાની વિવેકબુદ્ધિ આવે છે ત્યારે જ શાસ્ત્રકારે તે જીવને જ્ઞાની કહે છે. જો કે, આ અવસ્થામાં સમ્મી જીવને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મોને ઉય થાય છે; પણ દર્શનમેહતા ક્ષયે પશમ થવાથી તે વસ્તુસ્વરૂપને જાણવા તે લાગે છે પરંતુ ચારિત્રમેહને ઉદય થવાને કારણે વસ્તુ—સ્વરૂપ જાણવા છતાં પણ જ્ઞાનને સક્રિય બનાવી શકતા નથી. સમ્યક્ત્વી જીવને દેવ, ગુરુ, તથા ધર્મમાં કાણુ સત્ય છે અને ક્રાણુ અસત્ય છે એવી વિવેકબુદ્ધિ તા પેદા થાય છે પરંતુ આ વિવેકમુદ્ધિને તે વ્યવહારમાં સક્રિયરૂપ આપી શકતા નથી.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy