________________
૧૪૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કે
सब्भावपञ्चक्खाणेणं अनियट्टि जणयइ, अनियट्टिपडिवन्ने य अणगारे चत्तारि केवलिकम्मंसे खवेइ, तंजहा वेयणिजं, आउयं, नाम, गोय; तओ છા વ્યવસ્થાપનમસ્તે વાપરૂ ? | -
અર્થાત –વૃત્તિ માત્રનો ત્યાગ કરવાથી જીવાત્મા અનિવૃત્તિકરણ પામે છે અને અનિવૃત્તિકરણને પામેલા અનગાર કેવળી થઈ બાકી રહેલા ચારે (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કમશોને ખપાવે છે અને પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાન્ત થાય છે અને સર્વદુઃખોનો અન્ન આણે છે.
આ પ્રશ્ન વિષે ઊહાપોહ કરતાં ટીકાકાર કહે છે કે, આ પ્રત્યાખ્યાન બધાં પ્રત્યાખ્યાનોમાં પ્રધાનપદ ભોગવે છે. આ પ્રત્યાખ્યાન અતિમ અવસ્થાનું અર્થાત ચરમસીમાનું છે. બીજા પ્રત્યાખ્યાન તે એક વાર કર્યા બાદ પણ કરવાં પડે છે. પરંતુ આ પ્રત્યાખ્યાન એવું છે કે, એકવાર આ પ્રત્યાખ્યાન કર્યા બાદ બીજીવાર કરવું પડતું નથી અને એટલા જ માટે આ પ્રત્યાખ્યાન બધાં પ્રત્યાખ્યાનોમાં પ્રધાનપદ ભોગવે છે.
આ પ્રત્યાખ્યાનનું નામ સદ્દભાવ-પ્રત્યાખ્યાન છે. સદ્દભાવને પ્રચલિત સામાન્ય અર્થ સારે ભાવ એવો થાય છે. પરંતુ અત્રે સદ્દભાવને પ્રચલિત અર્થ લેવામાં આવ્યો નથી. અત્રે સદ્દભાવને અર્થ પરમાર્થભૂત એવો કરવામાં આવ્યો છે. જે પ્રત્યાખ્યાન એકવાર કર્યા બાદ બીજી વાર પ્રત્યાખ્યાન લેવાં પડતાં નથી તે પરમાર્થભૂત પ્રત્યાખ્યાનનું નામ સદ્દભાવપ્રત્યાખ્યાન છે. ગૌતમ સ્વામીએ આ સદ્દભાવ-પ્રત્યાખ્યાન વિષે જ મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે. સદ્દભાવના પ્રત્યાખ્યાનથી જીવાત્માને શો લાભ થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને કહ્યું છે કે, સદ્દભાવ-પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્મા અનિવૃત્તિભાવને પામે છે. જે અનિવૃત્તિભાવને પામે છે અર્થાત શુકલધ્યાનની ચોથી શ્રેણીને પ્રાપ્ત થાય છે તે શેષ કર્માશે અર્થાત વેદનીય કર્મ, આયુકમ, નામકર્મ તથા ગાત્ર કમને ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા પરિનિર્વાણને પામી સર્વ દુઃખોને અન્ત કરે છે. મુક્તાત્મા થયા બાદ તેને માટે કોઈ કામ કરવાનું બાકી રહેતું નથી. તે કૃતકૃત્ય થઈ જાય છે અર્થાત જ્ઞાનઘન થઈ જાય છે અને પરિનિર્વાણને પામી સર્વદુ:ખોને અન્ન આણી અન્નકૃત બની જાય છે. - આ તો મૂલ પ્રશ્નને ઉત્તર છે. હવે આ ઉત્તર વિષે વિશેષ વિચાર કરવાનું અત્રે પ્રાપ્ત થાય છે. આ પ્રશ્ન ચૌદમાં ગુણસ્થાન વિષયક હોવાથી અતિ ગંભીર છે. પરમાર્થભૂત–સટ્ટભાવ પ્રત્યાખ્યાન કર્યા બાદ બીજું કોઈ પ્રત્યાખ્યાન કરવાનું બાકી રહેતું નથી. આ અતિમ સીમાનો પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે, કોઈ માણસ પહાડ ઉપર ચડવા લાગ્યો અને ચડતાં ચડતાં અતિમ શિખર સુધી ચડી ગયે. શિખર ઉપર પણ ચડી જનાર માણસને માટે એમ જ કહી શકાય કે, તે માણસને જ્યાં સુધી ચડવાનું હતું ત્યાંસુધી તે ચડી ગયો. આ પ્રમાણે શિખર ઉપર ચડનાર માણસે નાની નાની ટેકરીઓને ઓળંગી લીધી ત્યારે જ તે એટલે ઊંચે ચડી શકયે. હવે અંતિમ શિખર ઉપર ચડી જવાથી તેને માટે હવે કાંઈ ઓળંગવાનું બાકી રહેતું નથી. આ જ પ્રમાણે સદ્દભાવ-પ્રત્યાખ્યાન પણ ચરમ સીમાનું પ્રત્યાખ્યાન છે. માનો કે, કોઈ માણસ અનાજનો ઢગલે તળે છે. તોળતાં તોળતાં જ્યારે