SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાકમ–૪૧ મો બોલ [ ૧૪૭ પક્ષને જ સત્ય માને છે, પરંતુ સાચે ન્યાયાધીશ વાદી અને પ્રતિવાદી બન્નેની વાત સાંભળીને તથા બન્નેના પક્ષ વિષે નિષ્પક્ષ-રીતે વિચાર કરીને સત્ય વાતનો જ ન્યાય આપે છે. ન્યાયાધીશ પોતે કોઈ પ્રકારના વાદવિવાદમાં પડતો નથી. આ જ પ્રમાણે જેનદ્રષ્ટિવાળો પણ કઈ પ્રકારના વાદવિવાદમાં પડતો નથી, પરંતુ બધાનું કથન સાંભળી સત્યાસત્ય વિષે વિચાર કરી સત્ય વાતનો જ ન્યાય આપે છે. સાધારણ રીતે પ્રત્યેક દર્શન પિતાને પૂર્ણ માને છે. પરંતુ પૂર્ણત્વ પૂર્ણમાવાય પૂર્વમેવાશિષ્ય-ઉપનિષદ્દના એ કથનાનુસાર વાસ્તવમાં તે જ દર્શન પૂર્ણ છે જે પૂર્ણતાને અપનાવે છે. નયવાદ અને અપેક્ષાવાદ પૂર્ણતાને અપનાવે છે અર્થાત પ્રત્યેક વસ્તુનાં સર્વાગ વિષે વિચાર કરે છે. નયવાદ, અપેક્ષાવાદ, સ્યાદ્દવાદ, અનેકાન્તવાદ એ બધાં શબ્દો જેનદષ્ટિનાં પર્યાયવાચક શબ્દો છે. જેનદષ્ટિ સંકુચિત નથી, પરંતુ વિશાળ છે. જેનદષ્ટિ કેટલી બધી વિશાળ છે એ વાત જૈનશાસ્ત્રોની ગંભીરતા ઉપરથી સહજ રીતે જાણી શકાય છે. જેનશાસ્ત્રોમાં વર્ણવેલાં જેન સિદ્ધાતો ઘણા જ ઉદાર, સ્પષ્ટ તથા વૈજ્ઞાનિક છે. વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિએ જેન સિદ્ધાન્તોનું પૃથક્કરણ કરતાં જૈનધર્મની ગહનતા તથા ઉદારતા કેટલી બધી છે તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. ભગવાન મહાવીરે જે જે સિદ્ધાતો જગત સમક્ષ રજુ કર્યા છે તે કપોલકલ્પિત કે કલ્પનાપ્રસૂત નથી, પરંતુ અનુભવસિદ્ધ છે. અનુભવસિદ્ધ સિદ્ધાતે જ જનસમાજને માટે વિશેષ ઉપયોગી સિદ્ધ થાય છે. જેનધર્મનો સિદ્ધાન્ત મૌલિક, અનુભવસિદ્ધ તથા વૈજ્ઞાનિક હોવાને કારણે જ જૈનધર્મ અદ્યાપિ પર્યન્ત “જીવન્ત ધર્મ” તરીકે ટકી શક્યો છે. વૈદિક સંસ્કૃતિનાં અનેક આઘાત-પ્રત્યાઘાત સહેવા છતાં પણ જેનસંસ્કૃતિએ પિતાની પ્રતિષ્ઠાની રક્ષા કરી છે. જેનશાસ્ત્રનાં એક એક શબ્દ પાછળ ભગવાન મહાવીરનો આત્માનુભવ રહેલે છે. વીરવાણીને પ્રત્યેક શબ્દ અમેઘ છે. વીરવાણીને એક શબ્દ પણ જીવનમાં સક્રિય રૂ૫ ધારણ કરે તે જીવન સાર્થક અને સફળ બની જાય. ભવ્ય જી વીરવાણીને બરાબર સાંભળી જીવનમાં ઉતારી જીવન સાર્થક કરે એટલા માટે શાસ્ત્રને ઉપદેશ આપવામાં આવે છે. શાસ્ત્રમાં સમ્યક્ત્વ-પરાક્રમ વિષે જે વિચાર ચાલે છે તેમાં પણ જીવનવિકાસ કેવી રીતે સાધી શકાય તેને ક્રમ આપવામાં આવ્યો છે. જીવનનો જે ક્રમિક ગુણવિકાસ કરવામાં આવે તે જીવનની ઉન્નતિ સરળતાપૂર્વક અને - શીઘ્રતાપૂર્વક સાધી શકાય છે. શાસ્ત્રમાં ભત્ત અર્થાત્ આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્માને શો લાભ થાય છે તે વિષે આગળ વિચાર કરવામાં આવ્યો છે. હવે દરેક વૃત્તિનો અર્થાત સદ્દભાવ (પ્રત્યેક વસ્તુની વૃત્તિ)ના ત્યાગ કરવાથી શું લાભ થાય તે વિષે વિચાર કરવામાં આવે છે – સમ્યકત્વ પરાક્રમ-બેલ એકતાલીસમો. ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને આહારનો ત્યાગ કરવાથી શું લાભ થાય છે? એ પ્રશ્ન પૂછ્યા બાદ સદ્દભાવ અર્થાત સર્વગ રુંધનરૂપ ક્રિયા માત્રનો ત્યાગ કરવાથી જીવને શો લાભ થાય છે એ વિષે પ્રશ્ન પૂછે છે કે એકતાલીસમે બેલ. (४१) सब्भावपच्चक्खाणेणं भन्ते ! जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન! સદ્દભાવ અર્થાત સર્વગ રુંધનરૂપ ક્રિયા માત્રના ત્યાગથી જીવાત્માને શું લાભ થાય છે ?
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy