________________
૧૪૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
-
તે હિંસાના સામ્રાજ્ય–અંધકારને જ્ઞાનપ્રકાશદ્વારા દૂર કરી, અહિંસાને ઉપદેશ આપી, વિશ્વજીવોને શાન્તિ તથા નિર્ભયતાનો સંદેશ આપ્યો હતો. વળી દાર્શનિક–જગતમાં વાદવિવાદ, ખોટાં તર્કવિતર્ક તથા ભાષાબરકાર બીજાની માન્યતા ઉપર કુઠારાઘાત કરવાની, બીજાને હલકા પાડવાની તથા “અમે જ સાચા છીએ, બીજા બધાં ખોટાં છે” એવી મલિન વૃત્તિને પ્રવેશ થવા પામ્યો હતો અને પરિણામે કલહ-કંકાસનું વાતાવરણ ઊભું થવા પામ્યું હતું, તે વાતાવરણને વિદારવા માટે મહાવીર ભગવાને ભિન્ન ભિન્ન માન્યતાઓને સમન્વય કરવાની અનેકાન્તવાદરૂપી શક્તિ આપી હતી. આ પ્રમાણે હિંસાવૃત્તિ ઉપર વિજય મેળવવા માટે ભગવાન મહાવીરે અહિંસાનું અમોઘ સાધન જગતની સેવામાં સમર્પિત કર્યું અને મતભિન્નતાને સમન્વય તથા કલહ-કંકાશને શાન્ત કરવા માટે અનેકાન્તવાદનું સાધન આપ્યું હતું.
“વિશ્વશાન્તિ માટે અહિંસા ” અને “વિશ્વાત્મય માટે અનેકાન્તવાદ” આ બે અહિંસક સાધનો ભગવાન મહાવીરે જગતને સોંપી માનવસમાજને સાચા કલ્યાણ માર્ગે જવાનું નવું દિશાસૂચન આપ્યું હતું. અહિંસા અને અનેકાન્તવાદ-આ બન્ને સિદ્ધાન્તો જેનદર્શનનાં મૌલિક સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત કેવળ તર્કપ્રસૂત નથી તેમજ પોકળ નથી. પરંતુ આ સિદ્ધા પાછળ તે ભગવાન મહાવીરને સાડા બાર વર્ષ સુધીને નક્કર આત્માનુભવ રહેલું છે. આજે જગતમાં જે શાન્તિ શેડી ઘણી અનુભવાય છે તેનું ઘણુંખરું શ્રેય અહિંસા અને અનેકાન્તવાદપ્રબાન શ્રમણ-સંસ્કૃતિને જાય છે. શ્રમણ-સંસ્કૃતિ જગતનું કલ્યાણ કરનારી સાચી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના શરણે જ્યારે જગત આળોટતું આવશે ત્યારે જ જગત શાન્તિને શ્વાસ લઈ શકશે. જ્યાં સુધી જગત હિંસાનું તાંડવ નૃત્ય નાચે છે ત્યાંસુધી જગતને અહિંસાની મહાશક્તિનું ભાન થઈ શકશે નહિ. અહિંસાશક્તિ દ્વારા જ જગત નિર્ભય બની શકશે. અત્યારે હિંસાવૃત્તિને વશ થઈ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી નાંખવા પ્રયત્ન કરે છે, એક જાતિ બીજી જાતિને નષ્ટભ્રષ્ટ કરવા તૈયાર થઈ ગઈ છે અને એક મનુષ્ય બીજા મનુષ્યનું રક્ત ચૂસવા તૈયાર થયો છે. આ અત્યાચાર–અનાચારને દૂર કરવાનું એક જ સાધન છે અને તે અહિંસાનું અમોઘ સાધન. જ્યાં સુધી અહિંસાના અમેઘ સાધનદ્વારા વિશ્વશાન્તિ તથા અનેકાન્તવાદ દ્વારા વિશ્વાત્મક્યના સફળ પ્રયોગ તરફ જગત પાછું નહિ વળે ત્યાં સુધી જગતમાં શાનિત તથા ઐક્ય સ્થાપિત કરવાં લગભગ અશક્ય છે.
જે સમયે ભારતદેશમાં હિંસક પ્રવૃત્તિ ચાલતી હતી અને દાર્શનિક મતભેદને કારણે કલેશકંકાસ ચાલતો હતો ત્યારે ભગવાન મહાવીરે અહિંસાવાદ તથા સ્યાદ્વાદને સંદેશ સંભળાવ્યો હતો. અપૂર્ણદષ્ટિને કારણે જ સંસારમાં કલેશકંકાસ પેદા થવા પામે છે. જે એકાન્તવાદનો ત્યાગ કરવામાં આવે તો કલેશ કંકાસ પેદા થવા પામે જ નહિ. “મારું તે જ સાચું' એવો એકાન્ત આગ્રહ ધારણ કરવાથી અનિષ્ટ થવાનો સંભવ રહે છે. “સાચું તે મારું” એવો સદાગ્રહ ધારણ કરવામાં જ અનેકાન્તવાદની ખૂબી રહેલી છે. નયવાદ કે અપેક્ષાવાદથી પ્રત્યેક વસ્તુ વિષે વિચાર કરવાથી વસ્તુનું સત્ય સ્વરૂપ સમજી શકાય છે.
જેનદૃષ્ટિ એ પૂર્ણદષ્ટિ છે. જેનદષ્ટિએ વસ્તુઓનો વિચાર કરવાથી દાર્શનિક મતભેદ ઊભું થવા પામતે જ નથી. જેનદૃષ્ટિ વાદી કે પ્રતિવાદીની માફક પોતાના પક્ષનું જ સમર્થન કરતી નથી પરંતુ ન્યાયાધીશની માફક તે ન્યાયવાતને ન્યાય ગણવાને તથા માનવાને આદેશ આપે છે. વાદી કે પ્રતિવાદી તે પિતા પોતાના પક્ષને જ રજુ કરે છે અને પિતાના