SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર [ ૧૪૫ એ વાત સ્પષ્ટ હોવા છતાં આજકાલ કેટલાક લેકે પૂલ પાપનો ત્યાગ કર્યા પહેલાં સક્ષ્મ પાપનો ત્યાગ કરવા દેડે છે. ઉદાહરણ તરીકે જે કોઈ માણસ સ્ત્રીસંગનો સર્વથા ત્યાગ કરી ન શકે તે તેણે સર્વપ્રથમ પરસ્ત્રીને ત્યાગ કરવો જોઈએ કે સ્વસ્ત્રીનો ? પરંતુ આજે તે એવું જોવામાં આવે છે કે, સ્વસ્ત્રીને તે દગો આપવામાં આવે છે અને પરસ્ત્રીને સ્વીકાર કરવામાં આવે છે. શું આ વિપરીત કામ નથી ? વિપરીત કામ કરવાથી વિપરીત ફળ મળે છે એટલા માટે પ્રત્યેક કામને વિવેકપૂર્વક કરે. વિવેકપૂર્વક કામ કરવામાં જ સ્વકલ્યાણ સાથે પરકલ્યાણ થાય છે. -:x: – વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ ભાદરવા સુદી ૮ શુક્રવાર પ્રાર્થના ધન ધન જનક “સિદ્ધારથ,” ધન “ત્રિશલાદે માત રે પ્રાણી; જ્યાં સુત જા ને ગોદ ખિલાયે, “વમાન 'વિખ્યાત રે પ્રાણી. શ્રી મહાવીર નમે વરનાણી. -શ્રી વિનયચન્દ્રજી કુંભ, ચોવીશી. શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. શ્રમણ-સંસ્કૃતિના નાયક ભગવાન મહાવીરે સમસ્ત સંસારને વિશ્વશાન્તિ અને વિશ્વાત્મયને અપૂર્વ સંદેશ સંભળાવ્યો છે. શ્રમણ ભગવાન મહાવીરના સમગ્ર જીવનને અને ઉપદેશને સંક્ષિપ્ત સાર આચારમાં સંપૂર્ણ અહિંસા, અને તત્ત્વજ્ઞાનમાં અનેકાન્તવાદ છે. અને તેથી ભગવાન મહાવીરના સંપ્રદાયના આચારને તથા શાસ્ત્રના વિચારને આ બે તોનાઅહિંસા અને અનેકાન્તવાદના-ભાખ્યરૂપે સમજવા જોઈએ એવો વિદ્વાનોને નિષ્પક્ષ મત છે. જેનધર્મને જીર્ણોદ્ધાર કરી જૈનધર્મનું નવેસરથી ચણતર કરનાર શાસનનાયક ભગવાન મહાવીરે જીવદયારૂપી નૈતિક અહિંસા, તપશ્ચર્યાપી આત્મિક અહિંસા અને સ્વાવાદરૂપી બૌદ્ધિક અહિંસાને બોધપાઠ વિશ્વશાન્તિ–વિશ્વકલ્યાણ કરવા માટે જગતને આપ્યો હતો, અને અહિંસા માતાના ચરણે આવી નિર્ભય બને અને બીજા વિશ્વજીવને નિર્ભય બનાવે એવો આદેશ આપ્યો હતો. અહિંસાની સાક્ષાત મૂર્તિસમા ભગવાન મહાવીરે અહિંસાના અપૂર્વ ઉપદેશદ્વારા સમસ્ત જીવોને સુખ–શાન્તિને માર્ગ બતાવ્યો હતો અને માનવસમાજમાં ઘર કરી ગએલી વાદવિવાદ કરી કલેશ-કંકાશ પેદા કરવાની વૃત્તિને અનેકાન્તવાદદ્વારા શાન્ત કરી માનવસમાજ એક, અખંડ અને અભિન્ન બને એવો વિશ્વાત્મયનો અપૂર્વ સંદેશ સંભળાવ્યા હતા. : અહિંસા અને અનેકાન્તવાદદ્વારા ભગવાન મહાવીરે ક્રમશઃ વિશ્વશાતિ તથા વિશ્વાત્મય સ્થાપિત કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો હતો. જેનદષ્ટિને સવાંગીણ વિકાસ પણ આ બને ત–અહિંસા અને અનેકાન્તવાદ-દ્વારા થવા પામ્યો છે. ધમધતા, સ્વાર્થમેહ કે રસનેન્દ્રિયની લુપતાને કારણે આર્યભૂમિ ભારતમાં હિંસાનું જે સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું, ૧૯
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy