SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરબી કામ, ક્રોધ, માન, લોભરૂપી ચાર વાસનાવૃત્તિરૂપી તલવાર હાથમાં લઈ આત્માની પાછળ મારવા દોડે છે. વાસનાવૃત્તિરૂપી તલવાર તીક્ષ્ય છે. આ તીર્ણ તલવાર જેમના ઉપર પડે છે તેમનું જીવન નષ્ટ થઈ જાય છે. આત્મારાજા સાવધાન હોવાને કારણે વાસનાવૃત્તિરૂપી તલવારના પ્રહારથી કુશળતાપૂર્વક બચી ગયો અને રાજમહેલમાં આવી શરીર–ચારને કેવી રીતે પકડવો તેનો વિચાર કરે છે, ઊંડો વિચાર કર્યા બાદ આત્મારાજા શરીરરૂપી ચોરને ભરબજારમાંથી પકડી લાવે છે. શરીર–ચોર પાસેથી રત્નો આદિ મેળવવા માટે આત્મરાજા યુક્તિપૂર્વક કામ લે છે. સર્વ પ્રથમ તો બુદ્ધિરૂપી એરકન્યા સાથે લગ્ન સંબંધ જોડે છે અને શરીર-ચોરને પ્રધાન બનાવે છે. પછી શરીરરૂપી–ચોરને કેાઈવાર સમજાવીને તે કઈવાર ધમકાવીને તેની પાસે રહેલાં રત્નો લઈ લે છે. રાજા શરીર-ચાર પાસેથી રત્નો કઢાવવા માટે જ તેને પ્રધાન બનાવે છે. જે પ્રમાણે ચોરને પ્રધાન બનાવવાથી પ્રજા રાજાની નિંદા કરવા લાગી હતી તે જ પ્રમાણે કેટલાક લોકે સાધુ થવા છતાં તેમને ખાવાની તથા કપડાં આદિની શી જરૂર છે એમ કહી નિંદા કરે છે. પરંતુ સાધુ–આત્મા લેકની નિંદા ઉપર ધ્યાન ન આપતાં શરીર–ચેર પાસેથી જ્ઞાન-દર્શન તથા ચારિત્રરૂપી રત્નો કઢાવવા માટે શરીર–ચારને આદર આપે છે. જ્યારે આત્માને બુદ્ધિદ્વારા માલુમ પડે છે કે, હવે શરીર–ચેર પાસે એકપણ રત્ન બાકી રહેલ નથી ત્યારે સાધુ–આંત્મા શરીરરૂપી ચોરેને સંથારાની શૂળી ઉપર ચડાવી દે છે, અને પછી આત્મારાજા સંસારનાં રને સોંપી દઈ પોતે સ્વાવલંબી બની જાય છે. સ્વાવલંબી આત્મારાજા જ પ્રજાને સ્વાવલંબી બનાવી શકે છે. જ્યાંસુધી નાયક પિતે સ્વાવલંબી બનતો નથી ત્યાંસુધી જનસમાજ પણ સ્વાવલંબી બની શકતી નથી. આ કથાને સંક્ષિપ્ત સાર એ છે કે, મહાવીર ભગવાને ભત્ત (ભજન)ના પ્રત્યાખ્યાન વિષે જે કાંઈ કહ્યું છે તે નિર્દયતાથી નહિ પણ આત્માના કલ્યાણ માટે કહ્યું છે. સંથારો કરવામાં તથા કરાવવામાં વિવેકજ્ઞાનની ખાસ જરૂર રહે છે. જે વિજ્ઞાન પૂર્વક સંથારો કરવામાં તથા કરાવવામાં ન આવે તે જૈનધર્મને ઉદ્યોત થતો નથી. જ્યારે સંસારનાં પદાર્થો ઉપર મમત્વ રહેતું નથી તેમજ સંસારનાં પદાર્થોની જરાપણ સહાયતા લેવામાં આવતી નથી ત્યારે જ ભજનને ત્યાગ કરી સંથારે લઈ શકાય છે. આત્માની પૂર્વ તૈયારી વિના સંથારો લેવામાં આવે તે મૃત્યુ ઉપર વિજય મેળવી શકાતો નથી, ઊલટે આત્માને ઘાત થાય છે. સંથારે એ તો મૃત્યુ ઉપર વિજય મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે. મૃત્યુને આહાન કરવું એ સામાન્ય આત્માનું કામ નથી. જે આત્મા જ્ઞાન, દર્શન તથા ચારિત્રબળને પ્રાપ્ત કરી બલિષ્ઠ તથા નિર્ભય બનેલ છે તે જ બળવાન આત્મા ભોજનને ત્યાગ કરી મૃત્યુને આહ્વાન કરી શકે છે અને મૃત્યુ ઉપર વિજય મેળવી શકે છે. જ્યારે શરીરના પ્રત્યાખ્યાન કરવામાં આવે ત્યારે જ ભજનના પ્રત્યાખ્યાન થઈ શકે છે. ભગવાને જે કાંઈ આત્મકલ્યાણ કરવા માટે કહ્યું છે તે નિઃશંક થઈ સત્ય માને અને એ ધ્રુવ સત્યને અનુસરવાને સક્રિય પ્રયત્ન કરે. આત્મકલ્યાણ કરવા માટે સર્વ પ્રથમ સ્કૂલ પાપને ત્યાગ કરે. જો તમે સ્થૂલ પાપને પણ થોડે ત્યાગ કરશે તે પછી સૂક્ષ્મ પાપ પણ ત્યાગી શકશે. સ્થૂલ પાપનો ત્યાગ કર્યા વિના સૂક્ષ્મ પાપને ત્યાગ થઈ શકતું નથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy