SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૪૦ મે બેલ [ ૧૪૩ વરસાવવા લાગ્યા. રાજા સારી રીતે જાણતો હતો કે મારા આ કાર્યથી પહેલાં તે લોકે નારાજ થશે પણ જ્યારે તેનું પરિણામ સાંભળશે ત્યારે પ્રસન્ન થશે. રાજા ચારપ્રધાન પાસેથી ધમકાવીને તથા સમજાવીને ચેરીનાં રતને કઢાવતો રહેતો. ચારપ્રધાનની પાસે હજી કેટલાં રત્નો આદિ છે વગેરે વિષે રાજા એરકન્યા અર્થાત પિતાની પત્ની પાસે પૂછપરછ કરતા અને પછી ચારપ્રધાન પાસેથી તે રત્નો કઢાવી લેતો. આ પ્રમાણે રાજાએ કઈવાર ધમકાવીને તે કઈવાર ફોસલાવીને ચેરપ્રધાન પાસેથી બધાં રત્ન મેળવી લીધાં. જ્યારે એરપ્રધાન પાસે કાંઈપણું બાકી રહ્યું નહિ ત્યારે રાજાએ બધા નગરજનોને રાજમહેલમાં બોલાવ્યા અને તેમની સમક્ષ ચારપ્રધાનને બેલાવીને કહ્યું કે, આ પ્રધાન નહિ પણ ચોર છે. આ ચોરપ્રધાન પાસેથી ચોરી કરેલાં રત્નો મારે કઢાવવાં હતાં એટલા માટે જ મેં તેને પ્રધાન બનાવ્યો હતો. હવે તેની પાસે કાંઈ બાકી રહ્યું નથી એટલા માટે ચેરી કરવાની સજા તરીકે હું તેને ફાંસીની શિક્ષા આપું છું. રાજાએ પ્રજાજનોનાં ચેરાઈ ગએલાં રત્નો પાછાં આપી દીધાં. પ્રજાજનો રાજાની બુદ્ધિમત્તા તથા ચતુરાઈની પ્રશંસા કરવા લાગ્યા. રાજા–પ્રજાને પ્રેમ પરસ્પર વધવાને કારણે રાજ્યસંચાલન પણ સારી રીતે ચાલવા લાગ્યું. આ એક દષ્ટાન્ત છે. આ દષ્ટાન સાધુ-જીવન ઉપર આપવામાં આવ્યું છે. આ દષ્ટાન્તમાંથી શે સાર લેવાનું છે તે વિષે આપણે વિચાર કરવો જોઈએ:-* સાધુઓ માટે કહ્યું છે કે, આ શરીર મંડૂક ચોરની સમાન છે. બુદ્ધિ આ શરીરરૂપી ચરની કન્યા છે. આ શરીર જો કે ચોર સમાન છે પરંતુ આ શરીરરૂપી ચોરની પાસે અનેક રત્નો છે. આ શરીર વિના મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. હે મુનિઓ ! તમારા શરીરમાં રહેલે આત્મા એ રાજા છે. આ શરીર ચોર છે અને બુદ્ધિ એ શરીર–ચરની પુત્રી છે. મનુષ્યમાં જેવી બુદ્ધિ હોય છે તેવી બુદ્ધિ બીજાઓને હોતી નથી. આ આત્મારૂપી રાજા શરીરરૂપી ચેરના ઘરમાં આવેલ છે, એટલા માટે આત્મારૂપી રાજા ખાન-પાનના પ્રલોભનમાં ન પડતાં બુદ્ધિરૂપી એરકન્યાને સર્વ પ્રથમ ખવડાવ્યા બાદ જ પોતે ખાય છે. અર્થાત શાસ્ત્રમાં ખાન-પાન કરવા સંબંધી જે વિધિ બતાવવામાં આવેલ છે તેને બુદ્ધિદ્વારા નિર્ણય કર્યા બાદ જ પોતે ખાય છે. જે આ પ્રમાણે બુદ્ધિદ્વારા નિર્ણય કરીને જ ખાય છે તે જ આત્મારૂપી રાજા છે. બુદ્ધિરૂપી એરકન્યા આત્મા–રાજાને પગ પકડી કુવામાં નાખવા ચાહે છે, પણ આત્મારાજાના લક્ષણવંતા ચરણું જોતાં જ બુદ્ધિરૂપી એરકન્યા આત્મારાજાને મહાન પુરુષ સમજી બચાવે છે. ચરણને અર્થ પગ થાય છે અને આચરણે પણ થાય છે. જ્યારે બુદ્ધિના હાથમાં ચરણ આવે છે અને ચરણનાં લક્ષણ સારાં જુએ છે ત્યારે તે કહે છે કે, આવા પુરમાત્માને સંસારકૂપમાં પાડવો એ ઠીક નથી. આ પ્રમાણે બુદ્ધિરૂપી ચોરકન્યા આત્મરાજાને સંસારમાંથી છૂટવાનો માર્ગ બતાવે છે અને આત્મરાજા તે માર્ગે જઈ મુક્ત થાય છે. જ્યારે આત્મરાજા સંસારનાં પદાર્થોનું મમત્વ છોડીને ભાગી જાય છે ત્યારે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy