SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ૧૪ર ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી પાછળ દોડવો. તે તલવાર એટલી બધી તીક્ષ્ણ હતી કે, તેને એક જ પ્રહાર જે વસ્તુ ઉપર પડતા હતા તે વસ્તુનાં ટૂકડે ટૂકડાં તરત જ થઈ જતાં. ચોરે રાજા ઉપર દૂરથી તે તલવારને પ્રહાર કર્યો પણ તે તલવારનો પ્રહાર વચમાં લેઢા થાંભલા ઉપર પડતાં તે લેહતંભના ટૂકડે ટૂકડાં થઈ ગયાં. રાજા મહામુશ્કેલીઓ બચી ગયો. ચોર પણ સમજી ગયો કે રાજા તે બચી ગયો છે અને તલવાર ઘા તે લેહસ્તંભ ઉપર પડ્યો છે. ચોર નિરાશ થઈને ઘેર આવ્યો અને પિતાની કન્યાને કહ્યું કે, રાજા આપણને છેતરીને ભાગી ગયા છે અને તે આપણું ઘરની છૂપી વાત જાણી ગયું છે, માટે આપણે તેનાથી બહુ જ સાવધાનીપૂર્વક રહેવું જોઈએ. એરકન્યાએ જવાબમાં કહ્યું કે, પિતાજી ! હવે આપના પાપનો ઘડો પરિપૂર્ણ ભરાઈ ગયા છે એમ મને લાગે છે. મંડૂક ચારે કૂધ થઈને પુત્રીને કહ્યું કે, આવું અપશુકનવાળું શા માટે બેલે છે? પુત્રીએ જવાબ આપ્યો કે, પાપનો અંત આવે એ શું ખરાબ છે? પુત્રીનું આ કથન મંડૂકને ખરાબ તે લાગ્યું છતાં તે ચૂપ રહ્યો. બીજે દિવસે ચેર વ્યાપારી બની શંખપુરના બજારમાં વિક્રય કરવા માટે ગયો. આ બાજુ રાજા પણ ચેરની તપાસ કરવા માટે વેશ બદલીને નગરમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં તે વેશ બદલીને ક્રયવિક્રય કરવા આવેલ ચેર–વ્યાપારી જે દુકાને બેઠે હતો તે દુકાને આવ્યો. રીજા ચેર–વ્યાપારી જોતાં જ ઓળખી ગયો કે આ પેલે ચાર જ છે. રાજાએ ચોર-વ્યાપારીને પૂછ્યું કે, તમે શું વેચવા આવ્યા છો ? તમારી પાસે શું છે? જવાબમાં ચારે કહ્યું કે, મારી પાસે બધુય છે, તમારે શું જોઈએ ? રાજાએ કહ્યું કે, ભાઈ! મારે બીજું કાંઈ ન જોઈએ. કેવળ તમારી જ જરૂર છે. ચારે પૂછયું કે, મારું શું કામ છે? રાજાએ કહ્યું કે, તમારી જરૂર એટલા માટે છે કે તમે ચેર છો. ચાર-વ્યાપારીએ કહ્યું કે, હું તે શાહુકાર છું. રાજાએ કહ્યું કે, તમે ચોર છો કે શાહુકાર એ વાતને નિર્ણય હમણાં જ થઈ જશે. તમે ચાર છો એ વાતની ખાત્રી મેં પહેલેથી જ કરી રાખેલ છે. આખરે રાજાએ ચોરને પકડી લીધે. ચાર પણ વિચારવા લાગ્યો કે, હું કોઈ સામાન્ય માણસ દ્વારા પકડાઈ ગયો નથી, પરંતુ રાજ દ્વારા પકડાઈ ગયો છું એટલે મને શિક્ષા પણ સખ્ત મળશે. રાજાએ ચેરને કહ્યું કે, તમે હવે પકડાઈ ગયા છે. બેલે, હવે તમારે શું કરવું છે? ચોરે જવાબ આપે કે, તમે કહો તે કરવા હું તૈયાર છું. રાજાએ કહ્યું કે, સર્વ પ્રથમ તો તારી કન્યા સાથે મારે લગ્નસંબંધ જોડી દે. ચોરે કહ્યું કે, ઠીક છે. તેણે પ્રસન્નતાપૂર્વક પોતાની કન્યાને વિવાહ રાજા સાથે કરાવી નાંખ્યો. રાજાએ ચોરકન્યાને કહ્યું કે, તે મારા શરીરની રક્ષા કરી હતી તે હવે આ શરીર પણ તને જ સોંપું છું. ચોરકન્યાએ રાજાને કહ્યું કે, નાથ ! તમે ઉદાર છો એટલે જ આ પ્રમાણે કરી રહ્યા છો. વાસ્તવમાં હું તો એરકન્યા છું. હું તમારા સન્માનને યોગ્ય નથી. તમે મને સમાન આપી મારા ઉપર ઉપકાર કર્યો છે. રાજાએ કહ્યું કે, હવે તારે કોઈ પ્રકારની ચિન્તા કરવાની જરૂર નથી. તારા પિતા હવે મારા શ્વસુર બન્યા છે એટલા માટે હવે તેમનું પણ હું સન્માન કરીશ અને તેમનું ગૌરવ વધારીશ. આ પ્રમાણે કહી રાજાએ ચેરને પિતાને પ્રધાન બનાવ્યું. ચેરને પ્રધાન બનાવ્યાની વાત નગરમાં ફેલાતાં બધા લેકે રાજાપ્રતિ ધિક્કાર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy