________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ-૪૦ મે બોલ
[ ૧૪૧
હું તારી પાછળ આવું છું. રાજાએ કહ્યું કે, તમારે કયાં જવું છે તે હું જાણતો નથી. એટલા માટે તમે આગળ ચાલે અને હું પાછળ ચાલું. ચોરે કહ્યું કે ઠીક, તું પાછળ ચાલજે પણ તું ક્યાંય ભાગી ન જાય એટલા માટે હું તને રસ્સીથી બાંધી લઉં છું. આ પ્રમાણે કહી ચેરે રાજાને રરસીથી બાંધી લીધો અને પોતે આગળ ચાલવા લાગ્યો. જો કે રાજા ચેર ન હતો છતાં મંડૂક ચેરે રાજાને ચોરને બાંધે તેમ બાંધી લીધે.
રાજાને સાથે લઈ ઘેર ઘેર આવ્યો. મંડૂક ચેરે પોતાની પુત્રીને પાસે બોલાવીને કહ્યું કે, હું એક માણસને સાથે લાવ્યો છું. તે માણસ આપણું ધંધામાં વિદ્ય–બાધા ઊભી કરે છે, એટલા માટે એને કોઈ પણ ઉપાયે મારી નાખવો જોઈએ. પુત્રીએ જવાબમાં પિતાને કહ્યું કે, તમારી આજ્ઞા પ્રમાણે બધું કામ થઈ જશે. છોકરી રાજા પાસે ગઈ અને કહ્યું કે, ભોજન તૈયાર છે માટે ભોજન કરવા ચાલો. રાજાએ મનમાં વિચાર્યું કે, ભજન તે કરવા જવું, પણ ભોજન કરતી વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે હું અત્યારે ચરના ઘરમાં આવેલું છું. આ પ્રમાણે વિચાર કરી રાજાએ તે છોકરીને કહ્યું કે, પહેલાં આપ જમી લો, તમે ભોજન કર્યા બાદ હું ભોજન કરીશ. હું જે કે ભિખારી છું પણ સભ્યતા જાણું છું. એટલા માટે જ્યાં સુધી ઘરના માણસો ભેજન ન કરે ત્યાં સુધી ભજન કેવી રીતે કરી શકું ? રાજાનું કથન સાંભળી ચેરની છોકરી સમજી ગઈ કે, આ કોઈ ભિખારી નથી. જે વાસ્તવમાં તે ભિખારી હોત તો તે ઉપર પ્રમાણે કહેત નહિ. પણ ખાવા જ મંડી પડત.
ચોરની કન્યાએ રાજાને કહ્યું કે, જો તમે સભ્ય છે તે ભોજન કર્યા પહેલાં તમારે સ્નાન કરવું જોઈએ. રાજાએ કહ્યું કે, જે આ નિયમ છે તો તે નિયમનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. ચોરકન્યા રાજાને સ્નાન કરાવવા કુવા ઉપર લઈ ગઈ ચોરકન્યાનો એવો નિયમ હતો કે, તે જે માણસને સ્નાન કરવા કુવા ઉપર લઈ જતી હતી તે માણસના પગ પકડી કુવામાં પાડી દેતી. રાજાને પણ કુવામાં પાડવા માટે તે ચરકન્યાએ રાજાનો પગ પકડ્યો. પણ રાજાના લક્ષણવંતા પગને જોઈને વિચારવા લાગી કે, આ તે કેાઈ મહાપુરુષ જણાય છે. પગનાં લક્ષણદ્વારા મનુષ્યના સક્લ શરીરના હાલહેવાલ જણાઈ આવે છે. આ કથનાનુસાર - ચેરિકન્યાએ પણ રાજાના લક્ષણવંતા પગ જોઈને વિચાર કર્યો કે, આ કઈ મહાન પુરૂ છે. આવા મહાપુરુષને મારા પિતા મારી નાંખવા ચાહે છે તે સર્વથા અનુચિત છે.
આ પ્રમાણે વિચાર કરી તે એરકન્યાએ રાજાને કહ્યું કે, મારે પિતા બહુ જ કર છે. તે તમને મારી નાંખવા ચાહે છે. હું તમારાં લક્ષણવંતા પગ જોઈને સમજી ગઈ છું કે, તમે રાજા છે એટલા માટે હું તમને એજ કહેવા માંગું છું કે, જો તમે તમારાં પ્રાણ બચાવવા ચાહતા હો તો તમે આ માર્ગે જલદી ચાલ્યા જાઓ, નહિ તે તમારા પ્રાણની હત્યા થઈ જશે. --~--
રાજાએ એરકન્યાની વાતનો સ્વીકાર કર્યો અને તેને બતાવેલા માર્ગે રાજા નાસી છૂટયો. રાજા જ્યારે દૂર નીકળી ગયો ત્યારે એરકન્યાએ મંડૂક ચેરને બૂમ પાડી બોલાવ્યો અને કહ્યું કે, તે ભિખારી તે ભાગી ગયો. રાજા નાસી ગયો છે એ સમાચાર સાંભળતાંજ મંડૂકર કૂધ થઈને કંક નામના લેઢામાંથી બનાવેલી તીક્ષ્ણ તલવાર લઈને રાજાની