SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી રાજાએ ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરી છે એ વાત નગરમાં ચારેય બાજુ ફેલાઈ ગઈ. મંડૂક ચોરે પણ રાજાની પ્રતિજ્ઞાની વાત સાંભળી. રાજાની પ્રતિજ્ઞા સાંભળીને તે વિચારવા લાગ્યો કે, રાજાએ પ્રાણના ભોગે પણ મને પકડવાની પ્રતિજ્ઞા કરી છે એટલે હું અવશ્ય પકડાઈ જઈશ; છતાં મારે તે રાજાના પંજામાંથી બચવાને જ પ્રયત્ન કરવો જોઈએ. વીર પુરુષોનું એજ કર્તવ્ય છે કે, તેઓ ભલે પસજિત થાય પણ પુરુષાર્થને ત્યાગ ન કરે. આ કથનાનુસાર મારે પણ સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ, પણ પુરુષાર્થને ત્યાગ કરવો ન જોઈએ. પુરુષાર્થને ત્યાગ કરીને બેસી જવું એમાં તો કાયરતા છે. ચોરને પત્તો મેળવવા માટે રાજા પિતાનો વેશ બદલી શહેરમાં નીકળ્યો. આ બાજુ એર પણ પોતાનો વેશ બદલી રાજા શું કરે છે તે જોવા ગૈગરમાં નીકળ્યો. ચોર પગે પાટો બાંધી તથા હાથમાં લાકડી લઈ બીમાર દરિદ્રીની માફક નગરમાં ફરવા લાગ્યો. રાજાએ મંડૂક ચોરને આ વેશમાં જે. મંડૂક ચોરની આંખ જોતાંજ રાજા મનમાં સમજી ગયો કે, આ જ ચોર છે, પરંતુ જ્યાં સુધી કાઈ પ્રમાણદ્વારા તેનો અપરાધ સાબીત ન થાય ત્યાં સુધી તેના ઉપર કોઈ પ્રકારનો અભિગ ચલાવી શકાય નહિ. બન્ને જણ એકબીજાની સામે આવ્યા અને એકબીજા પૂછવા લાગ્યા કે તમે કોણ છે ? કેઈએ પિતાનો પરિચય ન આપ્યો. આખરે ચારે કહ્યું કે, “હું કાણું તે તારે જાણવાની શી જરૂર છે. તું તારું કામ કર અને હું મારું કામ કરું.” ચોરના આ કંથનનો ભાવાર્થ રાજે એવા સમયે કે, ચોર બરાબર કહે છે કે, “હું ચોર છું એટલે ચોરી કરવા જાઉં છું, અને તું રાજા છે તે મને પકડી લે.” આ પ્રમાણે વિચાર કરી રાજા ત્યાંથી ચાલતો થયો. રાજાએ જતાં જતાં એ પણ નિશ્ચય કરી લીધે કે, ચેર સામેના પહાડમાં રહે છે અને અમુક માગેથી તે નગરમાં આવે છે. બીજે દિવસે રાજા એક ભિખારીને વેશ ધારણ કરી જે માર્ગથી ચેર આવતો જો હતો તેજ માર્ગની વચ્ચે ચૂપચાપ બેસી ગયે. ચેર પણ વેશ બદલીને શહેરમાં આવ્યો. રાત અંધારી હતી એટલા માટે રસ્તા ઉપર ભિખારીના વેશમાં પડેલા રાજાને તે જોઈ ન શક્યો અને રાજાને તેના પગની ઠેકર લાગી. ઠાકર લાગતાં જ તે ચીસ પાડી ઊઠયો. ચારે તેને પૂછયું કે તું કોણ છે? રાજાએ ઉત્તર આપ્યો કે, હું એક ગરીબ ભિખારી છું. ક્યાંય રહેવાને માટે સ્થાન નથી એટલા માટે અહીં પડ્યો છું. ચાર મનમાં સમજી ગયો કે આ રાજા છે. ચોરે મનમાં વિચાર કર્યો કે, આ રાજાને કઈપણું ઉપાયે નષ્ટ કરી દેવામાં આવે તો પછી કોઈ પ્રકારની આક્ત જ રહેવા ન પામે. આ પ્રમાણે વિચાર કરી રે રાજાને કહ્યું કે, શું આ પ્રમાણે રસ્તા ઉપર પડ્યા રહેવાથી તારું દુઃખ નષ્ટ થઈ જશે ? રાજાએ ઉત્તર આપો કે, આ પ્રમાણે પડ્યા રહેવાથી દુઃખ નષ્ટ નહિ થાય. દુઃખ તે તમારા જેવાની સંગતિ કરવાથી જ નષ્ટ થઈ શકશે. આ સાંભળી રે કહ્યું કે, તું મારી સાથે ચાલ. હું તારું દુઃખ દૂર કરીશ. રાજાએ ચેરની સાથે જવાનું કબૂલ કર્યું. રાજા ચેરની સાથે ગયે. બન્ને જણ એક બીજાને મારી નાંખવાનાં ઉપાયો વિચારતા હતા એટલા માટે બન્ને જણ સાવધાન. હતા. ચેરે ચોરી કરી ધન-રત્ન આદિની બે પેટીઓ ભરી અને પછી રાજાને કહ્યું કે, એક પેટી તું ઉપાડી લે, પરંતુ જેજે ભાગી જતો નહિ. રાજાએ કહ્યું કે, હું ભાગી જઈશ નહિ. એરે કહ્યું કે, ઠીક, તું આગળ ચાલ,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy