________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૪૦ મા એટલ
[ ૧૩૯
અહિં ભત્તપ્રત્યાખ્યાનનેા અર્થ સંપૂર્ણ અનશન છે. ભગવાને કહ્યું છે કે, જે ભાજનના પ્રત્યાખ્યાન કરે છે તે સંસારના છેદ કરે છે. શાસ્ત્રમાં ભાજન–પ્રત્યાખ્યાન વિષે જે કાંઈ કહેવામાં આવ્યું છે તે નિર્દયતાને વ્યવહાર કરવા માટે નહિ પણ આત્માના કલ્યાણુ માટે જ કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ બીજાની સહાયતા લેવાને ત્યાગ કરે છે તે જ ભાજનને ત્યાગ કરી શકે છે. જે આ રીતે ભેાજનને ત્યાગ કરતા નથી, પણ આહાર પાણી ન મળવાને કારણે વિલાપ કરતા મરે છે, તે મરણુ તેા બાર પ્રકારના બાલમરણમાંનું એક બાલમરણ છે. એટલા માટે આ પ્રકારના મરણને ભાજન—ત્યાગથી થતું પિંડતમરણ કહી ન શકાય. ભાજનને ત્યાગ અસમયમાં કરી ન શકાય. આ તે બધાં કામે કર્યા બાદ કરવાનું કામ છે. એટલા માટે સંથારો કયારે કરવા તથા કરાવવા તેને પણ વિચાર કરવા અત્યાવશ્યક છે.
.
સંથારા શા માટે કરવામાં આવે છે એ વિષે પણ શાસ્ત્રમાં ઘણા વિચાર કરવામાં આવ્યા છે. શાસ્ત્રમાં એવા પ્રશ્ન કરવામાં આવ્યા છે કે, હે ભગવાન ! મરતી વખતે ભૂખ્યા રહેવું એ શું ઉચિત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, આ કથન સ્થૂલ દૃષ્ટિએ કહેવામાં આવ્યું છે પણ સૂક્ષ્મ દૃષ્ટિએ મરતી વખતે અનશન કરવું એજ યેાગ્ય છે. આ પ્રમાણે કહીને ભગવાને સથારે શા માટે અને કયારે કરવામાં આવે છે એ વાતને સ્પષ્ટ કરવા માટે મંડૂક ચારનું ઉદાહરણ આપ્યું છે જે આ પ્રમાણે છેઃ—
શંખપુરમાં મંડૂક નામનેા એક ચાલાક ચાર રહેતા હતા. તે લેાકેાના ઘરમાંથી એવી ચાલાકીથી ચારી કરતા હતા કે, ચોરી કયારે અને કેવી રીતે થઈ તેની કેાને ખબર પડતી નહિ. ચારી થવાને કારણે પ્રજા પાયમાલ થવા લાગી. પ્રજાએ અનેક પ્રયત્ના કરી જોયા પણ ચારને પત્તો લાગ્યા નહિ. કાઈના ઘરનું તાળું તૂટે નહિ, ભીંતમાં બાંકારૂં પડે નહિ છતાં ધરમાંથી ધન આદિની ચારી થઇ જતી. આ ચતુર ચારની ચાલાકીથી પ્રજા પણ થાકી ગઇ. આખરે પ્રજાજને બધાં ભેગા થઇ રાજા પાસે ન્યાય માંગવા ગયા. શંખપુરની પ્રજા રાજા પાસે નાની નાની વાર્તાને ન્યાય માગવા આવતી ન હતી. એટલા માટે રાજા પણ સમજી ગયા કે, આજે પ્રજા ઉપર કાઇ મેટું દુઃખ આવી પડયું હેાય એમ લાગે છે અને એ કારણે જ પ્રજાજને મારી પાસે ન્યાય માંગવા આવેલ છે. રાજાએ પ્રજાજનેને પૂછ્યું કે તમને લેાકાને શું દુ:ખ છે તે મને સ્પષ્ટરૂપે કહી સંભળાવે. પ્રાજનાએ ચારે નગરમાં વર્તાવેલા હાહાકારની બધી હકીકત આદિથી અંતસુધી કહી સંભળાવી. રાજા ચારની ચાલાકીપૂર્ણ ચેરીની વાત સાંભળી આશ્ચર્યચકિત થઇ કહેવા લાગ્યા કે, આ ચાર ખરેખર કાઇ મહાન ચાર છે. આ ચારને શોધીને તાત્કાલિક પકડવા જોઇએ. આ ચારને પકડીને હું પ્રજાનાં દુઃખા દૂર કરવાને મારાથી બનતેા પ્રયત્ન કરીશ. જો હું સાચા રાજા હેાઉં તે સાત દિવસમાં જ પ્રાણના ભાગે પણ એ ચારને પકડી પાડીશ. આ પ્રમાણે કહી રાજાએ પ્રજાજનને આશ્વાસન આપ્યું.
આજે આવા પ્રજાપ્રિય રાજાએ બહુજ એછા જોવામાં આવે છે કે, જેઓ પ્રજાના દુઃખને પેાતાનું દુ:ખ સમજી દૂર કરવાનેા પ્રયત્ન કરે છે, જે રાજા પ્રજાપ્રિય હોય છે તે રાજાની રક્ષા માટે પ્રજા પેાતાનાં પ્રાણ પણ પાથરી દે છે.