________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
૧૩૮ ]
સમ્યક્ત્વ પરાક્રમ—માલ ચાલીસમા
શાસ્ત્રમાં આત્મ-કલ્યાણ કરવાનાં અનેક માર્ગો બતાવવામાં આવ્યાં છે. તેમાંના એક કલ્યાણ માર્ગ તરીકે, બીજાની સહાયતાને ત્યાગ કરી સ્વાવલંબી બનવું એને પણ ખતાવવામાં આવેલ છે. જે સ્વાવલંબી બનવા ચાહે છે તે શરીરને પણ અધીન રહેવા ચાહતે નથી. જ્યારે સ્વાવલંબી આત્મા શરીરને પણ અધીન રહેવા ચાહતેા નથી ત્યારે તે સ્વાધીન આત્મા શરીરને પુષ્ટ બનાવનાર ભાજનને પણ ત્યાગ કરે એ સ્વાભાવિક છે. પ્રાણાન્ત સુધી ભેાજનને ત્યાગ કરવા અર્થાત્ અનશનવ્રત ધારણ કરવું એ સામાન્ય જનતાને દુષ્કર જણાય પણુ સ્વાવલખી આત્મા માટે એ દુષ્કર નહિ પણ સુકર હેાય છે. ભત્ત (ભાજન)ના પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્માને શે! લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ
[ મારમી
ચાલીશમા એલ. (४०) मत्तपच्चक्खाणं भन्ते ! जीवे किं जणयइ १
અર્થાત્—હે ભગવાન ! ભત્ત (ભાજન)ના પ્રત્યાખ્યાનથી જીવાત્માને શેા લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેઃ–
भत्तपच्चक्खाणेणं अणेगाईं भवसयाई निरुम्भई ॥ ४० ॥
અર્થાત્–ભાજનના પ્રત્યાખ્યાનથી અર્થાત્ અનશન કરી સંથારા લેવાથી જીવાત્મા સેકડા ભવાને કાપી નાંખે છે અર્થાત્ જીવ અપસ સારી બને છે.
ભત્તને સીધા અર્થ ભાત થાય છે. ભાથું કે ભાતું શબ્દ પણ આ ભત્ત શબ્દમાંથી નિષ્પન્ન થએલા છે. ભત્ત કે ભાતને અર્થ ભેાજન થાય છે. અત્રે ભાજનના પ્રત્યાખ્યાન વિષે જ પ્રશ્નોત્તર ચાલી રહ્યો છે. આહારના ત્યાગ વિષે પ્રશ્નોત્તર સાંભળી કાઈને એવી શંકા થાય કે, જૈનધર્મ યાધર્મ છે, તે ધ્યાધર્મના સૂત્રમાં આહારને ત્યાગ કરવાનું કહેવામાં આવે એ ઉચિત કેમ કહી શકાય ? આહારને ત્યાગ કરવા એટલે પ્રાણતા ત્યાગ કરવા. આહારત્યાગ દ્વારા પ્રાણત્યાગ કરવાનું ધ્યાધર્મના સૂત્રમાં કહેવામાં આવે એ અનુચિત જ છે. આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, જે બીજાની સહાયતાના ત્યાગ કરે છે તે જ ભાજનને ત્યાગ કરી શકે છે. જે એમ જાણે છે કે, આત્મા અને શરીર ભિન્ન છે અને આ ભેદજ્ઞાન પેદા થવાને કારણે જે શરીરની સહાયતાને પણ ત્યાગ કરી દે છે તે જ ભાજનને ત્યાગ કરી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, પચ્છિમા મરણુ અર્થાત્ જ્યારે મરણ સમીપ આવે ત્યારે સથારા અર્થાત્ અનશનવ્રત ધારણ કરી શકાય છે.
છે
મરણ એ પ્રકારે થાય છે. એક તેા આયુષ્ય ક્ષય થવાથી અને બીજું ઉપસર્ગથી. ક્રાઈ પણ પ્રકારે મરણ થાય પણુ કુતરાના મોતે મરવું ન જોઈએ પરંતુ વીરતાપૂર્વક મૃત્યુને ભેટવું જોઈએ. જે વીરતાપૂર્વક મૃત્યુને ભેટે છે તે ભેાજનના પ્રત્યાખ્યાનદ્વારા મૃત્યુ ઉપર વિજય મેળવે છે. આ પ્રમાણે જે ભાજનને ત્યાગ કરીને મૃત્યુ ઉપર વિજય મેળવે છે તેનું પચ્છિમ મરણ હોય છે.