SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૭ ચાતુર્માસ ] સભ્યત્વ પરાકમ-૪૦ મે બેલ આ જ વાતને દૃષ્ટિમાં રાખીને ભક્તજને કહે છે કે – જગ નભ વાટિકા રહી ફલ ફુલ રે, ધુઓ કે સૈ બૈરહર દેખિ ટૂ ન ભૂલ રે. અર્થાત-આ સંસારની વાટિકા જે કુલવાડી જેવી જોવામાં આવે છે તે વાસ્તવમાં કુલવાડી નથી પરંતુ ધૂમ્રવાટિકા છે, અર્થાત્ ધૂમાડાથી ભરેલી છે. આંખમાં ધૂમાડે ઘુસી જવાને કારણે તેને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવામાં આવતું નથી એટલા માટે સંસારની ભ્રમજાળમાં ન ફસાતાં ભગવાન પાર્શ્વનાથના શરણે જઈ તેમનું ભજન કર. ખોટી વસ્તુને છોડી સાચી વસ્તુને પકડવી એ કાંઈ સરળ કામ નથી. પરંતુ જ્ઞાનીપુરુષો કહે છે કે, જ્યારે મનુષ્યને વિવેકજ્ઞાન પેદા થાય છે, સારા-નરસાને પારખવાની સમજશક્તિ આવે છે ત્યારે ખોટી વસ્તુનો ત્યાગ અને સાચી વસ્તુને સ્વીકાર કરવામાં વાર લાગતી નથી. વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે, પહેલાં તો કઈ માણસ કાચના ટૂકડાને જોઈ પ્રસન્ન થાય છે અને તેને સાચવીને રાખે છે. પરંતુ જ્યારે તેનામાં કાચ અને હીરાને પારખવાની શક્તિ આવે છે ત્યારે તે કાચના ટૂકડાને નિઃસાર તેમજ વ્યર્થ વસ્તુ સમજીને બહાર ફેંકી દે છે અને હીરાને સારભૂત તેમજ મૂલ્યવાન વસ્તુ સમજીને સાચવીને રાખે છે. આ જ પ્રમાણે જ્યારે મનુષ્યમાં વિવેકજ્ઞાન પેદા થાય છે ત્યારે તે સંસારનાં પદાથૈને નિઃસાર સમજી પરમાત્માના શરણે જાય છે અને આત્માનું કલ્યાણ સુધે છે. પરમાત્મા પાર્શ્વનાથની સાચી પ્રાર્થના કરવા માટે સર્વપ્રથમ આત્મતત્ત્વને સમજવાની અતિ આવશ્યક્તા છે. “હું કેણુ છું” એવું આત્મભાન થવાથી જ સંસારનાં પદાર્થોની નિઃસારતા સમજવામાં આવે છે. આત્મભાન પ્રગટાવવા માટે સંસારનાં જે પદાર્થો જોવામાં તથા સાંભળવામાં આવે છે તે પદાર્થોને જેનાર તથા સાંભળનાર કોણ છે એ વાતને વિવેકવિચાર કરવો જોઈએ. સંસારનાં પદાર્થો દશ્યરૂપ છે અને આત્મા પદાર્થોને દષ્ટા હોવા છતાં આજે દશ્યને તો સત્યરૂપ માનવામાં આવે છે, પરંતુ દષ્ટાને–આત્માને ભુલાઈ જવામાં આવે છે. આ એક ગંભીર ભૂલ છે. આ ભૂલ થવાને કારણે જ આત્મા પરમાત્માને ભૂલી રહ્યો છે. આજે પદાર્થોને તો માનવામાં આવે છે પરંતુ પદાર્થોને જે દષ્ટા છે તે આત્માને જ માનવામાં આવતો નથી એ એક મહદ્દ આશ્ચર્ય છે. આ તે એના જેવી વાત થઈ કે કઈ માણસ દીપક લઈને ઘરમાં ગયો અને કહેવા લાગ્યો કે, “ઘરની વસ્તુઓ તે જોવામાં આવે છે પણ હું જોવામાં આવતો નથી.” શું આ માણસનું કથન આશ્ચર્યજનક નથી ! જે પોતે ત્યાં નથી તે વસ્તુઓને જોનાર તથા “હું ક્યાં છું” એમ કહેનાર કોણ છે? જે પ્રમાણે તે માણસ બીજી વસ્તુઓને જોઈને પોતાને ભૂલી રહ્યો છે, તે જ પ્રમાણે આત્મા સંસારનાં પદાર્થોને તે જોઈ રહ્યો છે પણ પિતાના સ્વરૂપને ભૂલી રહ્યો છે. આ ભૂલને દૂર કરવા માટે ભગવાન પાર્શ્વનાથના શરણે જવું જોઈએ. પરમાત્માને શરણે જવાથી આત્માનો સાક્ષાત્કાર થશે અને આત્મ સાક્ષાત્કાર થવાથી આત્મકલ્યાણ પણ થશે. આત્મ કલ્યાણ કેવી રીતે સાધી શકાય તે વાત હવે શાસ્ત્રકાર સમજાવું છું: ૧૮
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy