________________
૧૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[મારી
બનાવી શકી હતી એટલું જ નહિ પણ રથનેમી જેવા કર્તવ્ય–ભ્રષ્ટ યોગીને પણ સ્વાવલંબનને બોધપાઠ આપી આત્મ-સ્વતંત્રતાના પથે ચડાવ્યા હતા. સ્વતંત્ર વ્યક્તિ જ બીજાને સ્વતંત્રતાનો સંદેશ સંભળાવી શકે છે. જે વ્યક્તિ પરાવલંબી છે તે સ્વતંત્રતાને સંદેશ આપી શકે નહિ. સ્વતંત્રતા–મંદિરનું મુખ્ય દ્વાર સ્વાવલંબન છે. સ્વાવલંબી બન્યા વિના સ્વતંત્ર બની શકાતું નથી. એટલા જ માટે ભગવાન મહાવીરે આત્માને કર્મબંધનમાંથી મુક્ત કરી સ્વતંત્ર બનાવવા માટે સ્વાવલંબી બનવાને આદર્શ બોધપાઠ જગત સમક્ષ ઉપસ્થિત કર્યો છે. આ સ્વાવલંબનના આદર્શને અનુસરવામાં જ દેશ, સમાજ તથા ધર્મનું અભ્યત્થાન તથા કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૪ શ્રાવણ વદી ૭ ગુરુવાર
——૪૦%
પ્રાર્થના અશ્વસેન” નૃ૫ કુલ તિર, “વામા દેવીને નંદ; ચિન્તામણિ ચિત્તમે બસે રે, દૂર ટલે દુઃખ હૃદ.
છવ રે તું પાપેજિનેશ્વર વા. શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન પાર્શ્વનાથની પ્રાર્થના કઈ રીતિએ કરવી જોઈએ એ વિષયને વિસ્તૃત વિચાર તો કોઈ મહાજ્ઞાની જ કરી શકે. આપણી પાસે તે એટલો વિસ્તૃત વિચાર કરવાની શક્તિ તેમજ સમય બને નથી એટલા માટે અને કેવળ પ્રાર્થનાને સાર જ કહેવામાં આવે છે. * આજે લેકે કહે છે કે, અમે શાસ્ત્રની લાંબી લાંબી વાત સાંભળીને કંટાળી ગયા છીએ એટલા માટે અમને શાસ્ત્રની સારવસ્તુ સમજાવો કે જેથી અમે સંક્ષેપમાં વિશેષ જાણું શકીએ. આ પ્રમાણે વર્તમાનકાળમાં પ્રત્યેક વસ્તુને સાર કાઢવાની પદ્ધતિ પ્રચલિત થઈ છે. આ પંચમકાળની વિષમતા તથા પંચમકાળના લેકેની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને જ જ્ઞાની મહાત્માઓએ જનતાના કલ્યાણ માટે સારવસ્તુ કહેવાનો અનુભવ કર્યો હોય અને ઉપદેશસારને સત્રમાં ગ્રંથિત કર્યો હોય એમ જણાય છે.
જ્ઞાનીજનો આત્માને સંબોધીને કહે છે કે, “હે ચિદાનન્દ ! તું આડાઅવળા માર્ગને ત્યાગ કરી સન્માર્ગ ઉપર આવ, અને અનન્યભાવે ભગવાન પાર્શ્વનાથને વંદન કર, તે તેમાં તારું નિશ્ચિતરૂપે કલ્યાણ જ થવાનું છે. સંસારનાં પદાર્થો તો વાહ પેદા કરનારાં તથા મૃગજળ જેવાં ક્ષણિક અને ખોટાં છે. સંસારનાં પદાર્થો બાહ્ય દૃષ્ટિએ રૂપરંગથી સુંદર તેમજ સારભૂત જણાય છે પરંતુ વાસ્તવમાં તે નિઃસાર છે. પદાર્થોનું અંતરંગ સ્વરૂપ જોવાથી તથા સમજવાથી તને સ્પષ્ટ જણાશે કે પદાર્થો વાસ્તવમાં પિકળ છે એટલા માટે તું પિકળ પદાર્થોની ભ્રમજાળમાં પડ નહિ.”
શાય છે