SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૩૯ મા ખાલ [ ૧૩૫ જ અખૂટ આનંદ રહેલા છે. આત્મા આત્મામાંથી જ આનંદ મેળવે છે. મનને એકાગ્ર રાખવાથી આત્મામાં આનંદસ્રોત વહેવા લાગે છે. પ્રત્યેક વસ્તુમાં જે આનંદ જોવામાં આવે છે તે આનંદ પોતાના આત્મામાં આનંદ હોવાના કારણે જ આનંદરૂપે અનુભવવામાં આવે છે. દુનિયાની બધી વસ્તુએ આત્માને માટે જ છે. જો આત્મા ન હેાય તે। એ વસ્તુઓનું કાંઈ મૂલ્ય જ રહેતું નથી. વસ્તુનું મૂલ્ય આંકનાર આત્મા જ છે અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે— न सर्वस्य कामाय सर्व प्रियं भवति आत्मनस्तु कामाय सर्व प्रियं भवति । ઉપનિષત્કાર કહે છે કે, વસ્તુને માટે વસ્તુ પ્રિય લાગતી નથી પરંતુ આત્માને માટે વસ્તુ પ્રિય લાગે છે. હીરા-માણેક—મેતી વગેરે મૂલ્યવાન ચીજો જે પ્રિય લાગે છે તે ચીજો આત્માને માટે જ પ્રિય લાગે છે. પરંતુ આજે તે સંસારમાં ઉત્ક્રમ ચાલી રહ્યો છે. જે આત્માને માટે બધી ચીજો પ્રિય લાગી રહી છે તે આત્માને જ ભૂલાઇ જવામાં આવ્યે છે અને તે આત્માની શક્તિ વિષે વિચાર કરવામાં આવતા નથી. આત્મામાં એવી મહાન શક્તિ રહેલી છે કે તેણે પરતંત્ર રહેવાની આવશ્યકતા જ નથી. પરંતુ આજે આત્મા પેાતાનામાં રહેલી મહાન શક્તિને ભૂલી જઈ પરત ંત્ર બની રહ્યો છે. આજનું પાપટીયું જ્ઞાન પણ આત્માને પરતંત્ર બનાવવામાં કારણભૂત છે એમ કહી શકાય. છે આજના પોપટીયા જ્ઞાનને કારણે આત્મા ખીજાની સહાયતા અધિક પ્રમાણમાં લેવા લાગ્યા છે અને પરિણામે તે પરતંત્રતાની એડીમાં બંધાઈ રહ્યો છે. જંગલમાં રહેતા પશુ-પક્ષીઓને જતે જુએ તે તમને જણાશે કે, તે ખીજાની સહાયતા મનુષ્યસમાજ જેટલી લેતા નથી. આ ઉપરથી કાઈ એમ કહે કે, પશુ-પક્ષીએ અજ્ઞાન હાવાને કારણે બીજાની સહાયતા લેતા નથી. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મનુષ્યસમાજ પાસે જે જ્ઞાન છે તે શું પરતંત્રતા વધારવા માટે છે? સાચુ જ્ઞાન ા તેજ છે કે, જે બંધનમાંથી આત્માને મુક્ત કરે. જે જ્ઞાન આત્માને બંધનામાંથી મુક્ત કરતું નથી તે વાસ્તવમાં જ્ઞાન જ નથી. જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, સા વિદ્યા યા વિમુયે । બંધનમુક્ત કરે તે જ સાચી વિદ્યા છે. આજે તમે લેાકેા બીજાની સહાયતા અધિક પ્રમાણમાં લે છે એ કારણે તમારામાં ભિખારીપણું આવી રહ્યું છે. જે ભિખારી હાય છે તેને સુખ કાંથી હાય ? ભિખારીને જ્યારે કાઈ વસ્તુ મળતી નથી ત્યારે તે દુઃખી થાય છે. શાસ્ત્રકાર। ભિખારીની પ્રશંસા કરતા નથી. શાસ્ત્ર કહે છે કે જે બીજાની સહાયતા લે છે તે ભિખારી છે. સાચા જ્ઞાહુકાર તે તે જ છે કે, જે સહાયતા મળવી સુલભ હાવા છતાં પણ ક્રાઈની સહાયતા લેતેા નથી. સ્વતંત્રતા ચાહવી અને સ્વતંત્રતા મેળવવી એ બન્નેમાં બહુ અંતર છે. આજે લેાકા સ્વતંત્રતા ચાહે છે પરંતુ સ્વતંત્રતા મેળવવા પ્રયત્ન કરતા નથી. સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે સ્વતંત્રતાના માર્ગે ચાલવું આવશ્યક છે. સ્વાવલંખી બનવું એ સ્વતંત્રતા મેળવવાને મુખ્ય માર્ગ છે. બીજાની સહાયતાની જરાપણ અપેક્ષા ન રાખવી એ જ સ્વાવલંબન છે. સ્વાવલંબનના માર્ગે હરકાઈ સ્ત્રી કે પુરુષ જઈ શકે છે. સ્વાવલંબનનેા રાજમા` બધાંને માટે ખૂલ્લા છે. રામતિ સ્ત્રી હોવા છતાં સ્વાવલંબનના રાજમાર્ગે જઈ આત્માને સ્વતંત્ર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy