SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારમી આજે સાધુઓને પણ જમાનાની હવા લાગી છે. અને તે કારણે જ સાધુએમાં પણ નિશ્ચલતા તથા નિઃસ્પૃહતા બરાબર જોવામાં આવતી નથી. ચિત્તની ચંચલતા હૈાવાના કારણ રૂપે જમાનેા જ બદલાઈ ગયા છે એમ કહેવામાં આવે છે પરંતુ જમાને કાણે બદલાવ્યા એ વાતને વિચાર કરવામાં આવતે નથી. જમાનાને દોષ આપવામાં આવે કે ખીજા કાઇને દોષ આપવામાં આવે પરંતુ સાધુએ માટે સારી વસ્તુ તે એ જ છે કે તે ખીજાતી સહાયતાને ત્યાગ કરે. એ વાત બીજી છે કે, કેાઇ વખત સાચી વાત પણ ખાઈ જાય અને ખાટી વાતને મહત્ત્વ આપવામાં આવે પરંતુ જે સાચી વાત હેાય છે તે આખરે સત્યરૂપે જ સિદ્ધ થાય છે. એટલા માટે જમાનાની ખોટી વાતને પેાતાના જીવનમાં સ્થાન ન આપતાં ખીજાની સહાયતાને ત્યાગ કરી પેસ્તાના મનની ચંચલતા દૂર કરી એકાગ્રભાવના પ્રગટ કરવી જોઇએ. જ્યાંસુધી ખીજાની સહાયતા લેવાની ભાવના રહેશે ત્યાંસુધી મનની ચંચલતા અધિક વધવા પામશે. આથી વિપરીત, સહાયતા લેવાના જેટલા ત્યાગ કરવામાં આવશે અને જેટલા પ્રમાણમાં સ્વાવલંબી રહેવામાં આવશે, તેટલા પ્રમાણમાં આત્મા પણુ સ્વાધીન અને સ્વતંત્ર બનવા પામશે. જ્ઞાનીજનેા કહે છે કે, સાધતાને જેટલા ત્યાગ કરવામાં આવશે તેટલા ત્યાગ સફળ થયા વિના નહિ રહે. સુખ સાધનાને ત્યાગ કરવાથી બંધને ઢીલાં થશે અને જીવનમાં નિસ્પૃહતા આવશે. આથી વિરુદ્ધ જેટલાં સુખ-સાધના વધારવામાં આવશે તેટલા પ્રમાણમાં બંધને મજબૂત બંધાશે અને પરિણામે જીવનમાં પરતન્ત્રતાને પ્રવેશ થશે. આજે એક-બીજા ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે તેનું પ્રધાન કારણ પણ સાધતેની વૃદ્ધિ છે. સુખ-સાધને વધવાથી સંસારમાં ક્લેશકંકાશ પણ વધવા પામ્યા છે. ઉદાહરણ તરીકે આજે સમાચારપત્રા વધવા પામ્યા છે. લેાકાને સમાચારપત્ર વાંચવાને એટલા ચશ્કા લાગ્યા છે કે, કેટલાક લોકેા ભાજન કર્યાં વિના તેા રહી શકે છે પરંતુ સમાચારપત્ર વાંચ્યા વિના રહી શકતા નથી. સમાચારપત્રા વધવાથી કલહુ વધ્યેા છે કે ઘટયા છે? આ પ્રશ્નને ઉત્તર સ્પષ્ટ જ છે કે, સમાચારપત્રા દ્વારા કલહમાં વૃદ્ધિ થઇ છે અને ચંચલતામાં પણ વૃદ્ધિ થઈ છે. મનની એકાગ્રતા રાખવી અતિ આવશ્યક છે. મનને એકાગ્ર કર્યાં વિના શાન્તિ મળી શકતી નથી. જેમ કે, તમે લોકેા નિદ્રા લે છે પરંતુ જો તમને એક દિવસ નિદ્રા ન આવે તે। તખીયત ધ્રુવી ખરાબ થઈ જાય છે? નિદ્રા લેવી એ મનની એકાગ્રતાનું વિકૃત ઉદાહરણ છે. પરંતુ નિદ્રાની પણ કેટલી આવશ્યકતા છે તે જુઓ. જે વ્યક્તિ ચંચલતાને ત્યાગ કરી નિદ્રા લે છે અને એ રીતે મનને થાડા સમયને માટે પણ વિકૃત રૂપમાં એકાગ્ર રાખે છે, તે શરીરને સ્વસ્થ રાખી શકે છે. જે મનુષ્ય કેવળ કામમાં જ પ્રવૃત્ત રહે અને યથાસમયે નિદ્રા લે નહિ તે તે બીમાર પડી જાય છે, જ્યારે વિકૃત રૂપમાં પણ મનને એકાગ્ર રાખવાથી આટલા બધા લાભ થાય છે તેા પછી જો સારી રીતે મનને એકાગ્ર કરવામાં આવે તે કેટલે બધા લાભ થાય ? મનને એકાગ્ર રાખવાથી આત્માને અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે. આનંદ બહારથી આવે છે એમ લેાકા માને છે પરંતુ ખરી રીતે આનંદ બહારની વસ્તુઓમાં નથી પરંતુ આત્મામાં
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy