________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી જે માણસે સૂર્યને પ્રકાશ જે હોય તે માણસને “સર્ચલાઈટ ના પ્રકાશને જોઇને કદાપિ આશ્ચર્ય થતું નથી. સર્ચલાઈટનો પ્રકાશ ગમે તેટલે તેજસ્વી હોય પણ તે સૂર્યના પ્રકાશની સમાનતા કરી શકે નહિ. આમ છતાં લેકે સર્ચલાઈટ કે ઇલેકટ્રીક બત્તીને પ્રકાશ જોઈ પ્રસન્ન થાય છે અને સૂર્યના પ્રકાશ કરતાં તે પ્રકાશને મહત્વ આપે છે. આનું કારણ કદાચ એ હેઈ શકે કે સૂર્ય પ્રયાસ કર્યા વિના નિયમિત પ્રકાશ આપે છે ત્યારે સર્ચ લાઈટ કે ઈલેકટ્રીક બત્તીને પ્રકાશ મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે. આ પ્રમાણે લેકે પ્રાકૃતિક વસ્તુને ભૂલી જઈ કૃત્રિમ વસ્તુને પકડી રહ્યા છે. આ એક ગંભીર ભૂલ છે.
પરમાત્મા વિષે પણ આવી જ ગંભીર ભૂલ થઈ રહી છે. શું પરમાત્મા સમાન સંસા૨માં બીજી કઈ વસ્તુ છે? નથી. છતાં આત્મા સંસારની બીજી વસ્તુઓ પ્રત્યે જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન પરમાત્મા પ્રત્યે આપતા નથી. જે પરમાત્માને સૌથી મહાન માનવામાં આવતા હોય તે શું આત્મા પરમાત્માને છોડીને બીજે કયાંય જાય ખરો? આત્મા પરમાત્મા કરતાં સંસારની બીજી વસ્તુઓમાં વિશેષ ધ્યાન આપે છે એ ઉપરથી એ વાત સ્પષ્ટ જણાય છે કે, હજી આત્માએ પરમાત્માને હૃદયથી સૌથી મહાન માન્ય નથી. પરમાત્મા સમાન કોઈ બીજે દેવ મોટો નથી” એ વાત બોલવામાં તથા કહેવામાં તે સરળ છે, પરંતુ તમે કેવળ આ પ્રમાણે બોલવામાં જ રહેશે કે તેને વ્યાવહારિક રૂપ પણ આપશે ? “પરમાત્મા સૌથી મોટા દેવ છે” એમ બોલવું એ તે પ્રાથમિક શિક્ષણ છે. આ પ્રાથમિક શિક્ષણને વ્યાવહારિક રૂપ આપવામાં આવે તો જ પરમાત્માની પ્રાર્થનાની શક્તિ સમજી શકાય. પરમાત્માની શક્તિ જાણ્યા બાદ અને પરમાત્મા સમાન બીજો કઈ દેવ નથી એવો દયમાં વિશ્વાસ પેદા કર્યા બાદ જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે ચિતશુદ્ધિ પણ થાય છે અને આત્માનો વિકાસ પણ થાય છે. આત્મામાં અનંત ગુણો રહેલાં છે. આત્માના આ ગુણોને ઉત્તરોત્તર વિકાસ કેવી રીતે થાય છે એ વાત હવે સિદ્ધાનદ્વારા સમજાવું છું - સમ્યકત્વ પરાક્રમ-પ્રાસ્તાવિક.
' જામનગર–ચાતુર્માસમાં મેં મારી પિતાની ઈચ્છાથી તથા બીજાઓની પ્રેરણાથી વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં “સમ્યક્ત્વ-પરાક્રમ” નામના એગણત્રીશમા અધ્યયન વિષે વિવેચન કરવાનું પ્રારંભ કર્યું હતું. તે ચાતુર્માસમાં આ અધ્યયનના ૨૭ બોલ સુધી વિવેચન થઈ શકર્યું હતું. હવે મોરબીમાં ચાતુર્માસ થયું છે. મારી ઇચ્છા એવી છે કે, અત્રે પણું એ જ અધ્યયનને બાકીને ભાગ કહેવામાં આવે.
આ ઉપરથી કોઈ એમ કહી શકે કે, “સમ્યક્ત્વ-પરાક્રમ'નાં પહેલાં વર્ણવેલાં ૨૭ બેલે વિષે અમે કાંઈ સાંભળ્યું નથી, તે પછી અમને આગળના બેલો કેવી રીતે સમજમાં આવી શકે? અને અધૂરી વાત સાંભળવામાં અમને શો આનંદ આવે ?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે લાડુને ગમે તે બાજુએથી ખાવામાં આવે તો પણ તે મીઠે જ લાગે છે. તે જ પ્રમાણે શાસ્ત્રને વિષે પણ સમજે. શાસ્ત્રની વાત ગમે ત્યાંથી સાંભળવામાં આવે તો પણ શાસ્ત્રશ્રવણથી આનંદ અને લાભ જ પ્રાપ્ત થાય છે.