SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી પરતંત્રતાનાં બંધને છે. આ પરતંત્રતાનાં બંધનોને ઢીલાં કરવા માટે તથા કર્મબદ્ધ આત્માને સ્વતંત્ર બનાવવા માટે બીજાની સહાયતાનો ત્યાગ કરી સ્વાવલંબી બનવાની જરૂર છે. જે કેઈ સુખસાધનની જેટલી વધારે સહાયતા લે છે એટલે જ તે પરતંત્ર બને છે. ઉદાહરણ તરીકે માને કે, અત્યારે ક્યાંય જલ્દી પહોંચવા માટે રેલ્વેનું સાધન છે. રેલ્વેના આ સાધનને કારણે શું તમે પરાધીન થયા નથી ? શું રેલવે કોઈ દિવસ તમારી પ્રતીક્ષા કરે છે? આથી વિપરીત તમારે રેલવેની પ્રતીક્ષા કરવી પડે છે. આ રીતે રેલવે તમારા આધીનમાં નહિ પણ તમે રેવેના આધીન છે. આ જ પરાધીનતા છે. જેઓ રેવેની સહાયતાનો ત્યાગ કરી દે છે તેઓ રેલવેના પરાધીન નથી. આ જ પ્રમાણે બીજાં જે જે સુખસાધને વધવા પામ્યાં છે તે સુખસાધનો દ્વારા પરતંત્રતાનાં બંધને પણ વધવા પામ્યાં છે. પરતંત્રતામાં મનની સ્થિતિ પણ ડામાડોળ રહે છે. સ્વતંત્ર–અવસ્થામાં જ મન એકાગ્ર રહી શકે છે. જેઓ એકાગ્રતાના ઉપાસક છે તેમણે બીજાની સહાયતાનો ત્યાગ કરવો જ જોઈએ. જે બીજાની સહાયતા લે છે તે પરતંત્રતાને કારણે તથા પિતાની નિર્બળતાને કારણે લે છે. જે પોતાની નિર્બળતાને દૂર કરવામાં આવે તે સહાયતા લીધા વિના પણ કામ ચાલી શકે. બીજાની જેટલી સહાયતા લેવામાં આવે છે તેટલી પરતંત્રતા વધવા પામે છે અને એકાગ્રતા ઘટવા પામે છે. એકાગ્રતાને ભંગ થવાથી આત્માનાં અનેક ગુણોનો નાશ થાય છે. જે પ્રમાણે કઈ વૃક્ષને વારંવાર ઉખેડીને બીજે ઠેકાણે રોપવામાં આવે તે શું તે વૃક્ષ ફળ-કુલનો ફાલ આપી શકશે? નહિ. એનું પ્રધાન કારણ એ છે કે, તે વૃક્ષમાં એકાગ્રતાને ગુણ રહેવા પામ્યો નથી. પાળીયાદમાં વારંવાર ભૂકંપના આંચકા લાગવાથી લેકે ભયભીત બની ગયા છે અને ત્યાંની એકાગ્રતામાં ભંગ થયો છે. એટલે જ્યાં આધારમાં જ ચંચલતા હોય ત્યાં આધેયમાં એકાગ્રતા કેવી રીતે રહી શકે? જે પ્રમાણે વૃક્ષને વારંવાર ઉખાડીને રોપવાથી વૃક્ષની ફળ-ફુલ આપવાની ગુણ-શક્તિ નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે મનને સંકલ્પ-વિકલ્પથી વારંવાર ચંચલિત કરવાને કારણે આત્માની ગુણ-શક્તિ પણ ઘટતી જાય છે. જ્યાં સુધી મનની ચંચલતા દૂર થતી નથી ત્યાં સુધી આત્મામાં સદ્દગુણની સ્થિરતા પણ રહેવા પામતી નથી. કેટલાક લેકે કહે છે કે, શાસ્ત્રમાં જે ચમત્કારોનું વર્ણન મળે છે તે ચમત્કારો આજે કેમ જોવામાં આવતાં નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શાસ્ત્રમાં જે ચમત્કારો વર્ણવવામાં આવ્યાં છે તે ચમત્કારે તે સાચાં છે, પરંતુ આપણે લોકોનાં મનની ચંચળતાને કારણે જ તે ચમત્કાર જોવામાં આવી શકતાં નથી. આજે લેકનાં મનમાં કેવી ચંચલતા આવી ગઈ છે તેનો જરા વિચાર કરે. તમે લેકે અહીં બેઠા છે પરંતુ તમારામાંનું કેઈનું મન કયાં ભમે છે તે કણ કહી શકે ? મનમાં જે અધિક ચંચલતા છે તેનું પ્રધાન કારણ બીજાની સહાયતા લેવામાં આવે છે તે છે. તમે લેકે એમ સમજે છો કે, અમને રેલ્વે, તાર, ટેલીફેન, વાયુમાન આદિ વૈજ્ઞાનિક સુખસાધનોની સહાયતા પ્રાપ્ત થએલી છે એટલા માટે અમે સુખી છીએ. પરંતુ આ બધાં સુખસાધનાથી તમારા મનમાં કેટલી અને કેવી ચંચલતા વધવા પામી છે તેનો વિચાર કરે. તમે લેકે આ સુખ-સાધનો હેવાને કારણે પિતાને સુખી માને છે પરંતુ જેમની પાસે આ સુખ–સાધને નથી અને જેમણે આ સાધનોની સહાયતા લેવાને સ્વેચ્છાપૂર્વક ત્યાગ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy